Nirmal Metro Gujarati News
Automobilebusiness

Škoda Auto એ ભારતમાં નવી Kushaq ની રજૂઆત કરી

યુરોપિયન ટેક્નોલૉજીને ભારતીય રસ્તાઓ માટે ઉપલબ્ધ કરાવવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને આગળ વધારવા આવી છે, નવી Kushaq, જે છે #EasytoLove
  • પોતાની છટા દર્શાવવામાં સહજ: Škoda ની આધુનિક સુદૃઢ ડિઝાઇનની ફિલસૂફીને દર્શાવવા ઉપરાંત તે બ્રાન્ડની અનન્ય યુરોપિયન ડિઝાઇનની પ્રસ્તુતિ પણ જાળવી રાખે છે; મોન્ટે કાર્લો બેજ આ મોડેલના લૉન્ચના સમયથી જ ઉપલબ્ધ છે
  • ચલાવવામાં સહજ: તમામ વેરિયન્ટ્સમાં ટર્બોચાર્જ્ડ એન્જિન સાથે, ખરા અર્થમાં અસરદાર ઑટોમેટિક્સ રજૂ કરે છે
  • સેગમેન્ટમાં સૌપ્રથમ એવું ટ્રાન્સમિશન: પ્રસ્તુત છે નવતર આઠ-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઑટોમેટિક સાથે જોડીમાં દમદાર તેમજ કાર્યક્ષમ 1.0 TSI, સાથે જ એક છ-સ્પીડ મેન્યુઅલ અને 1.5 TSI વાળું ભરોસાપાત્ર સાત-સ્પીડ DSG ઑટોમેટિક
  • માણવામાં સહજ અનુભવ: Kushaq માં પહેલવહેલી વખત પ્રસ્તુત, શ્રેણીમાં સૌપ્રથમ એવી પાછલી સીટ પર મસાજ સુવિધા અને પૅનરૅમિક સનરૂફ લાક્ષણિકતાઓથી ભરપૂર રજૂઆતો થકી આરામદાયક અનુભવને નવી પરિભાષા આપે છે
  • બેઝ વેરિયન્ટથી શરુ કરતાં જ આગવી છટાવાળી સ્ટાન્ડર્ડ લાક્ષણિકતાઓ: ઍલોય વ્હીલ્સ, ઇલેક્ટ્રિક સનરુફ, ક્લાઇમેટ્રોનિક ઑટો એસી, વરસાદ પડ્યે ચાલુ થતા વાઇપર, પાછળના કાચનો વાઇપર અને ડીફોગર, ઑટો-ડિમિંગ IRVM, LED હેડલેમ્પસ અને ટેઇલલેમ્પ્સ અને આવી જ અન્ય લાક્ષણિકતાઓ
  • સહજતાથી ભરોસો કરાય તેવી: 5-સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગના પ્રદર્શનને આગળ વધારે છે; 6 ઍરબેગ અને 25 થી વધુ સક્રિય અને પરોક્ષ સલામતી લાક્ષણિકતાઓ હવે માનક સ્વરૂપમાં, જે ટૉપ-ઍન્ડ વેરિયન્ટમાં 40 લાક્ષણિકતાઓ સુધી વિસ્તરે છે
  • સહજતાથી નિભાવી શકાય: નવું Škoda સુપર કેર પેકેજ, જેમાં તેની શ્રેણીમાં સર્વોત્તમ માનક 4-વર્ષીય વૉરન્ટી અને જરૂર પડ્યે રસ્તા પર સહાય, અને કારીગરીના ખર્ચ વિનાની 4 સર્વિસનો સમાવેશ થાય છે
  • અગાઉથી બુકિંગ અને ડિલિવરી: નવી Kushaq માટે બુકિંગ Škoda Auto India ની ઑફિશિયલ વેબસાઇટ પર ₹ 15,000 ચુકવીને કરી શકાય છે અને ડિલિવરીની શરુઆત માર્ચ 2026 ના અંતથી કરવામાં આવશે.

