Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujarat

સમર્થ ઈ-મોબિલિટી દ્વારા ભારતમાં નિર્મિત 100 ટકા ઘરેલુ ફુલ- સ્ટેક ઈવી ટેકનોલોજી રજૂ કરી

ઘરઆંગણે એન્જિનિયર કરાયેલું આ પ્લેટફોર્મ બેટરી પેક, BMS, મોટર અને પાવર ઈલેક્ટ્રોનિક્સ સહિત મુખ્ય ઈવી કમ્પોનન્ટ્સને એકીકૃત કરે છે, જે કંપનીની આગામી ઈલેક્ટ્રિક મોટરસાઈકલને પાવર આપશે

અમદાવાદ, ગુજરાત | ૧૦ માર્ચ ૨૦૨૬ — ભારતના ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રવાસમાં નોંધપાત્ર માઈલસ્ટોન પાર કરતાં ટેકનોલોજી પ્રથમ, ઈનોવેશન પ્રેરિત ઈલેક્ટ્રિક મોબિલિટી કંપની સમર્થ ઈ-મોબિલીટી પ્રા. લિ. દ્વારા આજે તેના 100 ટકા ઘરેલુ ફુલ- સ્ટેક ઈલેક્ટ્રિક વેહિકલ ટેકનોલોજી મંચના વિકાસ અને ઉત્પાદનની જાહેરાત કરવામાં આવી હતી. મજબૂત મેક ઈન ઈન્ડિયા વિઝન હેઠળ ભારતમાં સંપૂર્ણ વિકસિત આ મંચ બેટરી પેક, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (બીએમએસ), મોટર, મોટર કંટ્રોલર, પાવર કંટ્રોલ મોડ્યુલ (પીસીએમ), ડીસી- ડીસી કન્વર્ટર, ~1500W ચાર્જિંગ ક્ષમતા પ્રદાન કરતા એઆઈ- કંટ્રોલ્ડ ઓનબોર્ડ ફાસ્ટ ચાર્જર, ઈન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર અને પ્રોપ્રાઈટરી સંચાલન પ્રણાલી ઈન-હાઉસ ઘડાયા અને ઉત્પાદન કરાયા છે. તેની એન્જિનિયરિંગ ક્ષમતાઓની શક્તિ પ્રદર્શિત કરતાં સમર્થ ઈ-મોબિલિટીએ વિક્રમી સમયમાં પરીક્ષણ અને હોમોલોગેટ કરાયેલા મુખ્ય હોમોલોગેશન માઈલસ્ટોન્સ હાંસલ કર્યું છે અને તેનું ઈન-હાઉસ વિકસિત બીએમએસ આઈસીએટી દ્વારા સફળતાથી પરીક્ષણ અને પ્રમાણિત કરાયું છે. આ ઘરેલુ મંચ કંપનીના આગામી ઈલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશનને પાવર આપશે અને વેલ્યુ ચેઈનમાં ઘટતી આયાત નિર્ભરતા સાથે ઘરેલુ ઈવી ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી નિર્માણ કરવાની તેની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે.

