અમદાવાદ | ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ — રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને ચિરાગ ખાદી ગ્રામોદ્યોગ વિકાસ સંઘ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બોપલ ખાતે “આઝાદી દિલ સે” શીર્ષક હેઠળ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ કમિશનની અધ્યક્ષ માન. શ્રીમતી ધર્મિષ્ઠા બેન ગજ્જર, ગુજરાત પ્રદેશ ભાજપના સાંસ્કૃતિક સેલના સંયોજક શ્રી જનકભાઈ ઠાક્કર, ભાજપ શહેર મંત્રી શ્રી પ્રજ્ઞેશ પટેલ, ભાજપ પ્રદેશ સભ્ય સાંસ્કૃતિક સેલ શ્રી મહર્ષિ દેસાઈ, કાઉન્સિલર શ્રી જોધપુર વોર્ડ શ્રીમતી ભારતીબેન ગોહિલ, શ્રી ભાવેશ દવે સભ્ય સાંસ્કૃતિક સેલ શહેર ભાજપ, શ્રી પરેશ રામાવત ભાજપ મહામંત્રી થલતેજ વોર્ડ સહિત અનેક રાજકીય, સામાજિક આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોને ખેસ અને મોમેંટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને પણ મોમેંટો આપી સન્માનિત કરવામાં આવ્યા.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતા ગાયકો ખુશાલી જોશી,પ્રિયંકા જોષી,જયેશ દવે, હાર્દિક પુરોહિત, મૃદુલા રાકેશ સોલંકી,હિરવા વ્યાસ સહિતના કલાકારોએ દેશભક્તિ ગીતોની મનમોહક રજૂઆત કરી હતી. ભરતનાટ્યમ નૃત્યાંગના વેદિકા ઠક્કર અને આહના વખારિયાની શાસ્ત્રીય નૃત્ય રજૂઆતએ પણ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને અંતે આભાર પ્રસ્તાવ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. દેશભક્તિની ભાવનાથી સરોબર આ કાર્યક્રમને બોપલ વિસ્તારના નાગરિકોએ ભારે ઉત્સાહપૂર્વક વધાવ્યો હતો.
≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡

