Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

બરવાળાના વિજય ચૌહાણને કેબિનેટ મંત્રીના હસ્તે ગુજરાત મીડિયા એવોર્ડ એનાયત થયો

અમદાવાદ, ગુજરાત | ૧૦ એપ્રિલ ૨૦૨૬ — બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે.

ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યું છે. તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રિય વિકલી કોલમ પણ લખે છે.

Related posts

“ધ બ્લુપ્રિન્ટ ઓફ વોટર” ટોક શોમાં યુવાઓએ પાણીની જાગૃતિ માટે ફરીથી વ્યાખ્યાયિત કર્યું

Master Admin

સીએનજીના ભાવ વધશે તો પણ હાલ સ્કૂલ રિક્ષા – વેનના ભાડા નહીં વધે

Master Admin

અમદાવાદમાં કૅન્સર સારવારને મળશે નવી દિશા, ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં અદ્યતન ‘ઇલેક્ટા ઇન્ફિનિટી’ રેડિયેશન મશીનનું ઉદ્ઘાટન

Master Admin

Leave a Comment

Translate »