Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપુ

આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખડભડાટ!

આંકલાવ ખાતે ભાજપની સભાને સંબોધતા સાંસદ મિતેશ પટેલે આક્રમક વલણ અપનાવ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ,તા.૨૧ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે આણંદના સાંસદ મિતેશ પટેલના એક નિવેદને રાજકીય વિવાદ છેડ્યો છે. આંકલાવમાં આયોજિત એક જાહેર સભામાં સાંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ’જો વિપક્ષના ઉમેદવારો જીતશે, તો તે વિસ્તારમાં વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે નહીં.’આંકલાવ ખાતે ભાજપની સભાને સંબોધતા સાંસદ મિતેશ પટેલે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે જનમેદની વચ્ચે જણાવ્યું હતું કે, ’જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બનશે, તો હું ત્યાં એક રૂપિયો પણ ગ્રાન્ટ તરીકે આપવા દઈશ નહીં.’ નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં અપાયેલા આ નિવેદનથી સ્ટેજ પર હાજર નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

સાંસદની આ ખુલ્લી ચીમકીના કારણે મતદારોમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. લોકશાહીમાં વિકાસના કામો પક્ષપાત વગર થવા જોઈએ, તેના બદલે ગ્રાન્ટ રોકી દેવાની વાતને વિરોધ પક્ષોએ વખોડી કાઢી છે.

સાંસદના આ નિવેદન બાદ કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે. સ્થાનિક નેતાઓનું કહેવું છે કે, ગ્રાન્ટ એ જનતાના ટેક્સના પૈસા છે, કોઈ નેતાની અંગત મિલકત નથી. વિકાસના કામોમાં આ પ્રકારનું નિમ્ન કક્ષાનું રાજકારણ લાવવું એ પ્રજાના અધિકારો પર તરાપ મારવા સમાન છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ નિવેદન ભાજપ માટે ફાયદો કરાવશે કે નુકસાન, તે તો પરિણામો જ બતાવશે. પરંતુ હાલ તો આણંદ પંથકમાં ’ગ્રાન્ટ’ મુદ્દે શરૂ થયેલું વાકયુદ્ધ સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યું છે.

Related posts

વરસાદી સંકટ વચ્ચે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટે નિભાવી માનવતાની ફરજ

Master Admin

નવા મંત્રીમંડળનું સમીકરણ: મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ

Master Admin

કોર કનેક્ટ સર્કલનો ભવ્ય પ્રારંભ: અમદાવાદના બિઝનેસ સમુદાયને એક કરવા માટેનો અનોખો પ્રયાસ

Master Admin

Leave a Comment

Translate »