ગુજરાત, અમદાવાદ | ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ — Škoda Auto India પ્રસ્તુત કરે છે નવી Kushaq, જે ઉપયોગીતા, સલામતી, જોમની નવી પરિભાષા લઈને આવી છે, જેના થકી તેઓ યુરોપિયન ટેક્નોલૉજીને દેશના ખૂણેખૂણે પહોંચતી કરવાની વ્યૂહરચનામાં આગળ પગલું ભરે છે. Kushaq આ બ્રાન્ડની પહેલી એવી કાર છે જે ઇન્ડિયા 2.0 વ્યૂહરચના હેઠળ તૈયાર કરવામાં આવી છે અને જેણે ભારતમાં કંપનીના વિકાસને બળ પૂરું પાડ્યું છે. પોતાની શ્રેણીમાં પહેલવહેલી વખત જોવા મળી રહેલી ટેક્નોલૉજી, જેમકે, નવીનતમ આઠ-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઑટોમેટિક ટ્રાન્સમિશન, પાછલી સીટ પર મસાજ સુવિધા, અને અનેક નવતર લાક્ષણિકતાઓ અને માનક સાધનોથી સજ્જ, નવી Kushaq પણ યુરોપિયન એન્જિનિયરિંગને ભારતીય રસ્તાઓ પર વધુ સુગમ બનાવવાની Škoda Auto India ની વ્યૂહરચનાને જ અનુસરે છે.

Škoda Auto ના CEO, ક્લૌસ ઝેલ્મરે કહ્યું, “નવી Kushaq અમારા આંતરરાષ્ટ્રીય બજારોમાં Škoda Auto ની વ્યૂહરચનાને સફળ બનાવવામાં ભારતના સ્થાનની અગત્યનાને વધુ સુદૃઢ બનાવે છે. Kushaq પોતાને ભારતમાંના ગ્રાહકો વચ્ચે ઝડપથી પ્રસ્થાપિત કરી ચૂકી છે અને સાથે જ તેણે ASEAN તથા મધ્યપૂર્વમાં નિકાસ માટે પણ પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે. હવે, અમારું આગામી નિશાન આ મોડેલને મૂલ્ય સામે ઉપયોગિતાની દૃષ્ટિએ આકર્ષક બનાવવાનું છે. આ મોડેલમાં કરેલા નવા ઉમેરા આધુનિક સુદૃઢ ડિઝાઇનના ઘટકો તેમજ ઇન્ફોટેઇનમેન્ટ અને ડ્રાઇવરને ઉપયોગી લાક્ષણિકતાઓમાં અનેક પ્રકારની નવતર ખાસિયતોનો ઉમેરો, હજી વધુ આરામદાયકતા અને સલામતીની ખાતરી આપે છે. Kodiaq અને Kylaq ની સાથે, Škoda Auto ભારતીય બજાર માટે SUV ની એક એવી શ્રેણી ઉપલબ્ધ કરાવે છે જે સેગ્મેન્ટ અને કિંમતના નોંધપાત્ર દૃષ્ટિકોણથી ગ્રાહકોની અપેક્ષાઓને સંબોધે છે. Kushaq ને અપગ્રેડ કરવા થકી વધારાની માંગ ઊભી કરવાની અને યુરોપની બહારના અમારા સૌથી અગત્યના બજારમાં વધુ વિસ્તરવાની તક જન્મી છે.”

Škoda Auto India ના બ્રાન્ડ ડિરેક્ટર, આશિષ ગુપ્તાએ જણાવ્યું, “Škoda ખાતે, અમારું ધ્યેય યુરોપિયન ટેક્નોલૉજીને લોકો સુધી પહોંચાડવાનું અને તેને ભારતભરના ગ્રાહકોને વધુ સુગમ બનાવવાનું છે. આજે મોટા શહેરો અને નાના વિસ્તારો વચ્ચેનો ભેદ ભૂંસાઈ રહ્યો છે, અને ત્યાં રહેતાં લોકોની આકાંક્ષાઓ એક સમાન બની રહી છે. આ આકાંક્ષાઓઓને પૂરી કરવા માટે અમે એવી પ્રોડક્ટ્સ લૉન્ચ કરી રહ્યાં છીએ જે ગ્રાહકોની અદ્યતન બનતી જઈ રહેલી પ્રાથમિકતાઓને સંતોષતી હોય. નવી Kushaq નો પ્રિમિયર આજરોજ યોજાયો છે ત્યારે, અમે અમારા સમગ્ર પૉર્ટફોલિયોમાં પોતાની શ્રેણીમાં અગ્રગણ્ય ‘ખરા અર્થમાં ઑટોમેટિક્સ’ વાળી કાર પ્રસ્તુત કરવાની પરંપરાને આગળ વધારતાં, એક SUV ની રજૂઆત કરી છે જે અત્યંત મહત્ત્વની એવી સલામતી, આરામદાયકતા, ડિઝાઇન અને અનુકૂળતાથી ભરપૂર લાક્ષણિકતાઓ લઈને આવે છે, જે ભરોસાપાત્ર યુરોપિયન એન્જિનિયરિંગની કમાલ છે. અમે અમારા ગ્રાહકોના પ્રતિભાવો સતતપણે જાણતા રહીએ છીએ, અને નવી Kushaq એ અમારા પૉર્ટફોલિયોને Škoda ના વિસ્તરતા જતા પરિવાર માટે આધુનિક અને સુસંગત રાખવાની દિશામાં વધુ એક પગલું છે.”

