ગુજરાત, અમદાવાદ | ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ — વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઑફ ઈન્ડિયા (WAPTAI), જે વોટર પ્યુરીફિકેશન અને ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રીની અગ્રણી સંસ્થાઓમાંની એક છે, તે 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે WAPTAI વોટર એક્સ્પોની 10મી આવૃત્તિનું આયોજન કરવા જઈ રહી છે. તેની સ્થાપનાના દાયકાની ઉજવણી સાથે, આ એક્ઝિબિશન સાઉથ એશિયામાં વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે.
“એ ડિકેડ ઓફ એક્સલન્સ: વોટર, વિઝડમ એન્ડ વેલબીઇંગ” થીમ હેઠળ આયોજિત આ એક્સ્પો ભારત અને વિદેશના મેન્યુફેક્ચરર્સ, સોલ્યુશન પ્રોવાઇડર્સ, ટેકનોલોજી ડેવલપર્સ, પોલિસી મેકર્સ અને બાયર્સને એકસાથે લાવશે. આ એક્સ્પોમાં લગભગ 200 એક્ઝિબિટર્સ ભાગ લેશે અને ત્રણ દિવસમાં 10,000 થી વધુ મુલાકાતીઓ આવશે.
વર્ષોથી, WAPTAI વોટર એક્સ્પો વોટર ફિલ્ટ્રેશન, પ્યુરિફિકેશન, ટ્રીટમેન્ટ અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ માં પ્રગતિ દર્શાવવા માટે એક માન્ય મંચ તરીકે વિકસિત થયો છે. આ વર્ષના પ્રદર્શનમાં ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ આરઓ પ્લાન્ટ્સ, ઔદ્યોગિક ગંદાપાણી શુદ્ધિકરણ, ઇફ્લ્યુએન્ટ અને સ્યુવેજ ટ્રીટમેન્ટ સિસ્ટમ્સ, પર્યાવરણીય સંબંધિત ટેકનોલોજીઓ, કેમિકલ્સ, પમ્પ્સ અને એસેસરીઝ, પાઇપ્સ, ફિલ્ટર્સ અને કાર્ટ્રિજ, ઘરેલું પાણી શુદ્ધિકરણ સિસ્ટમ્સ, વોટર ડિસ્પેન્સર્સ, ચિલર્સ, પેકેજિંગ સોલ્યુશન્સ અને ટર્નકી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
WAPTAI ના પ્રેસિડેન્ટ આશિત દોશી એ જણાવ્યું હતું કે, “WAPTAI વોટર એક્સ્પો ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગમાં તેના પ્રકારની સૌથી મોટી ઇવેન્ટ્સમાંની એક છે, અને આ ક્ષેત્ર માટે એક વિશ્વસનીય મીટિંગ પોઇન્ટ તરીકે વિકસિત થઈ છે. 10મી આવૃત્તિ અત્યાર સુધીની સૌથી અદ્યતન અને સૌથી વિશાળ હશે, જે પાણી અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ સ્પેક્ટ્રમમાં નવીનતમ ટેકનોલોજી અને સોલ્યુશન્સ પ્રદર્શિત કરશે. વ્યાપક પ્રદર્શક પ્રોફાઇલ ઉદ્યોગની ઊંડાઈ અને વિવિધતાને પ્રતિબિંબિત કરે છે.”
આ પ્રદર્શન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને મ્યુનિસિપલ સેગમેન્ટમાં કાર્યક્ષમ અને વિશ્વસનીય પાણી અને વેસ્ટ વોટર સોલ્યુશન્સની માંગ સતત વધી રહી છે.
WAPTAIના વાઇસ પ્રેસિડેન્ટ ઋષભ સંઘવી એ જણાવ્યું હતું કે, “પાણીની ઉપલબ્ધતા અને ગુણવત્તા ઔદ્યોગિક વૃદ્ધિ અને શહેરી વિકાસ માટે કેન્દ્રસ્થાને આવી ગઈ છે. આ એક્સ્પો સહભાગીઓને વ્યવહારુ સોલ્યુશન્સને નજીકથી જોવા, બદલાતા બજારના રૂઝાનોને સમજવા અને ઝડપી ગતિએ વિકસતા પાણી ક્ષેત્રમાં વ્યાવસાયિક ભાગીદારીના અવસરો શોધવાની તક આપે છે.”
આ એક્સ્પો કંપનીઓ માટે નવા ઉત્પાદનો અને ટેકનોલોજી રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે, જ્યારે મુલાકાતીઓને ખર્ચ-અસરકારક અને સ્કેલેબલ વોટર મેનેજમેન્ટ સોલ્યુશન્સ વિશે માહિતી મેળવવાની તક આપશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ખેલાડીઓની ભાગીદારી સાથે, WAPTAI વોટર એક્સ્પો પ્રદેશના સૌથી વ્યાપક ઉદ્યોગ ઇવેન્ટ્સમાંના એક તરીકે તેની સ્થિતિ મજબૂત કરવાનું ચાલુ રાખે છે.

