Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈઝરાયેલે તેહરાન પર હુમલાનો નવો વીડિયો જાહેર કર્યો

સેકન્ડમાં ધડધડ કરતી પડી બિલ્ડિંગો, ચારેકોર ધુમાડો

ઇઝરાયેલી વાયુસેનાએ ઇરાનના સૈન્ય ઠેકાણાઓને તબાહ કરવાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
જેરૂસાલેમ, તા.૧ ફેબ્રુઆરી ૨૦૨૬ – ઇઝરાયેલી વાયુસેનાએ ઇરાનના સૈન્ય ઠેકાણાઓને તબાહ કરવાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. વીડિયોમાં ઇરાનની અનેક ઇમારતો સેકન્ડોમાં તાશના પત્તાની જેમ વિખેરાઈ જતી જોવા મળી રહી છે. આ હુમલામાં ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈનું પણ મોત થયું છે. ઇરાને અમેરિકા અને ઇઝરાયેલ સામે બદલો લેવાનું એલાન કર્યું છે.

ઇઝરાયેલી વાયુસેના દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં હુમલાની સટીકતા સ્પષ્ટ જોવા મળે છે. ઇમારતો ધડધડ કરીને પડતી દેખાઈ રહી છે. ઇરાની સેનાના મુખ્યાલયને નષ્ટ કર્યા બાદ ઇઝરાયેલી વાયુસેનાએ આ વીડિયો એક્સ (અગાઉ ટિ્‌વટર) પર પોસ્ટ કર્યો છે. હુમલા દરમિયાન આસપાસ વાહનો પણ જતા જોવા મળે છે.

ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં ઇરાનને ભારે નુકસાન થયું છે. ઇરાનના અનેક ટોપ સૈન્ય કમાન્ડરો માર્યા ગયા છે. ઇરાન હવે બદલાની વાત કરી રહ્યું છે. જો કે, આના થોડી જ વાર બાદ ઇઝરાયેલે તેહરાનના અનેક વિસ્તારોમાં જોરદાર હુમલો કર્યો છે. ઇરાને પણ ઇઝરાયેલ ઉપરાંત બહેરીન અને યુએઈમાં હુમલા કર્યા છે. શારજાહમાં પણ અનેક બ્લાસ્ટના અવાજ સંભળાયા છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇરાનની જનતાને સંબોધીને કહ્યું કે, “આજે તો ક્યારેય નહીં”.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇરાનને ચેતવણી આપી છે કે, જો તેહરાને કોઈ ખોટો નિર્ણય લીધો તો અમેરિકા એવો હુમલો કરશે જે ક્યારેય થયો નથી.

Related posts

જિનીવામાં રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ઘટાડવાનો પ્રયાસ નિષ્ફળ

Master Admin

ચોંકાવનારો સરવે: ૪૫% ભારતીયો ઈચ્છે છે કે મોદી સરકાર અમેરિકા પર વળતા ટેરિફ ઝીંકે

Master Admin

શેરબજારમાં ઐતિહાસિક કડાકો! ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ

Master Admin

Leave a Comment

Translate »