Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

‘અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈઝરાયલની સંસદમાં સંબોધન

શાંતિનો રસ્તો હંમેશા સરળ નથી હોતો, પરંતુ ભારત શાંતિ લાવવાની આ પ્રક્રિયામાં હંમેશા સાથે છે. ગાઝા શાંતિ પ્રયાસમાં ભારત તમારી સાથે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — લગભગ ૯ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી ઇઝરાયલી સંસદ, નેસેટને પણ સંબોધિત કરી. વડાપ્રધાન મોદી બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૧૨ઃ૪૫ વાગ્યે તેમની સત્તાવાર મુલાકાતે ઇઝરાયલ પહોંચ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઇઝરાયલની સંસદમાં સંબોધન કર્યું હતું. ભાષણની શરૂઆત શાલોમ અને નમસ્તેથી કરી. તેમણે કહ્યું કે, ‘આ સંસદમાં હોવું મારા માટે સન્માનની વાત છે. ભારતના વડાપ્રધાન હોવાના નાતે હું ૧૪૦ કરોડ ભારતીયોની મિત્રતાનો સંદેશ લાવ્યો છું. હું ૧૪૦ કરોડ ભારતીયોની શુભકામનાઓ તમારા માટે લાવ્યો છું.’પીએમ મોદીએ કહ્યું કે, ‘મને ઇઝરાયલની પહેલી યાત્રા કરનારા ભારતના વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય મળ્યું અને હું અહીં ફરી આવ્યો અને વધુ ખુશ છું. મારો જન્મદિવસ એ જ દિવસે હોય છે, જે દિવસે ભારતે ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી.’નેસેટને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ૭ ઓક્ટોબરના હુમલાની ટીકા કરી. તેમણે આને ક્રૂર હુમલો ઘણાવતા ભારત તરફથી સંવેદના વ્યક્ત કરી. તેમણે ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ભારત પણ આતંકવાદનો શિકાર છે. મારી સંવેદનાઓ તે તમામ લોકોના પરિવાર સાથે છે, જેમણે હમાસના હુમલાઓમાં પોતાના જીવ ગુમાવ્યા. ભારત ઈઝરાયલની સાથે ઉભું છે અને આગળ પણ ઉભું રહેશે.’વડાપ્રધાન મોદીએ ઇઝરાયલી સંસદને સંબોધિત કરતા હમાસને આડેહાથ લેતા કહ્યું કે, ‘નિર્દોષ નાગરિકોની હત્યા કોઈપણ સંજોગોમાં સહન નહીં. કોઈપણ કિંમત પર નિર્દોષોની હત્યાને યોગ્ય ન ગણી શકાય. શાંતિનો રસ્તો હંમેશા સરળ નથી હોતો, પરંતુ ભારત શાંતિ લાવવાની આ પ્રક્રિયામાં હંમેશા સાથે છે. ગાઝા શાંતિ પ્રયાસમાં ભારત તમારી સાથે છે.’પીએમ મોદીએ કહ્યું કે, ‘આતંકવાદ પર ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. આતંકવાદ પર બેવડું વલણ સહન નહીં. અમારી આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરેન્સની નીતિ છે. ભારત ક્ષેત્રિય સ્થિરતા અને શાંતિના પક્ષમાં છે. ભારત અબ્રહામ અકોર્ડના સમર્થનમાં છે. યહૂદી સમુદાય ભારતમાં કોઈ ડર વગર રહે છે. યહૂદી સમુદાયે ભારતને સમૃદ્ધ બનાવ્યું છે.’પીએમ મોદીએ કહ્યું કે, ‘ભારત અને ઇઝરાયલના સંબંધ ૨૦૦૦ વર્ષ જૂના છે. વર્લ્ડ વોર ૧માં ૪૦૦૦ ભારતીય સૈનિકોએ શહીદી વ્હોરી હતી. હાઇફામાં ભારતીય સૈનિકોએ શહીદી આપી. યહૂદી નરસંહારનો ઇતિહાસ કાળો છે.’ભારત ગાઝા શાંતિ પહેલને મજબૂત સમર્થન આપે છેઃ પીએમ મોદીપીએમ મોદીએ કહ્યું, ‘યુએન સુરક્ષા પરિષદ દ્વારા સમર્થન પામેલ ગાઝા શાંતિ પહેલ આગળ વધવાનો માર્ગ પ્રદાન કરે છે. ભારતે આ પહેલ માટે પોતાનો મજબૂત ટેકો વ્યક્ત કર્યો છે. અમારું માનવું છે કે તે પેલેસ્ટિનિયન મુદ્દાને સંબોધવા સહિત, પ્રદેશના તમામ લોકો માટે ન્યાયી અને સ્થાયી શાંતિનું વચન ધરાવે છે. અમારા બધા પ્રયાસો શાણપણ, હિંમત અને માનવતા દ્વારા સંચાલિત થાય. શાંતિનો માર્ગ હંમેશા સરળ હોતો નથી, પરંતુ ભારત પ્રદેશમાં સંવાદ, શાંતિ અને સ્થિરતા માટે તમારી અને વિશ્વની સાથે ઉભો છે.’મોદી મારા મિત્રથી વિશેષ મારા ભાઈઃ નેતન્યાહૂઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ સંસદમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા તેમના ભરપૂર વખાણ કર્યા. નેતન્યાહૂએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી મિત્રથી વિશેષ મારા ભાઈ છે.

Related posts

ઈરાન પર અમેરિકાની આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક વેપાર પર ૨૫ ટકા ટેક્સ લાદવાની જાહેરાત

Master Admin

અમેરિકા, ઈઝરાયેલ અને યુરોપના દેશોના ઓઈલ ટેન્કર નહીં પસાર થવા દઈએઃ ઈરાન

Master Admin

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાનની પડખે ઉભુ રહ્યું !

Master Admin

Leave a Comment

Translate »