સીમા સુરક્ષા દળ (BSF)એ અત્યંત મહત્ત્વની ચિકન નેક (સિલીગુડી કોરિડોર) વિસ્તારમાં સરહદ સુરક્ષા વધુ મજબૂત કરી દીધી છે
બાંગ્લાદેશમાં અશાંતિ ઉભી થયા બાદ ભારતીય સેના સરહદ પર હાઈએલર્ટ છે. ભારતીય સેનાએ હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ભારતીય સરહદમાં ઘૂસણખોરી અશક્ય કરી નાખી છે. સીમા સુરક્ષા દળ (BSF)એ અત્યંત મહત્ત્વની ચિકન નેક (સિલીગુડી કોરિડોર) વિસ્તારમાં સરહદ સુરક્ષા વધુ મજબૂત કરી દીધી છે. આ ક્રમમાં સેનાએ લગભગ ૭૫ ટકા સરહદી વિસ્તારમાં નવી ડિઝાઈની ફેન્સિંગ લગાવી દીધી છે.
બીએસએફ અધિકારીઓને ટાંકીને કહેવાયું છે કે, ભારતીય સેનાએ ભારત-બાંગ્લાદેશ પરના સંવેદનશીલ વિસ્તારોમાં નવી ડિઝાઈનની ૧૨ ફૂટ ઊંચી ફેન્સિંગ લગાવી દીધી છે. આ નવી ડિઝાઈની ફેન્સિંગ કાપવી અશ્કય છે. જો ઘૂસણખોર તે ફેન્સિંગ કાપવાનો પ્રયાસ કરશે તો પણ તેમાં ગણ સમય લાગશે. સૌથી મહત્ત્વની વાત તેની ઊંચાઈ છે. ફેન્સિંગની ૧૨ ફૂટ ઊંચાઈ હોવાના કારણે ઘૂસણખોરી કરવી પણ મુશ્કેલ છે. આ ફેન્સિંગના કારણે હવે ઘૂસણખોરી કરવાના પ્રયાસો અને પશુઓની તસ્કરી જેવી ઘટનાઓમાં ઘટાડો થશે.
બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘ચિકન નેત ક્ષેત્ર ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોની લાઈફલાઈન છે, કારણ કે આ ભાગ ભારતને પૂર્વોત્તર સાથે જોડે છે. આ કારણે સરહદ સુરક્ષાને અભૂતપૂર્વ સ્તરે મજબૂત કરવામાં આવી રહી છે. નવી ફેન્સિંગ ઉપરાંત સરહદ પર રિયલ-ટાઈમ લાઈવ ફીડ આપતી પૈન-ટિલ્ટ-જૂમ (PTZ) કેમેરા લગાવાયા છે, જેમાં ઘૂસણખોરીની માહિતી તાત્કાલીક મળી જશે.
બીએસએફએ ૨૦૨૫માં ૮.૫ કરોડ રૂપિયાના મૂલ્યના પશુઓ, સોનું, ચાંદી, વન્યજીવ ઉત્પાદન, હથિયારો, દારુગોળો અને અન્ય તસ્કરીના સામાન જપ્ત કર્યા હતા. આ સમયગાળામાં તસ્કર અને ટાઉટ્સ સહિત ૪૪૦ બાંગ્લાદેશી, ૧૫૨ ભારતીય અને ૧૧ અન્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી ૧૮૭ બાંગ્લાદેશી નાગરિકોને જરૂરી કાયદાકીય પ્રક્રિયા પુરી કર્યા બાદ બાંગ્લાદેશને સોંપી દેવાયા હતા.

