Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

મણિકર્ણિકા ઘાટ વિવાદ : કાશીને બદનામ કરવા તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવાયો

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મહત્ત્વનું નિવેદન
  • ધામના નિર્માણ માટે કોઈ મંદિર તોડવામાં આવ્યું નથી, પરંતુ જર્જરિત મંદિરોને નવજીવન આપીને તેનું મૂળ સ્વરૂપ જાળવી રાખવામાં આવ્યું છે : યોગી

(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ, તા.૧૭ જાન્યુઆરી ૨૦૨૬: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મણિકર્ણિકા ઘાટ વિવાદ મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કાશીને બદનામ કરવા માટે તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવાયો છે. આ પહેલા વારાણસીના મુલાકાતે પહોંચેલા યોગીએ વિશ્વ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ ધામ પહોંચીને ભગવાન કાશી વિશ્વનાથની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ કાળ ભૈરવ મંદિર પહોંચીને આરાધના કરી હતી. કાશી વિશ્વનાથ ધામ અને મણિકર્ણિકા ઘાટ વિવાદ પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષ અને વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે.

તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘કેટલાક તત્વો કાશીના ભવ્ય વારસાને બદનામ કરવા અને તેનું અપમાન કરવા માટે સતત નકારાત્મકતા ફેલાવી રહ્યા છે. જ્યારે કાશી વિશ્વનાથ ધામનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પણ તૂટેલી મૂર્તિઓના આધારે ભ્રમ પેદા કરવાનું ષડયંત્ર રચાયું હતું. ધામના નિર્માણ માટે કોઈ મંદિર તોડવામાં આવ્યું નથી, પરંતુ જર્જરિત મંદિરોને નવજીવન આપીને તેનું મૂળ સ્વરૂપ જાળવી રાખવામાં આવ્યું છે. આજે આ શિવ મંદિરો કાશીની શાન વધારી રહ્યા છે અને બદનામ કરનારાઓના તમામ દાવાઓ પાયાવિહોણા સાબિત થયા છે.’

યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીનું પ્રતનિધિત્વ કરે છે, જેના કારણે છેલ્લા ૧૧ વર્ષમાં કાશીનો વિકાસ થયો છે. કાશીના વિકાસ માટે અનેક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. કાશીમાં નવી નવી સંસ્થાઓ ખુલી રહી છે. કેટલાક લોકો કાશીના વારસાને બદનામ કરવા માટે સતત ષડયંત્ર રચે છે. વર્તમાન સમયમાં કાશી આવનારાઓમાં કોઈપણ પ્રકારનો ડર નથી. આજે કાશીમાં કોઈની પણ સાથે ભેદભાવ થતો નથી.’ વારાણસી સ્થિત મણિકર્ણિકા ઘાટમાં ચાલી રહેલા પ્રોજેક્ટ વચ્ચે યોગી આદિત્યનાથની આ મુલાકાત ખુબ જ મહત્ત્વની મનાય છે.

તેમણે કહ્યું કે, ‘૨૦૧૪ પહેલા કાશી ઘાટની સ્થિતિ ખરાબ હતી. આજે દેશનું સૌથી મોટું નમો ઘાટ કાશીમાં આવેલું છે. કાશીમાં કાશી વિશ્વનાથ ધામમાં ગંગાજળનું પાણી સ્નાન કરવા લાયક ન હતું, આજે તમે કાશીમાં સ્નાન કરી શકો છો. આજે કાશીના તમામ રસ્તાઓ ફોરલેન સાથે જોડાયેલા છે, ટ્રાફિક પણ થતો નથી. એટલું જ નહીં દેશના વિવિધ રાજ્યોમાંથી કાશી સુધી ટ્રેન સેવા પણ ઉપલબ્ધ છે.’

તેમણે એવું પણ કહ્યું કે, ‘દેશના જીડીપીમાં કાશીનું યોગદાન છે. કાશીમાં રોજગારીની નવી નવી તકો ઉભી થઈ છે. ગયા વર્ષે ૧૧ કરોડ લોકોએ કાશીનો વિકાસ નિહાળ્યો હતો. ૨૦૧૪ પહેલા કાશીની સ્થિતિ શું હતું? તે કોઈનાથી છુપાયેલી વાત નથી.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘મણિકર્ણિકા ઘાટના એક કાર્યક્રમનું કામ સીએસઆરના નાણાંથી થઈ રહ્યું છે, સરકારના નાણાંથી નહીં. જોકે કેટલાક લોકો મણિકર્ણિકા ઘાટને બદનામ કરી રહ્યા છે, ષડયંત્ર રચી રહ્યા છે. અહીં સનાતન ધર્મમાં અંતિમ સંસ્કાર થાય છે. લોકો મણિકર્ણિકા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવા માટે આવે છે. કોંગ્રેસે અહિલ્યાબાઈ હોલ્કરને ક્યારે સન્માન આપ્યું નથી. કેટલાક લોકો કાશીના વિકાશમાં અચડચણો ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાશીને લઈને નિવેદનબાજી કરી રહ્યા છે.’

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વારાણસીના પ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટના પુનઃવિકાસને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતો. ખડગેએ કહ્યું હતું કે, ’સૌંદર્યકરણ અને વ્યાપારીકરણના નામે વિરાસતોને બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. PM મોદી ઈતિહાસની દરેક ધરોહરનું નામો નિશાન મિટાવી પોતાની નેમ-પ્લેટ ચોંટાડવા માંગે છે.

Related posts

મુખ્યમંત્રીએ ટાંકી કડડભૂસ થવાને લઈ તંત્ર ઉપર રોષ વ્યક્ત કર્યો

Master Admin

આ વૈશ્વિક આયોજન હતું જેને કોંગ્રેસે ગંદા રાજકારણનો અખાડો બનાવી દીધું

Master Admin

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૭૫ પ્રાથમિક શાળાઓને લાગ્યા તાળા

Master Admin
Translate »