Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
internationalnational

ભારતીય ધ્વજ ધરાવતાં ૩૭ જહાજો, ૧૧૦૯ ખલાસીઓ અટવાયાં

જહાજો અખાતી દેશોમાંથી ભારત પરત આવી રહ્યાં હતા

હાલમાં ચાલી રહેલી લડાઈમાં અત્યાર સુધીમાં વિદેશી જહાજમાં કામ કરતાં ત્રણ ભારતીયોના મોત નિપજ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ માર્ચ ૨૦૨૬ — પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ઘને પગલે ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેતાં ઈરાન, ઓમાન તથા તેને સંલગ્ન આસપાસના અન્ય દરિયાઈ વિસ્તારોમાં ભારતીય ધ્વજ ધરાવતાં ૩૭ જહાજો અને ૧,૧૦૯થી વધુ ખલાસીઓ મધદરિયે અટવાઈ પડ્યાં છે. મધદરિયે અટવાઈ પડેલાં આ જહાજો પેકીના કેટલાંક ક્રૂડ ઓઈલ તથા એલએનજી લઈ ભારતના બંદરો તરફ આવી રહ્યાં છે. જ્યારે અન્ય જહાજો અખાતી દેશોમાંથી અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો લઈ ભારત આવી રહ્યાં છે. આ અંગે માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ તમામ શિપિંગ કંપનીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હાલમાં ચાલી રહેલી લડાઈમાં અત્યાર સુધીમાં વિદેશી જહાજમાં કામ કરતાં ત્રણ ભારતીયોના મોત નિપજ્યાં છે. શિપિંગ ક્ષેત્ર સંકળાયેલ વિવિધ વિભાગો વચ્ચે ત્વરીત સંકલન માટે શિપિંગ મંત્રાલય દ્વારા ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરાઈ છે. જેથી કટોકટીની કોઈ પણ સ્થિતિમાં ત્વરિત નિર્ણય લઈ શકાય તથા ભારતીય નાવિકો તથા તેમના પરિવારજનોને તાત્કાલિક સહાય ઉપલબ્ધ બનાવી શકાય.

Related posts

અમેરિકાએ મિડલ ઈસ્ટમાં ૨૫૦૦ મરીન-યુદ્ધ જહાજ રવાના કર્યા

Master Admin

નાઈજીરિયામાં ISના આતંકીઓનો બે ગામો પર હુમલો, ૧૬૨ લોકોનાં મોત

Master Admin

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું

Master Admin

Leave a Comment

Translate »