સાહજિકતાથી મનમાં વસી જતી. સાહજિકતાથી મનમાં વસી જતી.
2021 માં પદાર્પણ કરેલ મોડેલ, Kushaq એ સમ્રાટ માટેના સંસ્કૃત શબ્દ પર આધારિત નામ છે. તે ઇન્ડિયા 2.0 વ્યૂહરચના હેઠળ ભારતના બજારમાં મૂકેલી Škoda Auto ની સૌથી પહેલી પ્રોડક્ટ હતી. તે MQB-A0-IN પ્લેટફૉર્મ પરની સૌપ્રથમ કાર હતી જેને વસાવવામાં સુગમતા અને જાળવણીના ખર્ચને પોસાય તેવો રાખવાને લક્ષ્યમાં રાખીને ભારતમાંની તથા ચેક રિપબ્લિકમાંની ટીમો દ્વારા વિકસાવવામાં આવી હતી. નવી Kushaq પોતાની શ્રેણીમાં પ્રથમ હોય તેવી અનેક લાક્ષણિકતાઓ રજૂ કરવાની પરંપરાને આગળ વધારે છે, અને સાથે જ પોતાની પુરોગામી કારની તમામ વ્યવહારુ લાક્ષણિકતાઓને જાળવી રાખે છે, જેમકે, વેન્ટિલેશનવાળી આગળની ઇલેક્ટ્રિક સીટ, ક્રૂઝ કન્ટ્રોલ, પાછળ જોવા માટે સેન્સર સાથે કેમેરા, વાયરલેસ ચાર્જિંગ, અને આવી બીજી અનેક લાક્ષણિકતાઓ. ભારતીય બજારમાં Škoda ની શરુઆતની SUV તરીકે સ્થાન ધરાવતી, Kushaq આજે Kodiaq અને Kylaq સાથે પૂરક બની ચૂકી છે. આ સાથે જ, Škoda Auto India પાસે હવે SUV ની એક એવી શ્રેણી છે જે દરેક આકાંક્ષાઓ અને કિંમત મર્યાદાઓને સંબોધે છે.

