Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsGujaratPolitics

ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત, રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા

રાહુલ ગાંધીએ ખાસ ફોન કરીને ખાડિયા વોર્ડની જીત માટે ઇમરાન ખેડાવાલા અને વિજેતા ઉમેદવારોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૮ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની આંધી વચ્ચે કોંગ્રેસે જૂના શહેરના ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં મોટો ઉલટફેર કર્યો છે. ખાડિયા વોર્ડની ચારેય બેઠકો પર કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ જીતની ગુંજ છેક દિલ્હી સુધી પહોંચી છે અને ખુદ રાહુલ ગાંધીએ આ જીતને વધાવી છે.

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો છે કે, ખાડિયામાં કોંગ્રેસની પેનલના વિજય બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ ખાસ ફોન કરીને ખાડિયા વોર્ડની જીત માટે ઇમરાન ખેડાવાલા અને વિજેતા ઉમેદવારોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા સીધી વાતચીતને પગલે સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખાડિયા વોર્ડ પરંપરાગત રીતે ભાજપ અને સંઘનો મજબૂત ગઢ રહ્યો છે. અહીં કોંગ્રેસની આખી પેનલનું વિજયી થવું એ ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવે છે. ઇમરાન ખેડાવાલાની રણનીતિ અને સ્થાનિક ઉમેદવારોની લોકપ્રિયતાને કારણે કોંગ્રેસ આ બેઠક આંચકી લેવામાં સફળ રહી છે.

Related posts

કેનેડાના વર્ક પરમિટના સપના બતાવી ૯૮.૧૫ લાખની છેતરપિંડી

Master Admin

મણિકર્ણિકા ઘાટ વિવાદ : કાશીને બદનામ કરવા તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવાયો

Master Admin

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં

Master Admin

1 comment

Corinne3733 April 29, 2026 at 6:58 pm Reply

Leave a Comment

Translate »