Nirmal Metro Gujarati News
internationalPolitics

‘જરાય શરમ રહી નથી, જોકરોનો શૉ ચાલી રહ્યો છે’ : ઓબામા

ટ્રમ્પ સરકાર પર ઓબામાનો મોટો શાબ્દિક હુમલો

‘અમે વિપક્ષી રાજ્યો સામે સૈન્ય કે નાણાકીય શક્તિનો ખોટો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ તે લોકશાહીમાં કામ કરવાની રીતની વિરૂદ્ધમાં છે’

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬: પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ વર્તમાન ટ્રમ્પ સરકારમાં અમેરિકન રાજનીતિના ઘટતાં સ્તરને શાબ્દિક હુમલો કર્યો છે. ઓબામાએ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકાના રાજનીતિને ‘જોકરોનો શૉ’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘વ્હાઈટ હાઉસમાં તાજેતરના નિવેદન મોટાભાગે અમેરિકનને પરેશાન કરવામાં આવ્યા છે.’બ્રાયન ટાયલર કોહેનના ‘નો લાઈ’ પોડકાસ્ટ પર વાતચીત કરતી વખતે ઓબામાએ પૂર્વ પ્રથમ મહિલા મિલેશ ઓબામા અને તેઓને આપત્તિજનક રીતે બતાવવામાં આવેલા વીડિયો વિશે વાત કરી હતી. આ મુદ્દે ટ્રમ્પ દ્વારા માફી ન માંગવા અને કર્મચારીની ભૂલ ગણાવી હતી. આ મામલે ઓબામાએ કહ્યું કે, ‘મોટાભાગના અમેરિકાના લોકો આ વ્યવહારને વધુ હેરાન કરનારો માને છે.’શાણપણ અને મર્યાદા ઘટી રહી છે, ત્યારે ઓબામાએ ઇન્ટરનેટ અને ટેલિવિઝન પર વર્તમાન રાજકારણને સર્કસ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, ‘એક પ્રકારનો ‘જોકરોનો શૉ’ ચાલી રહ્યો છે. સત્ય એ છે કે, જેઓ એક સમયે માનતા હતા કે પદ માટે શિષ્ટાચાર, મર્યાદા અને આદર હોવો જોઈએ, તેમનામાં હવે કોઈ શરમ રહી નથી. તે ખોવાઈ ગયું છે.’જ્યારે કોહેને ‘સંવાદનું પતન’ અને ઇમિગ્રેશન ઝુંબેશ દરમિયાન નાગરિકોના મોતને ‘ઘરેલુ આતંકવાદી’ કહેવાનો સવાલ ઉઠાવ્યો ત્યારે ઓબામા આ મુદ્દાને ધ્યાન ભટકાવવાની રાજનીતિ ગણાવી હતી. તેમણે કહ્યું કે, ‘મોટાભાગના લોકો સરળતા અને દયાભાવમાં વિશ્વાસ રાખે છે.’રિપબ્લિકન પાર્ટીની કાર્યપ્રણાલીની ટીકા કરતા ઓબામાએ કહ્યું કે, તેઓ ફક્ત સ્થાપિત નિયમો અને કાયદાઓને અસ્પષ્ટ કરી રહ્યા છે જે રચનાત્મક પગલાં લેવા કરતાં સરળ છે. તેમણે ડેમોક્રેટ્‌સને રિપબ્લિકન-શૈલીના “બાળી નાખો અને નાશ કરો” અભિગમ અપનાવવા સામે ચેતવણી આપી હતી. ઓબામાએ કહ્યું કે, ‘હું નથી ઈચ્છતો કે સત્યની ચિંતા ન કરીએ, જેવું અન્ય પક્ષ કરી રહ્યું છે. જો આપણે એ રીતે લડીશું તો આપણી એ ખોઈ બેસીસું કે જેના માટે આપણે લડી રહ્યા છીએ.’ તેમણે પોતાના કાર્યકાળનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘અમે વિપક્ષી રાજ્યો સામે સૈન્ય કે નાણાકીય શક્તિનો ખોટો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ તે લોકશાહીમાં કામ કરવાની રીતની વિરૂદ્ધમાં છે.’ ઓબામાએ અંતમાં સમર્થકો પાસે આગ્રહ કર્યો કે આ મુશ્કેલી પડકારથી નિરાશ ન થાઓ, કારણ કે લોકશાહીના બચાવનું કાર્ય હંમેશા થોડું મુશ્કેલ હોય છે.

Related posts

યુદ્ધના પડછાયા હેઠળ વાટાઘાટો! અમેરિકા અને ઈરાન આમને-સામને

Master Admin

મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા

Master Admin

યુઆનને વૈશ્વિક કરન્સી બનાવવાની ચીનની હાકલથી પ્રમુખ ટ્રમ્પ ભડક્યા

Master Admin

Leave a Comment

Translate »