આધુનિક સુદૃઢ ડિઝાઇનનું પ્રદર્શન કરવામાં સહજ. સૌથી દેખીતો મોન્ટે કાર્લો બેજ
નવી Kushaq હવે એક નવીનકોર આગલી ગ્રિલ, ક્રોમ રીબ્સ અને ઝળહળતી લાઇટ બૅન્ડ સાથે આવે છે. આગલા ભાગે નવીનતમ LED હેડલાઇટ્સ, આગલા પાર્કિંગ સેન્સર્સ, અને LED ફોગ લેમ્પ છે. કારની પાછલી બાજુએ નવી સળંગ ટેઇલલાઇટ છે જેમાં સીક્વન્શિયલ ટર્ન ઇન્ડિકેટર છે. એક અલગ તરી આવતી દૃશ્ય ખાસિયત છે જોડાયેલી ટેઇલલાઇટ પર પ્રકાશિત થયેલા ‘Škoda’ અક્ષરો. Kushaq ની બંને બાજુઓ પર સળંગ ઘાટી લાઇન છે, અને પૈંડાના આર્ચ અને સિલ્સ ફરતે ક્લેડિંગ કરેલું છે. તમામ વેરિયન્ટ્સમાં ઑલોય વ્હીલ હવે આવે જ છે, જે કારને એક સ્પોર્ટી દેખાવ આપે છે અને તે રસ્તા પર એક રુઆબદાર છટાથી સરકે છે. Kushaq ની SUV તરીકેની લાક્ષણિકતા આ અપડેટમાં જાળવી રાખવામાં આવી છે, અને આધુનિક સુદૃઢ દેખાવ સુનિશ્ચિત કરે છે કે તેની સ્ટાઇલ સમય વીતતાં પણ જળવાઈ રહે, જે તેને સ્નાયુબદ્ધ, છતાં મોહક વાહન બનાવે, રસ્તા પર ચાલતી વખતે અને તે બહાર, એમ બંને જગ્યાએ. આ SUV હવે ત્રણ નવીનતમ રંગોમાં ઉપલબ્ધ હશે – શિમલા ગ્રીન, સ્ટીલ ગ્રે, અને ચેરી રેડ, અને હાલમાં ઉપલબ્ધ વિકલ્પો કેન્ડી વ્હાઇટ, કાર્બન સ્ટીલ, બ્રિલિયન્ટ સિલ્વર, લાવા બ્લ્યુ, અને ડીપ બ્લેક તો ખરાં જ. આ વેરિયન્ટની વધતી માંગને ધ્યાનમાં રાખતાં, સૌપ્રથમ વખત, મોન્ટે કાર્લો બેજ વેચાણની શરુઆતથી જ રજૂ કરવામાં આવશે, જે તેની સ્ટાઇલને એક નવો સ્પર્શ આપે છે.

ખરા અર્થમાં ઑટોમેટિક્સની વિસ્તૃત શ્રેણી વડે ચલાવવામાં સહજ
તેની અદભૂત ડ્રાઇવિંગ ખાસિયતો અને 188 મિમીનું મહત્તમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ જાળવી રાખવામાં આવ્યાં છે, જેના થકી Kushaq પોતાની ઉચ્ચ-ઝડપ પર ઉત્કૃષ્ટ પ્રદર્શનની ખાસિયત અને પડકારજનક રાહ પર ચાલવાની ક્ષમતા જાળવી રાખે છે. તે પોતાની શ્રેણીમાં સર્વપ્રથમ નવતર આઠ-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઑટોમેટિકથી સજ્જ છે. આ ટ્રાન્સમિશન એક કાર્યક્ષમ, શક્તિશાળી અને ભરોસાપાત્ર 1.0 TSI એન્જીન સાથે જોડેલું છે જે તમને સોંપે છે 85kW અને 178Nm ટોર્ક. આ એન્જિન છ-સ્પીડ મેન્યુઅલ સાથે પણ લઈ શકાય છે. વધુ જોમદાર પ્રદર્શન માટે ઉત્સુક હોય તેઓ1.5 TSI એન્જિન, સાથે 110kW અને 250 Nm ટોર્કની પસંદગી કરી શકે છે. એક્ટિવ સિલિન્ડર ટેક્નોલૉજી સાથે આ ચાર-સિલિન્ડર ટર્બો ઝડપથી શિફ્ટ થતી સાત-સ્પીડ DSG ટ્રાન્સમિશન સાથે વિશેષરૂપથી સંયોજવામાં આવેલી છે. નવી Kushaq માં, 1.5 TSI માટે પણ બધા વ્હીલમાં ડિસ્ક બ્રેક બેસાડવામાં આવેલી છે. આ સાથે જ, Škoda Auto India નવો ચીલો ચાતરનારી આઠ-સ્પીડ ટોર્ક કન્વર્ટર અને ભરોસાપાત્ર 7-સ્પીડ DSG ની રજૂઆત સાથે ખરા અર્થમાં ઑટોમેટિક્સ પૂરા પાડવાની વ્યૂહરચનાને આગળ ધપાવે છે.

