Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ચૂંટણીમાં ખેડૂતોએ સોંગદ ખાવાની કે કમળને વોટ નહીં આપીએ : કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ગાંધીનગર ખાતે સભા સંબોધી

ખેડૂતોના પ્રશ્નોને આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૮ માર્ચ ૨૦૨૬ — આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે છે. આજે અરવિંદ કેજરીવાલે ગાંધીનગર ખાતે સભા સંબોધી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રાનો સમાપન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. ગાંધીનગરના સેક્ટર-૧૧ સ્થિત રામકથા મેદાનમાં જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુખ્ય વક્તા તરીકે ખેડૂતોને સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું કે, ખેડૂતોને ૧ રૂપિયામાં ખેતી માટે જમીન આપીશું. આ સાથે કેજરીવાલે આવનાર કોઇપણ ચૂંટણીમાં ભાજપને વોટ ન આપવાની લોકોને શપથ લેવડાવી હતી. ગાંધીનગરમાં યોજાયેલા છછઁના કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું કે, ભાજપના ભ્રષ્ટાચારથી લોકો પરેશાન છે અને જે લોકો સવાલો ઉઠાવે છે તેઓને જેલભેગા કરી દેવામાં આવે છે. ખેડૂતો અને નાના વેપારી માટે હું અહીં આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધ હોવા છતાં ફોન કરવાથી સીધી દારૂની હોમ ડિલિવરી થાય છે. પંજાબમાં બજેટમાં દરેક મહિલાના ખાતામાં ૧૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા, તેવી રીતે અહીં પણ લોકો ઈચ્છા ધરાવે છે. સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દરેક ચૂંટણીમાં ખેડૂતોએ સોંગંદ ખાવાની છે કે કમળને વોટ આપશું નહી. તેમજ ચૈતર વસાવા, પ્રવીણ રામ અને મને પણ આ લોકોએ જેલમાં મોકલ્યા હતા. તેમજ આમ આદમી પાર્ટીના પાંચ સૌથી મોટા નેતાઓને જેલમાં બંધ કરાવ્યા હતા.

Related posts

૨૬ જાન્યુઆરીને પગલે અમદાવાદ એરપોર્ટ હાઈએલર્ટ પર મુકાયું

Master Admin

બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય

Master Admin

ધો. ૩ થી ૮ ની પરીક્ષા ૬ એપ્રિલથી શરૂ થશે

Master Admin

Leave a Comment

Translate »