Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ગુજરાતના ૨૦થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ

હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી

૧૮ માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ૭ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૫ માર્ચ ૨૦૨૬ — ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ૧૮થી ૨૦ માર્ચ દરમિયાન અનેર જિલ્લામાં મેઘગર્જના સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે.

IMD અનુસાર, આગામી ૧૮ માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ૭ જિલ્લામાં માવઠાની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્ય કમોસમી વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

૧૯ માર્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ દિવસે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે માવઠાની આગાહી છે.

ભારે પવન ફૂંકાવવાની શક્યતા
૧૮-૧૯ માર્ચ દરમિયાન કમોસમી માવઠાની સાથે આ જિલ્લાઓમાં ૪૦-૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
૨૦ માર્ચે ૬ જિલ્લામાં માવઠાની આગાહી
૨૦ માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે.
રાજ્યમાં માવઠાની સ્થિતિને પગલે ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ

Master Admin

ISAR 2026 — વંધ્યત્વ વિષય પર 30મું વાર્ષિક સંમેલન, ડૉ. આર. જી. પટેલના નેતૃત્વ હેઠળ

Master Admin

રોટરીસ્કાઈલાઈન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘તેજસ્વિની’ નામે માત્ર મહિલાઓ માટેના રોટરીક્લબનો શુભારંભ

Master Admin

Leave a Comment

Translate »