Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન અને AAP નેતાઓની મુશ્કેલી વધી !

૧૫મેએ હાજર થવા કોર્ટનો આદેશ

ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાનના ૪૮ કલાક પહેલા મતવિસ્તારમાં બહારના વ્યક્તિઓ પર પ્રવેશવા પ્રતિબંધ હોય છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ મે ૨૦૨૬ — ઉત્તર પ્રદેશ સુલ્તાનપુરની વિશેષ એમપી-એમએલએ કોર્ટે લોકસભા ચૂંટણી-૨૦૧૪માં આચાર સંહિતાના ઉલ્લંઘન કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસ, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન અને સોમનાથ ભારતીને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે.ન્યાયિક મેજિસ્ટ્રેટ શુભન વર્માએ સુનાવણી હાથ ધર્યા બાદ ૩૦ એપ્રિલે નોટિસ ફટકારી તમામ આરોપીઓને હાજર થવા આદેશ કર્યો છે. હવે આગામી સુનાવણી ૧૫ મેએ હાથ ધરાશે. સરકારી વકીલ કાલિકા પ્રસાદ મિશ્રના જણાવ્યા મુજબ, આ કેસ અગાઉ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટમાં પેન્ડિંગ હતો, પછી તેને તાજેતરમાં જ વિશેષ એમપી-એમએલએ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો છે.૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી કુમાર વિશ્વાસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આક્ષેપ કરાયો છે કે, તે સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન અમેઠીના પોલીસ અધિકારી મોહમ્મદ હમીદે વિશ્વાસ અને આપ સમર્થકોએ ત્યાંથી જતા રહેવાનો નિર્દેશ આપ્યો હતો, કારણ કે તેઓ અમેઠીના મતદાર ન હતા. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાનના ૪૮ કલાક પહેલા મતવિસ્તારમાં બહારના વ્યક્તિઓ પર પ્રવેશવા પ્રતિબંધ હોય છે.રિપોર્ટ મુજબ, જ્યારે પોલીસ અધિકારીએ વિશ્વાસ અને સમર્થકોએ ત્યાંથી જતા રહેવાનો નિર્દેશ આપ્યો હતો ત્યારે સામસામે ઘર્ષણ થયું હતું, જેના કારણે મામલો વધુ ગંભીર બની ગયો હતો. નિર્દેશ છતાં કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી અને તેમના સમર્થકોએ મતક્ષેત્રમાંથી ગયા ન હતા, જેના કારણે પોલીસે તમામ વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો હતો. ત્યારપછી કોર્ટે કેસને સ્વસંજ્ઞાન લઈને તમામ આરોપીઓને સમન્સ જારી કરવાનો અને તેઓને વ્યક્તિગત કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે આગામી સુનાવણી ૧૫ મેએ હાથ ધરાશે.

Related posts

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ તેજ

Master Admin

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં, કેન્દ્રિય ઉર્જા મંત્રીની સ્પષ્ટતા

Master Admin

દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક

Master Admin

Leave a Comment

Translate »