Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

ગર્લફ્રેન્ડને ફેરવવા સ્પોટ્‌ર્સ બાઇક ચોરતી ગેેંગ ૧૩ બાઇક સાથે ઝડપાઇ

અમદાવાદમાં વિસ્તારોમાં થયેલી વાહનચોરીના ભેદ ઉકેલાયા

આરોપીઓ દિવસભર ડિલિવરી કરવાના બહાને એક જ જગ્યાએ પડેલા અને જનરલ પાર્કિગમાં રહેલા સ્પોટ્‌ર્સ બાઈકની રેકી કરતા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૬ મે ૨૦૨૬ — શહેરના ગુજરાત યુનિવર્સિટી, વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, બોડકદેવ, સાબરમતીમાં સ્પોટ્‌ર્સ બાઇક ચોરી કરતી રાજસ્થાનની ગેંગના ત્રણ સભ્યોને ઝોન-૧ એલસીબીએ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧૩ લાખની કિંમતના કેટીએમ, આર-૧૫,બુલેટ, પલ્સર-૨૦૦, એમટી-૧૫ જેવા ૧૩ બાઇક કબજે કર્યા છે. ત્રણ પૈકી બે આરોપીઓ દિવસે રેકી કરીને રાત્રે બાઇક ચોરીને અંજામ આપતા હતા. પાર્ક કરેલા સ્પોટ્‌ર્સ બાઇકના લોકમાં ડિસમિસ નાખીને લોક તોડીને માત્ર ૨૫ સેકન્ડમાં જ વાહન ચોરી કરી નાસી જતા હતા. ગર્લફ્રેન્ડને ફેરવવા અને સ્પોટ્‌ર્સ બાઇકના શોખ પૂરા કરવા ચોરી કરીને વાહનો વેચી દેતા હોવાનું સામે આવ્યું છે. શહેરના પોશ વિસ્તાર એવા બોડકદેવ, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી અને સોલા વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી મોંઘા સ્પોટ્‌ર્સ બાઇક ચોરીની ફરિયાદો વધી ગઇ હતી. સ્પોટ્‌ર્સ બાઇક ચોરીની ફરિયાદ વધતા પોલીસ દ્વારા ચોરી થયેલા વિસ્તારના સીસીટીવી તપાસ કરવામાં આવ્યા હતા. ફૂટેજના આધારે ઝોન-૧ ડીસીપી હર્ષદ પટેલ અને એલસીબી પીએસઆઇ જી.કે.ચાવડાની ટીમે સ્પોર્ટસ બાઇક ચોરી કરતી રાજસ્થાનની ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે સુનીલ ગરાસિયા (ઉં.૨૧, રહે. મેમનગર ગામ), કૈલાશ ઉર્ફે રોકી રોત (ઉં.૨૨, રહે. થલતેજ ગામ) તથા વિજેશ ઉર્ફે વિજ્જુ નનોમા (ઉં.૧૯, રહે. થલતેજ ગામ)ને ઝડપી પાડી તેમની પાસેથી ૧૩ લાખની કિંમતના કેટીએમ, આર-૧૫,બુલેટ, પલ્સર-૨૦૦, એમટી-૧૫ બાઇક કબજે કર્યા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આ તમામ બાઇકની ચોરી કરવામાં થાવરા ઉર્ફે થાવો ગરાસીયા, વિકાસ ગરાસીયા અને પ્રવીણ નામના આરોપીઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ રાતના સમયે યુનિ., વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, બોડકદેવ, સાબરમતી વિસ્તારમાંથી આ બાઇકની ચોરી કરી હતી. પકડાયેલા ત્રણ પૈકી સુનીલ અને કૈલાશ ઓનલાઇન ડિલીવરી કંપનીમાં ડિલીવરી બોય તરીકે જ્યારે આરોપી વિજેશ હાઉસ કીપિંગનું કામ કરે છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીઓ થાવરા ઉર્ફે થાવો ગરાસીયા, વિકાસ ગરાસીયા અને પ્રવીણની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી સુનીલ અને કૈલાશ બ્લિન્કિટમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. દિવસભર ડિલિવરી કરવાના બહાને એક જ જગ્યાએ પડેલા અને જનરલ પાર્કિગમાં રહેલા સ્પોટ્‌ર્સ બાઈકની રેકી કરતા હતા. જે બાદ રાત્રિના સમયે નજીવી કિંમતના ડિસમીસ જેવા સાધનથી બાઇકનું સ્ટિયરિંગ લોક તોડીને ઇગ્નિશિયન ચાલુ કરીને માત્ર ૨૫ સેકન્ડમાં સ્પોટ્‌ર્સ બાઇક ચોરી નાસી જતા હતા.

Related posts

રોકાણની સામે ૧૦ ટકા વળતરની લાલચમાં ચાંદખેડાના વૃદ્ધે રૂપિયા ૩૦ લાખ ગુમાવ્યા

Master Admin

સિટીમાં યોજાયેલ કવિશા UFIT ફ્લો ફેસ્ટ 2026ને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ

Master Admin

અમદાવાદમાં ૭૦ ટ્રાફિક સિગ્નલ બપોરે ૧૨થી ૪ સુધી બંધ રહેશે

Master Admin

Leave a Comment

Translate »