Nirmal Metro Gujarati News
GujaratPolitics

કોંગ્રેસનો સળગતો સવાલઃ ૩૦ રૂપિયામાં વડાપાંઉ નથી મળતું, સગર્ભાને ૨૭ રૂપિયામાં ભોજન કેવી રીતે અપાય છે?

સરખું ભોજન ન મળવાના કારણે બાળકો કુપોષણનું કારણ આ બની રહ્યું છે : ૭૫ રૂપિયાનું ભોજન કરાવવાની માંગ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ – ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રનો આજે નવમો દિવસ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સગર્ભા માતાઓને અપાતા ભોજનની રકમ સામે સવાલો ઉઠાવ્યા હતા. બજેટમાં પ્રાવધાન બજેટ સુધા યોજનાની રકમ સામે વેધક પ્રહારો કર્યા કે, ૩૦ રૂપિયામાં તો બહાર વડાપાંઉ પણ નથી મળતું, તો સગર્ભા માતાઓને ૨૭ રૂપિયામાં ભોજન કેવી રીતે અપાય છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ગૃહમાં સગર્ભા માતાઓને અપાતા ભોજનની રકમ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું હતુ કે, બજેટમાં પ્રાવધાન પોષણ સુધા યોજના સગર્ભા માતાઓને જમાડાય છે. સગર્ભા માતાઓને દાળ ભાત શાક રોટલી અને કંચુબર સાથે ફરસાણ આપવાની જોગવાઈ છે. પરંતુ મેનૂ સામે નક્કી થયેલી રકમ માત્ર રૂપિયા ૨૭ આપે છે. પરંતુ માર્કેટમાં ૩૦ રૂપિયામાં વડાપાઉ પણ નથી મળતું.

તેઓએ આગળ કહ્યું કે, સરખું ભોજન ન મળવાના કારણે બાળકો કુપોષણનું કારણ આ બની રહ્યું છે. સગર્ભાઓને ભોજન માટે ૭૫ રૂપિયાનું ભોજન કરાવવાની માંગ છે. આ ઉપરાંત પ્રાથમિક શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છેલ્લા બે વર્ષથી આદિવાસી વિસ્તારમાં બંધ છે. ટેક્સિ પાસિંગનો આગ્રહ વિભાગ રાખે પણ આદિવાસી વિસ્તારમાં આ યોગ્ય નથી. આદિવાસી વિસ્તારમાં છૂટછાટ અપાય તેવી માંગ છે. મધ્યાહન ભોજન શાળામાં યોગ્ય નથી અપાતું. આશ્રમ શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરાય છે.
સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખૂબ મહત્વપૂર્ણ છે. આ અવસ્થા દરમિયાન માતાના ગર્ભમાં રહેલા શિશુને અને બાળકને સ્તનપાન કરાવવા માટે વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. માતાની આ જરૂરિયાતને પહોંચી વળવા રાજય સરકારે પ્રાયોગિક ધોરણે વર્ષ ૨૦૧૭-૧૮ માં “પોષણ સુધા યોજના” શરૂ કરી હતી. જે અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. આ સાથે આર્યન, કેલ્શિયમની ગોળી તથા આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવે છે.

પ્રાયોગિક ધોરણે હાલ રાજ્યના આદિજાતી વિસ્તારમાં દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા એમ પાંચ જિલ્લાના ૧૦ ૈંઝ્રડ્ઢજી ઘટકમાં સ્પોટ ફીડિંગ કાર્યક્રમ ચાલુ કરાયુંચે. આ યોજનાના સારા પરિણામો મળતા વર્ષ-૨૦૨૨-૨૩થી તેનો વ્યાપ વધારીને તમામ બાકી રહેલા આદિજાતિ વિસ્તાર જિલ્લાઓના આદિજાતિ ઘટકોમાં અમલીકરણ કરવામાં આવ્યા છે.

આ સાથે તેઓએ સવાલ ઉઠાવ્યા કે, આશ્રમ શાળાઓમાં ગૃહમાતા અને ગૃહ પિતાની જગ્યાઓ ખાલી છે. જેના કારણે ક્યારેક બાળકીઓની છેડતીના કિસ્સા થાય છે. તાત્કાલિક આવી જગ્યાઓ ભરાય તેવી માંગ છે. નવસારીથી મધ્યાહન ભોજન બનીને આવે છે. મધ્યાહન ભોજન ગરીબ બાળકોને ગરમ મળે છે. મધ્યાહન ભોજનમાં ઈયળ અને કીડી નીકળે છે.

તો આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સવાલ કર્યા કે, જુનાગઢ અને રાજકોટમાં કેટલુ અનાજ આપવામાં આવે છે? ગુજરાતમાં ૩૫ લાખ લોકો સરકાર પર નિર્ભર છે. ૯૩ હજાર લોકોને જુનાગઢ અને રાજકોટમાં દુકાનમાંથી અનાજ વેચવા બદલ ૩૮ હજારનું કમિશન ચૂકવવામાં આવ્યું હતું.

રાજકોટમાં ૧૫૬૮૧૭૭૮૯ રૂપિયા કમિશન ચૂકવવામાં આવે છે. ૧૦ કિલો અનાજ ચૂકવવામાં સરકાર ગરીબોના પાછળ ૫૨ કરોડ ચૂકવ્યા છે. આના કરતા જો રોકડા આપવામાં આવે તો લોકોને જ્યાંથી અનાજ લેવું હોય ત્યાંથી લઈ શકે. સૌથી મોટો ખર્ચો તો કમિશનમાં જ વાપરી દેવામાં આવે છે. સરકાર ૩૦ વર્ષથી મીઠું આપવામાં આવે છે.

Related posts

બોર્ડની પરીક્ષામાં ધમકી મળશે તો શાળા તરત ખાલી નહીં કરાવાય

Master Admin

ધો. ૧૦ અને ૧૨ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર

Master Admin

એપ્રિલથી દિલ્હી-હરિયાણા સહિત ૨૩ રાજ્યોમાં શરૂ થશે SIR પ્રક્રિયા

Master Admin

Leave a Comment

Translate »