Nirmal Metro Gujarati News
AwarenessbusinessGujarat

અમદાવાદમાં ૨૮ ફેબ્રુઆરીએ UFIT ફ્લો ફેસ્ટનું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — અમદાવાદમાં આગામી 28મી ફેબ્રુઆરીએ સાંજે 04:00 વાગ્યાથી કવિશા UFIT ફ્લો ફેસ્ટ2026 યોજાવા જઈ રહ્યો છે. શનિવાર, 28 ફેબ્રુઆરીના રોજ ગુલમોહરગ્રીન્સ ખાતે ગુજરાતનો આ પ્રથમ મોટા પાયાનો સ્પિનરેવ ફિટનેસ ફેસ્ટિવલ યોજાશે, જેનો ઉદ્દેશ્ય ફિટનેસ, વેલનેસ, કોમ્યુનિટીસ અને મ્યુઝિકને એક મંચ પર લાવવાનો છે.

પ્રખ્યાત ફિટનેસ ટ્રેનર પૂજા આહુજા દ્વારા સ્થાપિત UFIT સ્પિનોવેશન દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ સ્પર્ધાત્મક રમતગમતની ઇવેન્ટને બદલે મુવમેન્ટ નો મહોત્સવ છે. શિખાઉ માણસો તેમજ અનુભવી ફિટનેસ પ્રેમીઓ માટે તૈયાર કરવામાં આવેલો આ ફેસ્ટિવલકસરતને આકર્ષક, સમાવેશી અને અનુભવલક્ષી બનાવવાનો પ્રયાસ કરે છે.

આ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ ‘સ્પિનરેવ’ હશે, જેમાં 100 સ્પિનબાઈક્સ પર 45 મિનિટના હાઈ-એનર્જી સત્રો યોજાશે. અહીં પાર્ટિસિપન્ટ્સ મ્યુઝિક અને લાઈટ ઈફેક્ટ્સની સાથે સ્પિન કરશે. આ ઉપરાંત, કુદરતી વાતાવરણમાં 30 મિનિટના હાઈબ્રિડ આઉટડોર વર્કઆઉટ સત્રો યોજાશે, જેમાં દોરડા, ટાયર, સેન્ડબેગ્સ અને નેચરલ મૂવમેન્ટ કસરતોનો સમાવેશ કરવામાં આવશે.

આ ફેસ્ટિવલમાં ટ્રેઝરહન્ટ, બોર્ડ ગેમ્સ અને ઇન્ટરેક્ટિવ ફિટનેસ ચેલેન્જીસ પણ રાખવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય ટીમવર્ક અને એંગેજમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.

વેલનેસ-આધારિત અનુભવો, જેમાં સાઉન્ડ હીલિંગ થેરાપી સત્રો અને પોટરી જેવી પ્રવૃત્તિઓ પાર્ટિસિપન્ટ્સને તણાવમુક્ત થવાની અને ફરીથી રિચાર્જ થવાની તક પૂરી પાડશે. આ ઉપરાંત, સમગ્ર સ્થળ પર વિવિધ ગેમ્સ અને થીમ-આધારિત ઝોન બનાવવામાં આવશે, જે ઉત્સવના વાતાવરણને વધુ જીવંત અને આકર્ષક બનાવશે.

કવિશા દ્વારા આયોજિત આ ઇવેન્ટનું સમાપન ‘ટેકનો સનડાઉનર પાર્ટી’ સાથે થશે, જેમાં તમામ પાર્ટિસિપન્ટ્સ સંગીતના તાલે એકઠા થઈ સામૂહિક ઊર્જા અને સહભાગિતાની ઉજવણી કરશે.

UFIT સ્પિનોવેશનના સ્થાપક પૂજા આહુજાએ જણાવ્યું હતું કે, “UFIT ફ્લો ફેસ્ટનું નિર્માણ ફિટનેસને એક સેલિબ્રેશન જેવો અનુભવ આપવાના વિઝન સાથે કરવામાં આવ્યું છે. આ કોઈ સ્પર્ધા વિશે નથી, પરંતુ જોડાણ  વિશે છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો એક સમુદાય તરીકે સાથે આવે અને દિવસ એવી રીતે વિતાવે કે જેથી તેઓ ઉર્જાવાન અને સકારાત્મક અનુભવે. મુવમેન્ટ, મ્યુઝિક અને પ્રકૃતિના સમન્વય દ્વારા, અમે અમદાવાદને એક અનોખો આઉટડોર ફિટનેસ અનુભવ આપવાની આશા રાખીએ છીએ.”

આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુવમેન્ટ નો આનંદ લેવા, નવા પડકારોનો અનુભવ કરવા અને પાર્ટિસિપન્ટ્સને એક આકર્ષક અને તાજગીભર્યા વાતાવરણમાં પોતાની ક્ષમતાઓની સીમાઓ વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ‘કવિશા UFIT ફ્લો ફેસ્ટ2026’ માં સમગ્ર શહેર અને બહારના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાર્ટિસિપન્ટ્સ જોડાય તેવી અપેક્ષા છે, જે અમદાવાદના સતત વિકસતા ફિટનેસ અને લાઈફસ્ટાઈલ ઇવેન્ટ્સના કેલેન્ડરમાં એક નવું સંભારણું ઉમેરશે.

Related posts

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો

Master Admin

Samsung Announces Exciting Offers and Deals on its AI-Powered TVs, Celebrating the Month of Festivals with Awesome India

Reporter1

Samsung Expands “Galaxy empowered” to Mumbai, Bringing AI and Technology Training to Teachers

Reporter1

Leave a Comment

Translate »