Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદ એરપોર્ટ પર લાખોનું વિદેશી ચલણ ઝડપાયું

બે મુસાફરો પાસેથી અંદાજે ૬૪.૫૬ લાખ રૂપિયાની કિંમતનું અમેરિકન ડોલર વિદેશી ચલણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩ માર્ચ ૨૦૨૬ — અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ એક મોટી દાણચોરીની ઘટનાને પકડી પાડી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ દ્વારા પ્રસ્થાન કરી રહેલા બે મુસાફરો પાસેથી અંદાજે ૬૪.૫૬ લાખ રૂપિયાની કિંમતનું અમેરિકન ડોલર (USD) વિદેશી ચલણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, એરપોર્ટ પર સુરક્ષામાં તૈનાત CISFના જવાનો જ્યારે મુસાફરોની તપાસ કરી રહ્યા હતા, ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન ટર્મિનલ પર બે મુસાફરોની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યા હતા. તેમના હેન્ડ બેગેજની ઝીણવટભરી તપાસ દરમિયાન અંદર સંતાડેલું વિદેશી ચલણ મળી આવ્યું હતું. CISF દ્વારા તાત્કાલિક અસરથી આ ચલણને કબજે કરવામાં આવ્યું હતું.

પકડાયેલા મુસાફરો પાસેથી જપ્ત કરવામાં આવેલી વિદેશી ચલણની રકમ આંતરરાષ્ટ્રીય બજારમાં ૬૪.૫૬ લાખ રૂપિયા જેટલી થાય છે.

CISF દ્વારા ત્વરિત કાર્યવાહી કરતા કસ્ટમ્સ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મુસાફરો અને જપ્ત કરવામાં આવેલી વિદેશી ચલણની રોકડને કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવી છે.

Related posts

કેમ્પ હનુમાન ખાતે ૨૫૧ કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો

Master Admin

લોન આપવાનું કહીને લાખોની ઠગાઇ કરતા ચાર ઝડપાયા

Master Admin

MICA નો 31મો પદવીદાન સમારોહ: ‘એજ ઓફ ઈમેજિનેશન’ માટે સર્જનાત્મક લીડર્સનું ઘડતર

Master Admin

Leave a Comment

Translate »