Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ થયો

ઉત્સવમાં આતશબાજી માટે ફટાકડા લવાયા હતા

ત્રિશૂર પૂરમની ઉજવણી માટે લવાયેલા ફટાકડા રાખવા માટે પાંચ શેડ બનાવાયા હતા, જેમાં તમામ પાંચેય શેડમાં આગ લાગી ગઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળ,તા.૨૧ એપ્રિલ ૨૦૨૬ — કેરળમાં ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવની તૈયારીઓ વચ્ચે ભયાનક દુર્ઘટના બની છે. અહીં ત્રિશૂર શહેરમાં મુંડાથિકોડ સ્થિત આજે બપોરે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં છ લોકોના મોત અને ૪૦થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં ૮ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની પણ માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડના વાહનો તુરંત પહોંચી ગયા છે અને હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ એટલી ગંભીર છે કે, મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઈજાગ્રસ્તોમાં ૧૮ને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં લઈ જવાયા છે.

મળતી માહિતી મુજબ ‘ત્રિશૂર પૂરમ’ની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ દુર્ઘટના બની છે. ત્રિશૂર પુરમ કેરળનો સૌથી ભવ્ય અને પ્રસિદ્ધ વાર્ષિક મંદિર ઉત્સવ છે.

આ ઉત્સવને ‘પૂરમોંની જનની’ પણ કહેવામાં આવે છે. ત્રિશૂરના વડક્કૂનાથન મંદિરમાં મલયાલમ મહિનામાં (એપ્રિલ-મે)માં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ૧૮મી સદીથી શરૂ કરાયેલા આ ઉજવણીમાં સજાવાયેલા હાથીઓ, પારંપરિક ચેંડા મેલમ સંગીત, રંગબેરંગી છત્રીઓનું પ્રદર્શન અને શાનદાર આતશબાજી મુખ્ય આકર્ષણ જમાવે છે.રિપોર્ટ મુજબ, ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવમાં આતશબાજી કરવા માટે ફટાકડા લાવવામાં આવ્યા હતા, જેને તિરુવંબડીમાં પાંચ શેડની અંદર રખાયા હતા.

ત્યારે મંગળવારે અચાનક આ ફાટકડાઓમાં આગ લાગ્યા બાદ ભાયનક વિસ્ફોટ થયો હતો. જોતજોતામાં ફટાકડા ફૂટવા લાગ્યા હતા. બીજીતરફ આ ઉત્સવ માટે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે,

જ્યારે ૪૦ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.૧૮ ઈજાગ્રસ્તોને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં દાખલ કરાયા છે, જ્યારે ૨૨ લોકોને અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા છે. ત્રિશૂર મેડિકલ કૉલેજમાં દાખલ ૧૮ ઈજાગ્રસ્તોમાંથી ૮ની હાલત ગંભીર હોવાની વિગત સામે આવી છે. ત્રિશૂર પૂરમની ઉજવણી માટે લવાયેલા ફટાકડા રાખવા માટે પાંચ શેડ બનાવાયા હતા, જેમાં તમામ પાંચેય શેડમાં આગ લાગી ગઈ છે. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.

Related posts

પંજાબના ગુરિન્દરવીર સિંહે ૪૮ કલાકમાં બે વાર તોડ્યો નેશનલ રેકોર્ડ

Master Admin

પગાર વધારા માટેની માંગણી ફાઈનલ કરવા થશે મોટી બેઠક

Master Admin

નેપાળમાં મોટી દુર્ઘટનાઃ ત્રિશૂલી નદીમાં બસ ખાબકતા ૧૭ના મોત

Master Admin

Leave a Comment

Translate »