Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના દાવા વચ્ચે ખાતરના ભાવમાં ભડકો

ખેડૂતોના હાલ બેહાલ

ખેડૂતોનો આરોપ છે કે એકતરફ સરકરા ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે પરંતુ મોંઘવારીનો માર ખેડૂતોને રડાવી રહ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ, તા.૧૭ મે ૨૦૨૬ — સમગ્ર દેશમાં એકતરફ મોંઘવારીનો માર બીજી તરફ , પેટ્રોલ, ડીઝલ, CNG, દૂધના ભાવમાં વધારો ઝીંકાયો છે ત્યા બીજી તરફ હવે ખાતરના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. વિવિધ ખાતરોના ભાવમાં ધરખમ વધારો થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

મહત્વનું છે કે પોટાશ, SP ખાતર, એમોનિયા ખાતર સહિતના ભાવમાં ૭૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધીનો વધાર થતા ભાવ બમણા થયા છે. ખેડૂતોનો આરોપ છે કે એકતરફ સરકરા ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે પરંતુ મોંઘવારીનો માર ખેડૂતોને રડાવી રહ્યો છે. ખાતરના ભાવ વધવાથી ખેડૂતોને ખેતી કરવી જ મુશ્કેલ બની છે. રાજ્યમાં એકતરફ વારંવાર આવતા માવઠાને કારણે પાક નુકસાની વેઠવી પડે છે. પોતાના પાકના સારા ભાવ ન મળતા ખેડૂતોને ખોટ સહન કરવી પડી છે આ બધુ ઓછુ હોય ત્યાં ખાતરના ભાવમાં પણ તોતિંગ વધારો થયો જેના કારણે ખેડૂતોને ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બન્યુ છે.

રાજકોટના ધોરાજી તાલુકાના ખેડૂતે તેમની વ્યથા વ્યક્તા કરતા જણાવ્યુ કે હાલ ખેડૂતોની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે તેઓ ભાવ વધારો કરતા ખાતર ખરીદી શક્તા નથી. બીજી તરફ માલ વેચવા જાય તો પૂરતા ભાવ મળતા નથી. આજથી ૧૦ વર્ષ પહેલા જે ભાવ હતા એ જ ભાવ આજે ચાલી રહ્યા છે. ખર્ચ દિવસે દિવસે વધી રહ્યો છે પરંતુ પોતાની ખેત પેદાશના ભાવ વધતા નથી જેના કારણે ખેડૂત દિવસે દિવસે પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે.

છેલ્લા ઘણા સમયથી હવામાનમાં અનિશ્ચિતતા વધી છે. જેના કારણે આ પાક ઉત્પાદન પર અસર પડે તેવી ભીતિ સર્જાઈ છે. ખેડૂતોનું કહેવુ છે કે વધી રહેલા ભાવવધારા વચ્ચે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતુ નથી. જેના કારણે ખેડૂતો ભાવ વધારો પરત ખેંચવાની માગ કરી રહ્યા છે.

Related posts

૩ માર્ચે ભારતમાં દેખાશે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદભૂત નજારો

Master Admin

ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન આરોપીનો અધિકાર

Master Admin

જીવન વીમો લાંબા ગાળાનું મૂલ્ય પ્રદાન કરે છે, જેમાં તેના ફાયદા ક્યારેક પ્રસંગોપાત ચિંતાઓ કરતાં વધારે મહત્વપૂર્ણ અને લાભદાયક સાબિત થાય છે.

Master Admin

Leave a Comment

Translate »