Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

“અમે સૈનિકોની રાહ જોઈ રહ્યા છીએ” : ઈરાનનો અમેરિકાને પડકાર

‘હજુ તો યુદ્ધ શરૂ થયું છે’ : અમેરિકા

ઈરાની વિદેશ મંત્રીએ અમેરિકા કે ઈઝરાયેલ સાથે કોઈપણ પ્રકારની શાંતિ વાર્તા કે યુદ્ધવિરામની શક્યતાઓને ફગાવી દીધી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૦૬ માર્ચ ૨૦૨૬ — અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં હવે શાબ્દિક યુદ્ધ પણ તેજ બન્યું છે. અમેરિકાના સંરક્ષણ મંત્રીએ જ્યારે યુદ્ધ ચાલુ રાખવાનો ઈરાદો દર્શાવ્યો છે, ત્યારે ઈરાને અમેરિકાની સેનાને જમીની જંગ માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે.ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો અમેરિકાની સેના ઈરાનની ધરતી પર પગ મૂકશે, તો તેના પરિણામો અત્યંત ભયાનક અને ‘આપત્તિજનક’ હશે. એક ઈન્ટરવ્યુમાં અરાગચીએ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન અમેરિકાના કોઈપણ ગ્રાઉન્ડ ઓપરેશનનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. જ્યારે તેમને સંભવિત આક્રમણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આક્રમક રીતે કહ્યું, “ના, અમે તો તેમની રાહ જોઈ રહ્યા છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે અમે તેમનો સામનો કરી શકીએ છીએ.”બીજી તરફ, અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઈરાનની ગેરસમજ દૂર કરતા જણાવ્યું હતું કે વૉશિંગ્ટને હજુ તો લડાઈની શરૂઆત જ કરી છે. તેમણે સંકેત આપ્યા કે જો ઈરાન એમ માનતું હોય કે અમેરિકા આ યુદ્ધ લાંબો સમય ચાલુ નહીં રાખી શકે, તો તે તેની મોટી ભૂલ છે. અમેરિકા પોતાના સૈન્ય અભિયાનને વધુ વેગ આપવા માટે તૈયાર છે અને તેહરાન પર દબાણ ઘટાડવાનો તેમનો કોઈ ઈરાદો નથી.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ઓપરેશન એપિક ફ્યુરી’ વિશે વાત કરતા દાવો કર્યો છે કે ઈરાન પાસે હવે ન તો વાયુસેના બચી છે કે ન તો કોઈ મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ. ટ્રમ્પના મતે, ઈરાનના ૬૦% થી ૬૪% સૈન્ય સંસાધનો, મિસાઈલો અને લોન્ચર્સ નષ્ટ થઈ ચૂક્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકી સેનાએ માત્ર ત્રણ દિવસમાં ઈરાનના ૨૪ જહાજોને દરિયામાં જળમગ્ન કરી દીધા છે.ઈરાની વિદેશ મંત્રીએ અમેરિકા કે ઈઝરાયેલ સાથે કોઈપણ પ્રકારની શાંતિ વાર્તા કે યુદ્ધવિરામની શક્યતાઓને ફગાવી દીધી છે. સતત થઈ રહેલા હવાઈ હુમલાઓ છતાં તેહરાન ઝૂકવા તૈયાર નથી. અરાગચીએ જણાવ્યું કે ઈરાને ભૂતકાળના સંઘર્ષોમાંથી પાઠ શીખ્યા છે અને જો આ યુદ્ધ જમીની સ્તર પર વધશે, તો તે અમેરિકા માટે મોટી આફત સાબિત થશે.

Related posts

ભારતના નેતૃત્વવાળા સોલાર એલાયન્સ સહિત ૬૬ ઈન્ટરનેશનલ સંગઠનો સાથે અમેરિકાએ છેડો ફાડ્યો

Master Admin

ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ પર અમેરિકાના ભીષણ હુમલા

Master Admin

ભારત અમારી પાસેથી ઓઇલ નહીં ખરીદે તેવું કોઈ નિવેદન નથી આપ્યું : રશિયા

Master Admin

Leave a Comment

Translate »