Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

કોંગ્રેસની અરથી ઉઠાવવા માટે ૪ પણ ન રહે તેનું ધ્યાન રાખજો

સાબરકાંઠાના ધારાસભ્ય દ્વારા કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર

કોંગ્રેસના ધારાસભ્યોએ અરથી ઉઠાવવાના શબ્દોનો વિરોધ કર્યો જેના બાદ વિધાનસભા અધ્યક્ષે અસંસદીય શબ્દ હટાવવા કહ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અગિયારમો દિવસ છે. ત્યારે આજે પણ વિવિધ મુદ્દે ચર્ચા અને પ્રશ્નોત્તરી થઈ હતી. ત્યારે સાબરકાંઠાના ધારાસભ્ય વીડી ઝાલા દ્વારા કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યો હતો. તેઓએ કોંગ્રેસની અરથી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો, જેના બાદ વિધાનસભા અધ્યક્ષે અસંસદીય શબ્દ હટાવવા માટે કહ્યું હતું. આજે ગુજરાત વિધાનસભામાં સાબરકાંઠાના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, હાલ તમે ૧૨ છો, પણ કોંગ્રેસની અરથી ઉઠાવવા માટે ૪ પણ ન રહે તેનું ધ્યાન રાખજો. હાલના કોંગ્રેસના ૧૨ ધારાસભ્યોમાંથી ૪ ધારાસભ્યો પણ નહીં રહે તે અંગે તેઓએ કટાક્ષ કર્યો હતો. જોકે, કોંગ્રેસના ધારાસભ્યોએ અરથી ઉઠાવવાના શબ્દોનો વિરોધ કર્યો હતો. જેના બાદ વિધાનસભા અધ્યક્ષે અસંસદીય શબ્દ હટાવવા માટે કહ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગુજરાત વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે, ગુજરાતમાં શાંતિ અને સલામતી છે. આ સાથે જ તેઓએ સવાલ કર્યો કે, છતાંય ગુજરાતમાં અશાંતધારાઓ લાવવામાં આવે છે. બજેટ પરની ચર્ચા દરમિયાન ગૃહમાં ઈમરાન ખેડાવાલાનું નિવેદન આપતા કહ્યું કે, અશાંતધારાની ફેવર કરી કર્ણાવતીનું ઈસ્લામીકરણ કરવા માંગે છે. તો ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના બજેટ પર ચર્ચા દરમિયાન અશાંતધારા અંગે નિવેદન આપતા અમિત શાહે ઉભા થઈ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા તાજેતરમાં ગુજરાત જીૈંઇ કામગીરી કરવામાં આવી છે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ આ મુદ્દે ચર્ચા જ ન થાય તેના માટે સરકાર દ્વારા પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ૩ ધારાસભ્ય દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મતદાન યાદીમાંથી નામ નીકળી જાય તેના માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. ધારાસભ્ય જણાવ્યું હતું કે નવા ચુંટણી કાર્ડ જે ફોટા છે એ નવા આવશે કે જૂના આવશે તેનો જવાબ સરકારે આપ્યો નથી.

વિધાનસભામાં જીૈંઇની કામગીરીનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં મંત્રી અર્જૂન મોઢવાડિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉભો કર્યો હતો. મોઢવાડિયાએ કહ્યું કે, ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા, તેની ચર્ચા અહીં ન થઈ શકે. કોંગ્રેસે ગૃહમાં ચર્ચા કરવા અંગે માંગણી ઉઠાવી હતી. પોઈન્ટ ઓફ ઓર્ડર પર વિધાનસભા અધ્યક્ષે આદેશ આપ્યો. તંત્રની કામગીરી પુરતી જીૈંઇની ચર્ચા કરવા મંજૂરી આપી હતી. ચૂંટણી પંચ તથા મોડલ કોડ ઓફ કંડક્ટ પર ચર્ચા ન કરવા સૂચના આપી.

Related posts

ભારત-યુરોપ વચ્ચે મધર ઓફ ડીલ્સ પહેલા અમેરિકા અકળાયું

Master Admin

પાંચમાં દિવસે ૩૯૮ જેટલાં ઉમેદવારી પત્રો ભરાયાં

Master Admin

ગાંધીનગરમાં ગ-૨ સર્કલ પાસે ૨૦ લાખ રૂપિયાની ઉઘરાણીમાં જાહેરમાં ફાયરિંગ

Master Admin

Leave a Comment

Translate »