Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ગેનીબેન-મેવાણી-શક્તિસિંહને નવી જવાબદારી સોંપવામાં આવી

ગુજરાત કોંગ્રેસે બદલી ચાલ

કોંગ્રેસ અધ્યક્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાંચ રાજ્ય સ્તરીય સમિતિઓની રચનાને મંજૂરી આપી દીધી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૫ માર્ચ ૨૦૨૬ — સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડ પર આવી ગયું છે. ચૂંટણી માટે ૫ રાજ્ય સ્તરીય સમિતિઓની રચના કરી છે. આગામી ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે અનુભવી દિગ્ગજો અને યુવા નેતાઓને વિવિધ સમિતિઓમાં મહત્વના હોદ્દા આપી મોટી જવાબદારીઓ સોંપી છે. જિગ્નેશ મેવાણી, ભરતસિંહ સોલંકી, લાલજી દેસાઈ, પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોર, જગદીશ ઠાકોરને મહત્વની જવાબદારીઓ સોંપાઈ છે.

કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાંચ રાજ્ય સ્તરીય સમિતિઓની રચનાને તાત્કાલિક મંજૂરી આપી દીધી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પ્રયાસો શરૂ કરી દીધા છે. કોંગ્રેસે હવે ચૂંટણી જીતવા માટે કમર કસી છે, તેવું પક્ષના સંકેતો પરથી લાગી રહ્યું છે.

કોને કઈ જવાબદારી સોંપાઈ
ભરતસિંહ સોલંકી બન્યા સ્ટ્રેટજી કમિટીના ચેરમેન
લાલજી દેસાઈ સ્ટ્રેટેજી કમિટીના વાઈસ ચેરમેન
શક્તિસિંહ ગોહિલ કેમ્પેઈનિંગ કમિટીના ચેરમેન
પરેશ ધાનાણી કેમ્પેઈન કમિટીના વાઈસ ચેરમેન
ગેનીબેન ઠાકોર બન્યાં કેમ્પેઈન કમિટીનાં કન્વીનર
સિદ્ધાર્થ પટેલને બનાવાયા ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન
જિગ્નેશ મેવાણીને ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા
જગદીશ ઠાકોરની પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન કમિટીના ચેરમેન પદે નિમણૂંક
પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન કમિટીના વાઈસ ચેરમેન તરીકે ઈન્દ્રવિજયસિંહ ગોહિલ જવાબદારી
શૈલેષ પરમારને મેનિફેસ્ટો કમિટીના ચેરમેન બનાવાયા

આ ઉપરાંત મેનિફેસ્ટો કમિટીના ચેરમેન તરીકે શૈલેષ પરમાર, વાઈસ ચેરમેન ઋત્વિક મકવાણા અને કન્વીનર તરીકે ડો. મનીષ દોશીની નિયુક્તિ કરાઈ છે.

તો બીજી તરફ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઇ કોંગ્રેસ એક્શનમાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. કોર્પોરેશન, પંચાયત ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જિલ્લા કક્ષાએ બનાવી ચૂંટણી સમિતિઓ બનાવી દેવાઈ છે. જિલ્લા ચૂંટણી સમિતિ ઉમેદવારોના પેનલ તૈયાર કરશે. તેમજ વોર્ડ વાઇઝ અને બેઠક વાઇઝ નામ લેવાની પ્રક્રિયા શરૂ કરાશે. આબાદ દાવેદાર પોતાના ઉમેદવાર માટે નામ જિલ્લા ચૂંટણી સમિતિને આપવામાં આવશે. તેના બાદ જ સ્થાનિક કક્ષાએ જિલ્લા ચૂંટણી સમિતિ નામ પર મ્હોર મારશે. જિલ્લા ચૂંટણી સમિતિ પેનલ બનાવી પ્રદેશ ચૂંટણી સમિતિને નામ મોકલશે. તેના બાદ યોગ્ય ઉમેદવાર માટે નિર્ણય લેવાશે.

Related posts

ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણયઃ ૧૧૧ કર્મચારીઓની બદલી

Master Admin

ગઝનીથી ઔરંગઝેબ સુધીના ઇતિહાસમાં દફનાઈ ગયા, સોમનાથ ત્યાં જ ઊભું છે

Master Admin

ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહે ગળે ફાંસો ખાધો

Master Admin

Leave a Comment

Translate »