એએસસીઆઈના વ્હોટ અ સિગ્મા? અધ્યયનમાં જેન આલ્ફા જાહેરાતો, મનોરંજન અને ઓળખ વધુ ને વધુ અભેદ્ય બની રહ્યા છે તેવી દુનિયામાંથી કઈ રીતે પસાર થાય છે અને કઈ રીતે આકારબદ્ધ થઈ રહ્યા છે તેનું તારણ આપે છે.
- જેન આલ્ફાનાં સાંસ્કૃતિક કોડ, એસ્થેટિક્સ અને ભાષા વૈશ્વિક સ્તરે સિન્ક્રોનાઈઝ્ડ છે, પરંતુ મોટે ભાગે પુખ્તોને અદ્રષ્ટિગોચર છે.
- આ પેઢી માટે ઓનલાઈન અને ઓફફલાઈન બે નહીં પણ એક જ દુનિયા છે, જ્યારે ફોન ડિવાઈસ નથી, પરંતુ તેઓ તેમનું જીવન જ્યાં જીવે છે તે છે.
- યુવા બાળકો (7-12) ઓવર્ટ એડ્સ જોઈ શકે છે, પરંતુ છૂપા કમર્શિયલ હેતુ ચૂકી જાય છે. મોટા બાળકો (13-15) વધુ જાહેરાત નિરક્ષર છે, પરંતુ પેશન પ્રેરિત અને નરેટિવ ઈન્ટીગ્રેટેડ બ્રાન્ડ મેસેજિંગ પ્રત્યે નિર્બળ છે.
- અધ્યયન સિદ્ધાંત આધારિત, ઈકોસિસ્ટમ વ્યાપી પ્રતિસાદ માટે હાકલ કરે છે, જેમાં મંચો, ક્રિયેટરો, જાહેરાતદાતાઓ, વાલીઓ, શાળાઓને સામેલ કરીને જેન આલ્ફા માટે માર્કેટિંગનો જવાબદાર અભિગમ અપનાવવાની ખાતરી રાખવાની બાબતનો સમાવેશ થાય છે.
મુંબઈ | ૧૭મી માર્ચ ૨૦૨૬ — vlogsમાં મિશ્રિત શોર્ચ, જે ગેમપ્લેમાં ડિઝોલ્વ થાય છે, જે સ્પોન્સર્ડ કન્ટેન્ટને માર્ગ આપીને ફ્રેન્ડ્સની ભલામણ જેવા મહેસૂલ કરાવે છે. સ્ક્રીન ક્યારેય ડાર્ક જતી નથી. જેન આલ્ફા ડિજિટલ સ્ટ્રીમ જોવા માગતા નથી, તેઓ તેની ભીતર જીવે છે. આ વાસ્તવિકતા- આકર્ષક અને વ્યાવસાયિક રીતે સક્રિય- એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એએસસીઆઈ) એકેડેમી સમજવા માગે છે. ફ્યુચરબ્રાન્ડ્સ કન્સલ્ટિંગ સાથે સહયોગમાં એએસસીઆઈ એકેડેમીએ વ્હોટ અ સિગ્મા? જારી કર્યું છે, જે અવ્વલ એથ્નોગ્રાફિક રિસર્ચ સ્ટડી 7થી 15 વર્ષના બાળકો (જનરેશન આલ્ફાના) મિડિયા અને કન્ટેન્ટ સાથે કઈ રીતે ઈન્ટરએક્ટ કરે છે અને હાઈપર- ડિજિટલ વાતાવરણમાં કઈ રીતે કમર્શિયલ મેસેજિંગ ઓળખે, વર્ગીકૃત કરે અને અર્થઘટન કરે તેનું પરીક્ષણ કરે છે.
આરંભિક એએસસીઆઈ એડટ્રસ્ટ સમિટ 2026ના ઉદઘાટન કરાયેલું અધ્યયન ઈન-હોમ ઈન્ટરવ્યુ, સિબલિંગ અને સમોવડિયા ચર્ચાવિચારણા અને વાલીઓ, શિક્ષકો, કાઉન્સેલરો, સાઈકોલોજિસ્ટો, માર્કેટરો અને કિડફ્લુએન્સરો સહિત છ ભારતીય શહેરોમાં રોમાંચક એથ્નોગ્રાફિક રિસર્ચ પર હતું.
અધ્યયન કન્ટેન્ટ અને એડવર્ટાઈઝિંગ સાથે બાળકનો સહભાગનાં વિવિધ પાસાં અને ડિજિટલ મિડિયામાં તેમની સન્મુખતાને આકાર આપવામાં વાલીઓ, શિક્ષકો, જાહેરાતદારો અને અલ્ગોરિધમ્સની ભૂમિકાનાં વિવિધ પાસાંની ખોજ કરે છે.
“એએસસીઆઈ એકેડેમીનું અધ્યયન વ્હોટ અ સિગમા? જનરેશન આલ્ફાના કન્ટેન્ટ જીવનમાં તપાસ છે. તેમને જજ કરવાનો હેતુ નથી, પરંતુ તેમને સમજવાનો હેતુ છે. તેમના સાંસ્કૃતિક સંદર્ભના મુદ્દાઓ અગાઉની પેઢીઓથી છૂટા પડી ગયા હોય તેમ જણાય છે. તેઓ જાહેરાતને કઈ રીતે જુએ છે તે વધુ જવાબદાર સહભાગ કાર્યરેખા નિર્માણ કરવાની દિશામાં પ્રથમ પગલું છે, કારણ કે હાલમાં આપણા દેશમાં તેઓ સૌથી યુવા મિડિયા કન્ઝ્યુમરો છે. અમારું લક્ષ્ય હિસ્સાધારકોમાં જવાબદારી સાથે ક્રિયાત્મકતાનું સંતુલન કરવા માટે માહિતગાર અને એકત્રિત વાટાઘાટ છેડવાનું છે,” એમ એએસસીઆઈના સીઈઓ અને સેક્રેટરીજનરલ મનીષા કપૂરે જણાવ્યું હતું.
અધ્યયનમાં ઊભરી આવેલી પાંચ મુખ્ય થીમઃ
- અસંગત પેઢી
જેન આલ્ફા ઈન્ટરનેટ ઊછરી રહી નથી, પરંતુ તેની ભીતર ઊછરી રહી છે. તેમના સાંસ્કૃતિક કોડ્સ, એસ્થેટિક સંવેદનાઓ અને ભાષાકીય ક્ષિતિજ અસલ સમયમાં વૈશ્વિક સ્તરે સિન્ક્રોનાઈઝ્ડ છે, જે એટલી ઝડપથી ઉત્ક્રાંતિ પામી રહી છે કે પુખ્તો તેમના બાળકોની દુનિયામાં કાર્યશીલ રીતે નિરક્ષર બની રહે છે. સંદર્ભો અપરિચિત છે. રમૂજ અસ્પષ્ટ છે. અને છતાં મુંબઈ અથવા વાયઝેગમાં બાળકો માટે આ ટચસ્ટોન્સ તુરંત છે અને એક સમયે રમતના મેદાનમાં થતું તેમ આદાનપ્રદાન કરાય છે. - પ્રશાસકીય ખાલીપો
વાલીઓ અને શિક્ષકો બાળકોની ડિજિટલ દુનિયામાં સાંસ્કૃતિક હથોટી ગુમાવી રહ્યા છે ત્યારે અલ્ગોરિધમનો પ્રવેશ થયો છે. રિસ્પોન્સિવ, વ્યાપક અને વિશિષ્ટતાઓ દર્શકોની અગ્રતાઓ સાથે તાલમેલ સાધે છે, ફીડ ઘણા બધા બાળકોના રોજિંદા જીવનમાં સૌથી ધ્યાનાકર્ષક હાજરી બની ચૂકી છે. વાલીઓ પોતાને સતત સુધારણાની સ્થિતિમાં પામે છે, જેમાં સ્ક્રીન ટાઈમ અને ડિજિટલ ઉપભોગ આસપાસ નિયમો સ્થાપિત કરે છે છે, પરંતુ તેઓ સંપૂર્ણ જોઈ શકતા નથી એવી ક્ષિતિજમાં હાનિકારક કન્ટેન્ટ શું છે તેનાથી અનિશ્ચિત હોઈ આ નિયમ કઈ રીતે લાદવો તે બાબતે ખાતરી નથી. - સમાજ તરીકે ડિજિટલ
જેન આલ્ફા ઓનલાઈન જીવે છે, ઓનલાઈન અને ઓફફલાઈન અલગ દુનિયા નથી. તે એક સાતત્યતાભરી વાસ્તવિકતા છે. કન્ટેન્ટ વધુ ને વધુ નોંધપાત્ર ઈન્ફ્લુએન્સર બની રહી છે. ફોન એ તેઓ ઉપાડે એ એવું ડિવાઈસ નથી, પરંતુ આ અવકાશમાં તેઓ વસવાટ કરે છે. - મહાન મિડિયાને આભારી
કન્ટેન્ટ વિશાળ, પ્રચુર, બહુસંવેદનશીલ અને સીમાપાર ક્ષિતિજ બની ચૂકી છે. જાહેરાતો, મનોરંજન અને વાણિજ્ય એકમાં વિલીન થાય છે. શોર્ટસ, મેમ્સ, vlogs, ગેમપ્લે, એડ્સ અને ‘kid-ified’ એડલ્ટ કન્ટેન્ટના અનોખા પ્રવાહમાં વિલીન થઈ ગયા છે. જેન આલ્ફા શું જોવું તે પસંદ કરતું નથી, પરંતુ તેઓ ફીડ્સમાં વસવાટ કરે છે. સક્રિય પસંદગી અને અસક્રિય શોષકતા વચ્ચેનો ફરક નોંધપાત્ર રીતે પડી ભાંગ્યો છે. - જાહેરાતની ઝાંખી ઓળખ
યુવા બાળકો (7- 12 વર્ષ) સૌથી ઓવર્ટ એડવર્ટાઈઝ, ઈન્ફ્લુએન્સર પ્રમોશન્સ, ગેમિંગ ઈન્ટીગ્રેશન્સ અને મનોરંજન તરીકે નોંધણીકૃત vlog સ્પોન્સરશિપને જ ઓળખે છે. મોટા બાળકો (13-15 વર્ષ)એ વધુ એડ સાક્ષરતા વિકસાવી છે છતાં પેશન પ્રેરિત અને નરેટિવ ઈન્ટીગ્રેટેડ બ્રાન્ડ મેસેજિંગ પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે. નોન- સ્ટોપ મિડિયા સ્ટીમમાં સમગ્ર સ્તરે સમજદારી ઓછી છે.