એડવાન્સ્ડ ટેકનોલોજી. સિમ્પ્લિફાઈડ ડિઝાઈન. પ્રીમિયમ એક્સપીરિયન્સની ફિલોસોફી પર નિર્મિત સમર્થ ઈ-મોબિલિટીએ ગુજરાતના કલોકમાં તેના આરએન્ડડી એકમમાં તેના ઈવી ટેકનોલોજી સ્ટેક વિકસાવવા ગત ત્રણ વર્ષ વિતાવ્યાં છે. ડીપ એન્જિનિયરિંગ, વ્યાપક પરીક્ષણ અને એકધાર્યા વેલિડેશન થકી કંપનીએ સરળ હાર્ડવેર- સોફ્ટવેર ઈન્ટીગ્રેશન અભિમુખ બનાવે, સિસ્ટમ કાર્યક્ષમતા સુધારે અને ભારતીય રાઈડિંગ સ્શિતિઓ માટે ખાસ તૈયાર કરાયેલી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે બહેતર સુરક્ષા અભિમુખ બનાવતી ઈન-હાઉસ ક્ષમતાઓ નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ યાદગાર અવસરે બોલતાં સમર્થ ઈ-મોબિલિટીના સહ- સંસ્થાપક શ્રી પ્રિયંક રાખોલિયાએ જણાવ્યું હતું કે, “ભારતનું ઈવી રૂપાંતર વધુ એસેમ્બ્લી- પ્રેરિત સમાધાન માગી લે છે. તેમાં ડીપ એન્જિનિયરિંગ, ઘરેલુ ઈનોવેશન્સ અને ભારતીય રાઈડરો માટે ડિઝાઈન્ડ ગ્રાઉન્ડ-અપ પ્રોડક્ટો આવશ્યક છે. સમર્થ ઈ-મોબિલિટીમાં અમે બેટરી સિસ્ટમ્સ અને સોફ્ટવેર આર્કિટેક્ચરથી મોટર અને પાવર ઈલેક્ટ્રોનિક્સ સુધી અમારું સંપૂર્ણ ટેકનોલોજી સ્ટેક ઈન-હાઉસ નિર્માણ કરવામાં ત્રણ વર્ષ વિતાવ્યાં છે. અમે વેલિડેટેડ ટેકનોલોજી, પેટન્ટેડ ડિઝાઈન અને વિશ્વસનીય, હાઈ- પરફોર્મન્સ ઈલેક્ટ્રિક મોબિલિટી સમાધાન પ્રદાન કરવાના સ્પષ્ટ ધ્યેયના ટેકા સાથે ઈલેક્ટ્રિક મોટરસાઈકલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. અમે ટૂંક સમયમાં જ પ્રીમિયમ આકાંક્ષાત્મક સ્પેસમાં અમારી બ્રાન્ડ લોન્ચ કરીશું,, જે ભારતમાં ખરા અર્થમાં આત્મનિર્ભર ઈવી ઈકોસિસ્ટમ નિર્માણ કરવાની અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે.’’

સમર્થ ઈ-મોબિલિટીની ટેકનોલોજી 51,000 કિમી અસલ દુનિયાની રાઈડિંગ, 3400 કિમીથી વધુ ટોર્ચર ટેસ્ટિંગ અને વ્યાપક ડાયનેમોમીટર ટેસ્ટિંગ સહિત સઘન વેલિડેશન હેઠળ પસાર થઈ હોઈ વિવિધ ભારતીય રસ્તાઓ અને હવામાનની સ્થિતિઓમાં વિશ્વસનીયતાની ખાતરી રાખે છે. ડીપ-ટેક રિસર્ચ અને વિકાસના ટેકા સાથે કંપનીની 100+ મેમ્બર એન્જિનિયરિંગ ટીમ રેર- અર્થ- ફ્રી મોટર ટેકનોલોજી અને પ્રોપ્રાઈટરી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (બીએમએસ)ના વિકાસ સહિત આ ઈનોવેશન પ્રેરિત કરી રહી છે. આ ટેકનોલોજી ઈકોસિસ્ટમને ગુજરાતના છત્રાલમાં સમર્થ ઈ-મોબિલિટીનું 1,50,000+ ચો.ફૂટમાં પથરાયેલું ઉત્પાદન એકમ ટેકો આપે છે, જ્યાં માસિક 45,000થી વધુ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદન કરવાની ક્ષમતા છે અને ઉચ્ચ સ્તરની વૃદ્ધિ માટે કંપની વાર્ષિક 5 લાખથી વધુ યુનિટ્સ ઉત્પાન કરવાની ક્ષમતા ધરાવે છે.

ફુલ- સ્ટેક એન્જિનિયરિંગ પાયો, મજબૂત આરએન્ડડી ઈન્ફ્રાસ્ટ્રક્ટર અને સુરક્ષા, પરફોર્મન્સ તથા વિશ્વસનીયતા પર એકાગ્રતા સાથે સમર્થ ઈ-મોબિલિટી ભારતની ઝડપથી વિકસતા ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર બજારમાં નોંધપાત્ર પ્રભાવ પાડવા સુસજ્જ છે. સમર્થ આ વર્ષે તેની પ્રથમ બ્રાન્ડ અને ઇલેક્ટ્રિક મોટરસાઇકલ રજૂ કરવાની યોજના ધરાવે છે, જે દેશમાં ટેકનોલોજી-આધારિત, સ્વદેશી ઇલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશન્સ માટે એક નવા બેન્ચમાર્કની શરૂઆત કરશે.

Related posts

Samsung India Launches Sound Tower Featuring Powerful Sound, Customizable Lighting, and Extended Playtime in a Portable Design

Master Admin

બોપલ ખાતે “આઝાદી દિલ સે” દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન

Master Admin

સેમસંગ દ્વારા ભારતમાં 100% બીસ્પોક AI એર કંડિશનર લાઈનઅપ જાહેરઃ 23 મોડેલ લોન્ચ કરાયા

Master Admin

Leave a Comment

Translate »