Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પાસે આજે એક કોમ્પ્લેક્સમાં આગ લાગી

આનંદનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ

આ ઉપરાંત ખાનગી છ્‌સ્ સહિત ૨થી વધુ શો રૂમમાં આગથી નુકસાન પહોંચ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૭ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પાસે આજે એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.શ્યામલ ચાર રસ્તા નજીક આવેલા સાંગરીલા-૨ નામના કોમ્પ્લેક્સના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.આ આગમાં પાર્કિંગમાં પાર્ક કરેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતાં. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.શ્યામલ પાસે લાગેલી આગમાં અનેક વાહનો બળીને ખાક થઈ ગયાં છે. આ ઉપરાંત ખાનગી છ્‌સ્ સહિત ૨થી વધુ શો રૂમમાં આગથી નુકસાન પહોંચ્યું છે. આગ લાગવાને કારણે કોમ્પલેક્સમાં ફસાયેલા ૫૦થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતું. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ પાંચમા માળ સુધી પ્રસરી હતી. આગને કાબુમાં લેવા માટે ૧૦થી વધુ ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી હતી. આગને પગલે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે આગનો કોલ મળતાંની સાથે જ ૯ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.આ ઘટનાને લઈને આનંદનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનું પ્રાથમિક તારણ છે. પોલીસ આગ લાગવાના કારણો સહિત અન્ય બાબતોની પણ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Related posts

રાયખડમાં પોલીસે નશાકારક ગોળીઓનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું

Master Admin

અમદાવાદઃ હોટલોના ભાડા સાતમા આસમાને પહોંચ્યા

Master Admin

અક્ષય તૃતીયા નિમિત્તે સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા 30,000 લીટર કેસુડાનો શરબત અને 7,500 લીટર ગીરગાયની છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

Master Admin

Leave a Comment

Translate »