“અગાઉની પેઢીઓ ડિજિટલ મિડિયા પ્રત્યે સન્મુખ હતી ત્યારે આ પેઢી માટે તેઓ વસવાટ કરે એવી આ દુનિયા છે. તેઓ કન્ટેન્ટ સાથે રૂબરૂ સંબંધ ધરાવે છે, જે વાલીઓ અને પ્રશાસકો સંપૂર્ણ સમજી શકતા નથી. આ અહેવાલ તેઓ શું જુએ છે તેમાં ડોકિયું કરવા સાથે તેઓ અલ્ગોરિધમ્સ, કન્ટેન્ટ અને જાહેરાતથી કઈ રીતે આકારબદ્ધ થયા છે તે પણ દર્શાવે છે. તે જેન આલ્ફા અને તેમની વાસ્તવિકતાઓની સમજદારી નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે, જેની પાછળનો હેતુ જાહેરાત ઈકોસિસ્ટમે કેવી સંરક્ષક દીવાલ બનાવવી જોઈએ તે વિચારવાનું જરૂરી છે,” એમ ફ્યુચરબ્રાન્ડ્સ કન્સલ્ટિંગના સંસ્થાપક અને ડાયરેક્ટર સંતોષ દેસાઈએ જણાવ્યું હતું.
નિદાનથી રાહ સુધી
અહેવાલ ચાર રાહ આસપાસ શાળાઓ સહિત ઈકોસિસ્ટમમાં દરેક કલાકારને અનુકૂળ, સિદ્ધાંત પ્રેરિત અભિગમ કઈ રીતે રાખવો જોઈએ તેનો પ્રસ્તાવ રાખે છેઃ
- યુનિવર્સલ સાઈનપોસ્ટિંગ: ઈકોસિસ્ટમે સાર્વત્રિક ડિઝાઈન સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કમર્શિયલ હેતુ સાઈનપોસ્ટ કરવાની રીત પર કામ કરવાનું આવશ્યક છે, જ્યાં યુવા દર્શકો હાલમાં અદ્રષ્ટિગોચર છે તે ઓળખી શકે.
- ઈકોસિસ્ટમ વ્યાપી જવાબદારી: જાહેરાતદારો, પ્લેટફોર્મ્સ, ક્રિયેટર્સ, શાળાઓ અને વાલીઓ માટે ભૂમિકા હોવી જોઈએ, કારણ કે કોઈ એક કલાકાર એકલો બાળકોનું રક્ષણ નહીં કરી શકે.
- ભવિષ્યલક્ષી સુરક્ષા: સુરક્ષા અને સુખાકારી સાધનોને જોઈએ, જેમ કે, વાલીઓએ પાર્શ્વભૂની પસંદગીને બદલે બાળકોના કન્ટેન્ટ અનુભવોમાં સીધા જ નિયંત્રણ રાખવું જોઈએ.
- શાળામાં મિડિયા અને જાહેરાત સાક્ષરતા: વિધિસર શિક્ષણ થકી સમજાવટ અને વ્યાવસાયિક હેતુની સમજદારી અને ઉંમર યોગ્ય મિડિયા સાક્ષરતા નિર્માણ કરવી. આ કન્ટેન્ટ અને મિડિયા સાક્ષરતા પર મોટા પ્રયાસનો ભાગ બની શકે છે.
આખો અહેવાલ અહીં જોઈ શકશોઃ [LINK]

