Nirmal Metro Gujarati News
international

પીએમ મોદીએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ

તેમને આશરો આપ્યો હતો

૫૦૦ પોલિશ મહિલાઓ અને ૨૦૦ બાળકો ભરેલું જહાજ જયારે ઈરાન પહોંચ્યું તો ત્યાં આ લોકોને શરણ ન મળી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલની સંસદ (નેસેટ)માં સંબોધન કરતી વખતે ગુજરાતના જામ સાહેબ અને તેમણે શરણ આપેલા પોલિશ(પૉલેન્ડ) અને યહૂદી લોકોનો ઉલ્લેખ કર્યો, વડાપ્રધાને કહ્યું કે, હોલોકોસ્ટ માનવતાના ઈતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંનું એક છે. તેમ છતાં, તે સંઘર્ષના વર્ષો દરમિયાન પણ, માનવતાના કેટલાક એવા કાર્યો સામે આવ્યા જે ખરેખર અનન્ય હતા. ગુજરાતના નવાનગરના મહારાજા, જેઓ જામ સાહેબ તરીકે પણ ઓળખાય છે, તેમણે પોલિશ બાળકોને આશ્રય આપ્યો હતો, જેમાં એવા યહૂદી બાળકો પણ સામેલ હતા જેમને આશરો આપનાર બીજું કોઈ નહોતું.પીએમ મોદીએ કહ્યું કે, ‘આતંકવાદ પર ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. આતંકવાદ પર બેવડું વલણ સહન નહીં. અમારી આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરેન્સની નીતિ છે. ભારત ક્ષેત્રિય સ્થિરતા અને શાંતિના પક્ષમાં છે. ભારત અબ્રહામ અકોર્ડના સમર્થનમાં છે. યહૂદી સમુદાય ભારતમાં કોઈ ડર વગર રહે છે. યહૂદી સમુદાયે ભારતને સમૃદ્ધ બનાવ્યું છે.’પીએમ મોદીએ કહ્યું કે, ‘ભારત અને ઇઝરાયલના સંબંધ ૨૦૦૦ વર્ષ જૂના છે. વર્લ્ડ વોર ૧માં ૪૦૦૦ ભારતીય સૈનિકોએ શહીદી વ્હોરી હતી. હાઇફામાં ભારતીય સૈનિકોએ શહીદી આપી. યહૂદી નરસંહારનો ઇતિહાસ કાળો છે.’જો ઐતિહાસિક ઘટના પર નજર કરીએ તો, હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરીને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી ત્યારે પોલેન્ડના સૈનિકોએ તેમની ૫૦૦ મહિલાઓ અને લગભગ ૨૦૦ બાળકોને જહાજમાં બેસાડી સમુદ્રમાં છોડી દીધા હતા. તેમજ જહાજના કપ્તાનને કહેવામાં આવ્યું કે તેઓને કોઈ પણ દેશમાં લઇ જાઓ કે જ્યાં તેમને આશ્રય મળી શકે અને અમે યુદ્ધમાં બચી જશું તો ફરી મળીશું. ૫૦૦ પોલિશ મહિલાઓ અને ૨૦૦ બાળકો ભરેલું જહાજ જયારે ઈરાન પહોંચ્યું તો ત્યાં આ લોકોને શરણ ન મળી. ત્યારબાદ ઘણા દેશ દ્વારા તેમની સાથે આવું જ વર્તન થયું. અંતે આ જહાજ ભટકતું ગુજરાતના જામનગર પહોંચ્યું. ત્યારે જામનગરના તત્કાલીન રાજા હતા રાજા જામ સાહેબ દિગ્વિજય સિંહજી. તેમણે જામનગરથી ૨૫ કિમી દૂર બાલાછડીમાં આ લોકોને શરણ આપી. તેમના માટે તેમના ઘરના દરવાજા ખોલી દીધા હતા. મહારાજાએ એટલું જ નહીં, પરંતુ મહારાજાએ નવ વર્ષ સુધી આટલા લોકોની સંભાળ પણ લીધી. તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી. આ ઉપરાંત આ બાળકોના ભણતર માટે રિયાસતની સૈનિક સ્કુલમાં તેમના શિક્ષણની વ્યવસ્થા પણ કરી આપી હતી.

Related posts

શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત સાથે સંરક્ષણ, અવકાશ, ઉર્જા ક્ષેત્રોને આવરી લેતા કરારો કર્યા

Master Admin

ભારત સ્વતંત્ર છે, તે કોઈપણ પાસેથી તેલ ખરીદી શકે છે

Master Admin

અમેરિકામાં ભીષણ વિન્ટર સ્ટોર્મમાં ૧૨ના મોતઃ ૨૦ કરોડથી વધુ લોકોને અસર

Master Admin

Leave a Comment

Translate »