માણવામાં સહજ અનુભવ
નવી Kushaq ના ઇન્ટિરિયર્સ પર નજર કરીએ તો, તેમાં છે નવતર પૅનરૅમિક સનરુફ, જે આખા વાહનને આવરી લે છે, અને બે રંગ વાળી અંદરની લાઇટિંગ ગોઠવણ. નવી Kushaq લઈને આવે છે છ-બાજુ હલનચલન વાળી ઇલેક્ટ્રિક સીટ, જેમાં ડ્રાઇવર અને આગળના મુસાફર માટે વેન્ટિલેશન છે, ઉપરાંત Škoda સાઉન્ડ સિસ્ટમ, જેમાં છ સ્પીકર અને એક સબ-વૂફર છે જે કેબિનની અંદર મંત્રમુગ્ધ કરતો શ્રાવ્ય અનુભવ કરાવે છે. તેમાં 491 લિટર મોકળાશભર્યું બૂટસ્પેસ આવે છે, જેને વિસ્તારીને 1,405 લિટર કરી શકાય છે, જે રોજબરોજની વ્યવહારુ જરૂરિયાતોને સહેલાઈથી પૂરી કરે છે. ક્લાઇમેટ્રોનિક ઑટો એસી હવે આ શ્રેણીમાં માનક છે, અને તે જ રીતે ઇલેક્ટ્રિક સનરુફ, ઑટો ડિમ થતી IRVM, વરસાદ પડતાં જ ચાલુ થઈ જતાં વાઇપર્સ, પાછલા કાચનો વાઇપર, પાછળની તરફ ડીફોગર્સ, અને સલામતી સંબંધિત 25 લાક્ષણિકતાઓ.

ઉચ્ચ વેરિયન્ટ્સમાં 10.25 ઇંચ (26.03 સેમી) ડિજિટલ કોકપિટ પૂરી પાડેલી છે, જેનાથી આ અનુભવ ડ્રાઇવર માટે વધુ અનોખો બની રહે છે. નવી Kushaq ના મધ્યસ્તરીય વેરિયન્ટ્સમાં મળશે 8-ઇંચ (20.32 સેમી) ડિજિટલ કોકપિટ, જે વ્યાપક ડ્રાઇવિંગ માહિતી જોવામાં સુગમતા કરી આપે છે.

Google આધારિત AI કમ્પેનિયન
નવી Kushaq 10.1 ઇંચ (25.6 સેમી)ની ઇન્ફોટેઇનમેન્ટ સ્ક્રીન સાથે પણ આવે છે, જેની સાથે વાયરલેસ એન્ડ્રોઇડ ઑટો અને એપલ કારપ્લે છે, જે અત્યાધુનિક ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ વડે સજ્જ છે, જે કારમાં એક પરિવર્તનકારી ડિજિટલ અનુભવ કરાવે છે, જે ભારતીય ગ્રાહકો માટે નવીનતમ ટેક્નોલૉજી પર આધારિત છે. અત્યાધુનિક ડિજિટલ આર્કિટેક્ટ પર આધારિત, નવી સિસ્ટમ પ્રદર્શન, કનેક્ટિવિટી, અને સ્વયંસ્ફુરિત ગ્રાહક સંવાદને પ્રોત્સાહન આપે છે, જેના થકી આધુનિક ભારતની ડ્રાઇવિંગ જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરેલી સાહજિક અને આત્મસાત કરી દેતો મુસાફરીનો અનુભવ થાય છે.

તેના હાર્દમાં સમાયેલી છે એક આધુનિક વૉઇસ આસિસ્ટન્ટ, જે ગુગલ ઑટોમોટિવ AI એજન્ટથી ચાલે છે. This આ AI એજન્ટ જેમિનીને વાહનનો અંતરંગ ભાગ બનાવીને અમારા ગ્રાહકો માટે અત્યાધુનિક, સંદર્ભ પ્રત્યે જાગૃત વૉઇસ સહાય ઉપલબ્ધ કરાવે છે, જે સમાચાર અને ટ્રેન્ડ્સ જેવી જાણકારીઓ તત્ક્ષણ વાહનમાં રજૂ કરે છે, અને સાથે જ સંગીત, કૉલ, ક્લાઇમેટ કન્ટ્રોલ અને અન્ય સુવિધાઓ ચલાવવાને પણ હેન્ડ્સ-ફ્રી સ્વરૂપમાં હાજર કરે છે. સ્થાનિક જરૂરિયાતોને ઊંડાણપૂર્વક સમજીને વિકસાવાયેલી ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ ભારતીય શૈલીમાં બોલાયેલા અંગ્રેજી ઉચ્ચારો ઓળખે છે, જેનાથી સમાવેશક અને સ્વયંસ્ફુરિત શાબ્દિક સૂચનાઓનું આદાનપ્રદાન શક્ય બને છે. આ સાથે જ, આ બ્રાન્ડ વિશ્વસ્તરીય ટેક્નોલૉજી સાથે સ્થાનિક સુસંગતતાનું સંયોજન યોજે છે અને ભારતમાં સ્માર્ટ ડ્રાઇવિંગના નવા સીમાચિહ્નો સ્થાપે છે.

