Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર,તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬: નવી દિલ્લી માં આયોજિત એ આઈ સમિટમાં યુવા કોંગ્રેસના હાસ્યસ્પદ વિરોધ પ્રદર્શનએ ફરી એક વાર રાહુલ ગાંધી અને કોંગ્રેસની દેશ વિરુદ્ધની વિચારધારા પ્રદર્શિત કરી છે. જેના વિરોધમાં આજે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શહેર ભાજપ કાર્યાલય પાસે કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચાર કરાયા પછી લાલબંગલા પાસે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. અને ત્યાં પણ વિરોધ પ્રદર્શિત કરી રાહુલ ગાંધીની નીતિ દેશ વિરોધી ગણાવી હતી. ઉપરાંત રાહુલ ગાંધીના પોસ્ટર સળગાવ્યા હતા.
આ કાર્યક્રમમાં શહેર ભાજપના અધ્યક્ષા બીનાબેન કોઠારી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા ,ભાજપના મહામંત્રીઓ આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

Related posts

કૅપ્ટન અમરિદંરની કોંગ્રેસ પક્ષમાં ઘરવાપસીના સંકેત!

Master Admin

એપ્રિલથી દિલ્હી-હરિયાણા સહિત ૨૩ રાજ્યોમાં શરૂ થશે SIR પ્રક્રિયા

Master Admin

મમતા સરકારની ઓળખ જ શુભેન્દુ અધિકારીએ ભૂંસી કાઢી

Master Admin

Leave a Comment

Translate »