Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

AMCએ પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટ્‌સ-કોમર્સ કોલેજને સીલ કરી

  • કોલેજનો ૧૧ લાખ ૭૭ હજાર જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી
  • પરીક્ષા સમયે જ થયેલી કાર્યવાહીથી વિદ્યાર્થીઓ અટવાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૬ : અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સ બાકી ધરાવતી મિલકતો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી અંતર્ગત પાલડી વિસ્તારમાં આવેલી સરકાર હસ્તક પ્રભુદાસ ઠક્કર આર્ટ્‌સ-કોમર્સ કોલેજને પણ AMC દ્વારા સીલ કરવામાં આવી છે.

કોલેજનો ૧૧ લાખ ૭૭ હજાર જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી માહિતી મુજબ, કોલેજ પાસે કોર્પોરેશનનો રૂ. ૧૧ લાખ ૭૭ હજાર જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો.પરીક્ષા પૂર્વે જ કોલેજને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અટવાયા AMC દ્વારા પરીક્ષા પૂર્વે જ કોલેજને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

હાલ યુનિવર્સિટીની હોલ ટિકિટ વિતરણ પ્રક્રિયા ચાલી રહી છે, તે દરમિયાન જ કોલેજ સીલ થવાથી વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે. મધ્યસત્ર દરમ્યાન લેવાયેલ આ પગલાંથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ મામલે કોલેજના અધ્યાપક મંડળે AMC તંત્ર સમક્ષ રજૂઆત કરી છે અને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક શૈક્ષણિક કોલેજનું સીલ ખોલવાની માંગ કરી છે. શિક્ષણ સંસ્થાને સીલ કરવાના નિર્ણયને લઈને શહેરના શૈક્ષણિક વર્તુળોમાં પણ ચર્ચા જોર પકડી રહી છે.

Related posts

બુલેટ ટ્રેનનું કામ વહેલું પૂર્ણ થતાં શાહીબાગ અંડર બ્રિજ શરૂ કરાયો

Master Admin

સ્વિગીના ‘શી ધ ચેન્જ’ 2026માં અમદાવાદની મહિલા રેસ્ટોરેટર્સનું સન્માન કરાયું

Master Admin

બોપલના વકીલ સાહેબ બ્રિજ નીચે ખેલાયેલો ખૂની ખેલ

Master Admin

Leave a Comment

Translate »