સહજતાથી ભરોસો કરાય તેવી
નવી Kushaq સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા મળતી રહે તે માટે, દરેક ગ્રાહકને તેના પાંચ-સ્ટાર ગ્લોબલ NCAP માનકોની ખાતરી મળે તે સુનિશ્ચિત કરે છે.. તેમાં તમામ વેરિયન્ટ્સમાં 25 થી વધુ સક્રિય અને પરોક્ષ સલામતી લાક્ષણિકતાઓ માનક તરીકે છે, જેમાં છ ઍરબેગ્સનો સમાવેશ થાય છે, અને ઉચ્ચ વેરિયન્ટ્સમાં 40 થી વધુ સલામતી લાક્ષણિકતાઓ છે. Škoda Auto India એ પાછળના કાચ પર વાઇપર, પાછળ ડીફોગર્સ, વરસાદ પડતાં જાતે ચાલુ થઈ જતાં વાઇપર્સ, અને ઑટો-ડિમિંગ IRVM જેવી ચાવીરૂપ લાક્ષણિકતાઓ નવી Kushaq ના તમામ વેરિયન્ટ્સમાં માનક તરીકે પૂરી પાડીને તમામ મોસમમાં સ્પષ્ટપણે જોઈ શકવાની ક્ષમતા અને સલામતી પણ સુનિશ્ચિત કરી છે. આ સાથે જ, ડ્રાઇવરને તમામ સંજોગો અને આબોહવામાં ઇષ્ટતમ દૃશ્ય ફલક મળે અને ન્યૂનતમ દૃશ્ય તણાવનો સામનો થાય તે સુનિશ્ચિત કરીને, Škoda Auto India એ સક્રિય સલામતી, પરોક્ષ સલામતીની અને નિવારક સલામતી માટે એન્જિનિયરિંગ ઉપાયો પૂરા પાડ્યાં છે.

જાળવણી કરવી સહજ: Škoda સુપર કેર પેકેજ
નવી Kushaq પોતાની સાથે Škoda Auto India ના નૈતિકમૂલ્યો લઈને આવે છે જે કાર ધરાવવાનો અહ્લલાદક અનુભવ આપે છે. હવે તે Škoda સુપર કેર પેકેજ સાથે આવે છે: શ્રેણીમાં સર્વોત્તમ માનક 4-વર્ષ માટેની અથવા 100,000 કિલોમીટરની વૉરંટી, અને સાથે 4 વર્ષ માટે જરૂર પડ્યે રોડ પર સહાયથી, લાંબાગાળા માટે નિશ્ચિંતતા મળે છે. વધુમાં, ગ્રાહકોને અમારી બે વર્ષ અથવા 30,000 કિલોમીટર સુધીની કારીગરી ખર્ચ વિનાની સર્વિસનો લાભ મળે છે. વૉરન્ટી વધુ બે વર્ષ માટે વિસ્તારી શકાય છે, જે કુલ વ્યાપને છ વર્ષ સુધી લઈ જાય છે. છ-વર્ષીય કાટરોધક વૉરંટી અને ત્રણ-વર્ષીય પેઇન્ટ વૉરન્ટી આને પૂરક બને છે.

∇Δ∇Δ∇Δ∇Δ∇Δ∇Δ∇

Related posts

Tata Motors and Neon Logistics Partner to Boost Supply Chain Efficiency in India’s FMCG Sector

Reporter1

Tata Motors strengthens CSR footprint, benefits 1.47 million lives in FY’25 ~Engages with untapped communities through a sustainable model ~

Reporter1

Samsung Brings Festive Cheer with Special Prices on Galaxy Smartphones in India

Reporter1
Translate »