Nirmal Metro Gujarati News
Politics

ઈરાનને આઝાદી મેળવવા મદદ કરીશુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ

US – ઈઝરાયેલને પાઠ ભણાવીશું : ઈરાન

વધુ એક યુદ્ધના ભણકારાઃ ટ્રમ્પે ઈરાનના પ્રદર્શનકારીઓનું સમર્થન કર્યા પછી નેતાન્યાહુ-રુબિયો વચ્ચે વાતચીત થઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન ઼ તેહરાન, તા ૧૨મી જાન્યુઆરી ૨૦૨૬ — ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શને વેગ પકડ્યા પછી અમેરિકા સાબદું થયું છે અને પ્રદર્શનકારીઓના સમર્થનમાં હસ્તક્ષેપ કરવાની ચીમકી આપી છે. અમેરિકાની આ તત્પરતા જોઈને ઈઝરાયેલ પણ હરકતમાં આવ્યું છે. ટ્રમ્પે ટ્‌્રુથ સોશિયલ પર જણાવ્યુ હતું કે, ઈરાનને અગાઉ ક્યારેય ન હતી તેવી જરૂરિયાત સ્વતંત્રતાની છે અને અમેરિકા તેને મદદ કરવા તૈયાર છે. ટ્રમ્પને વળતો જવાબ આપતાં ઈરાને અમેરિકા અને ઈઝરાયેલને પાઠ ભણાવવાની ચીમકી આપી છે. અગાઉ જૂન મહિનામાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ૧૨ મહિના સશસ્ત્ર સંઘર્ષ થયો હતો અને અમેરિકાએ પણ હવાઈહુમલા કરી ઈઝરાયેલને સાથ આપ્યો હતો. ઈરાનમાં આંતરિક વિરોધ ઉગ્ર બન્યો છે ત્યારે આ બંને દેશ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને ખામેનેઈની સત્તા ઉથલાવવા તત્પર છે. ટ્રમ્પે પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ થાય તો હસ્તક્ષેપ કરવાની ચીમકી આપ્યા પછી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે ફોન પર વાત કરી હતી. ઈરાનમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં રવિવાર સુધીમાં ૬૦૦થી વધુ મોત થયા છે અને ૧૦,૦૦૦થી વધુ લોકોને અટકમાં લેવાયા છે. હિંસાની ઘટનાઓ વધવાની સાથે ટ્‌્રુથ સોશિયલ પર ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનને અગાઉ ક્યારેય ન હતી તેટલી જરૂર અત્યારે સ્વતંત્રતાની છે. અમેરિકા તેને મદદ કરવા તૈયાર છે. ઈરાન ભૂતકાળની જેમ વિરોધીઓની હત્યા કરાવશે તો અમેરિકા હસ્તક્ષેપ કર્યા વગર રહેશે નહીં.સત્તા પલટો કરાવી દેવાની સીધી ધમકી મળ્યા પછી ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશકિઆને ઈરાનિયન ટીવી પર કહ્યું હતું કે, ઈરાનમાં અવ્યવસ્થા અને અરાજકતા ઊભી કરવા અમેરિકા ઈઝરાયેલ પ્રયાસ કરે છે. ઈરાનની સંસદમાં સ્પીકર મોહમ્મદ બકર કલિબાફે મિડલ ઈસ્ટમાં આવેલા ઈઝરાયેલ અને અમેરિકાની સૈન્ય છાવણીઓ પર ત્રાટકવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા હુમલો કરશે તો સંરક્ષણના કાયદેસરના અધિકાર મુજબ ઈરાન પણ કોઈ જાતની મર્યાદા રાખ્યા વગર જવાબ આપશે.

Related posts

ભારત અને જર્મની વચ્ચે શિક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધી ૪ મહત્ત્વપૂર્ણ MOU

Master Admin

પૂનમબેન માડમે સાંસદની ફરજ બહાર જઈને જામનગર-દ્વારકાના લોકોની મદદ કરી છે

Reporter1

બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે

Master Admin
Translate »