Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

ઇન્સ્ટાગ્રામ પરથી સંપર્ક કેળવીને શખ્સે સગીરાને હોટલમાં લઇ જઇ બળાત્કાર કર્યો : પોલીસે ગુનો નોંધ્યો

ધંધા માટે પૈસા ન આપતા સગીરાને હેરાન કરતા આખરે સગીરાએ માતા-પિતાને જાણ કરતાં તેના પિતા પોલીસ સમક્ષ ગયા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૦ માર્ચ ૨૦૨૬ — શહેર અને ગાંધીનગરની હદ વચ્ચે રહેતી એક સગીરા એક યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. તેને ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવક સાથે સંપર્ક થયા બાદ બંને એકબીજાને મળતા હતા. આ દરમિયાનમાં આરોપી સગીરાને વસ્ત્રાપુરની એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે લગ્નની લાલચ આપીને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ આરોપીએ ધંધા માટે નાણાં માંગતા સગીરાએ મનાઇ કરી હતી. જેથી આરોપી તેને હેરાન પરેશાન કરતો હોવાથી સગીરાએ પરિવારને જાણ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.મૂળ મહેસાણાનો પરિવાર શહેરના ઝુંડાલ વિસ્તારમાં રહે છે. આ પરિવારની ૧૬ વર્ષીય સગીર પુત્રી એક યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ત્રણેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને આયુષ નામના યુવક સાથે પરિચય થયો હતો. બંને એકબીજા સાથે વાત કરતા હતા તે દરમિયાનમાં બંને વચ્ચે મિત્રતાના સંબંધો બંધાયા હતા. અગાઉ આ પરિવાર શહેરના અન્ય વિસ્તારમાં રહેતો હતો ત્યારે પણ યુવક સગીરાને મળવા આવતો હતો. જ્યારે સગીરા કોલેજ જતી ત્યારે તેને ત્યાં મળવા પણ જતો હતો. ગત વર્ષે આયુષે આ સગીરાને વસ્ત્રાપુર ખાતે મળવા બોલાવી હતી. ત્યારે આયુષે તેને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં એક મોલ પાસેની હોટલમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાનમાં આયુષ વિવિધ નંબરો પરથી સગીરાને ફોન કરતો હતો અને ધંધા માટે પૈસાની માગણી કરતો હતો. સગીરા તેને પૈસા આપતી ન હોવાથી હેરાન પરેશાન કરવા લાગ્યો હતો. જેથી કંટાળીને સગીરાએ તેના માતા પિતાને આ મામલે જાણ કરતા સગીરાના પિતા અડાલજ પોલીસમથક પહોંચ્યા હતા. જે બાદ તેમને સોલા અને સોલાથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતા. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

સાયકનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સાયકનોફેસ્ટ ૨૦૨૬ ની જાહેરાત

Master Admin

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ લાગી

Master Admin

ઉષા જયસ્વાલ એ 2026-27 માટે FLO અમદાવાદના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યો

Master Admin

Leave a Comment

Translate »