Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

જો તેના બંદરો પર જોખમ આવ્યું તો તો તેના વિસ્તારમાં વ્યાપક પરિણામ આવશે

ઈરાને સુપરપાવર અમેરિકાને આપી નવી ધમકી

ઈરાની બંદરોની સુરક્ષા જોખમાઈ તો ફારસની ખાડી કે ઓમાનની ખાડીમાં કોઈ પણ બંદર સુરક્ષિત રહેશે નહીં

(સંપૂર્ણ સમાચાર સેવા)
તેહરાન, તા.૧૩ એપ્રિલ ૨૦૨૬ — મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાવાની જગ્યાએ માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. એકબીજાને ધમકીઓ અપાઈ રહી છે. અમેરિકાએ હોર્મુઝની નાકાબંધીની ધમકી આપી તો ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાને કહી દીધુ છે કે જો તેના બંદરો પર જોખમ આવ્યું તો તો તેના વિસ્તારમાં વ્યાપક પરિણામ આવશે. ઈરાનની આ ચેતવણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હોર્મુઝ નાકાબંધીની ધમકી બાદ આવી છે.

ખતમ અલ અનબિયા કેન્દ્રીય મુખ્યાલયના પ્રવક્તાએ મેહર સમાચાર એજન્સીને જણાવ્યું કે વિસ્તારમાં દરિયાઈ સુરક્ષાની જવાબદારી સામૂહિક જવાબદારી હોવી જોઈએ. તેમણે કહ્યું કે ઈરાની બંદરોને ટાર્ગેટ કરવાના કોઈ પણ પગલાંની અસર પાડોશી દેશો ઉપર પણ પડશે. પ્રવક્તાએ વધુમાં ચેતવણી આપી કે જો ઈરાની બંદરોની સુરક્ષા જોખમાઈ તો ફારસની ખાડી કે ઓમાનની ખાડીમાં કોઈ પણ બંદર સુરક્ષિત રહેશે નહીં.

અત્રે જણાવવાનું કે ઈરાનની આ ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે અમેરિકાની સેનાએ સોમવારે ઈરાની બંદરો અને સમુદ્રી વિસ્તારોની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. આ પગલું બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત બાદ લેવાયું છે. જો કે ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ જતા પરિસ્થિતિ વકરે તેવો અંદેશો હતો.

અમેરિકાની કેન્દ્રીય કમાન (ઝ્રઈદ્ગ્‌ર્ઝ્રંસ્)એ કહ્યું કે નાકાબંધી સોમવારે સવારે ૧૦ વાગ્યા(ઈરાનના સમય મુજબ સાંજે ૫.૩૦ વાગ્યાથી)થી લાગૂ થશે. જે તમામ જહાજો માટે નિષ્પક્ષ રીતે લાગૂ કરાશે. જેમાં અરબ સાગર અને ઓમાનની ખાડીના તમામ ઈરાની બંદરો સામેલ છે. જો કે કમાને એ પણ સ્પષ્ટ કર્યું કે બિન ઈરાની બંદરો વચ્ચે મુસાફરી કરતા જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા દેવાશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે અમેરિકી સેના કોઈ પણ જહાજ જે આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં ઈરાનને ગેરકાયદેસર ટોલ ચૂકવતું જણાશે તેને રોકશે. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે જે કોઈ ગેરકાયદેસર રીતે ટોલ ચૂકવશે તેને ખુલ્લા દરિયામાં સુરક્ષિત મુસાફરી કરવા મળશે નહીં. ટ્‌ર્મ્પે વધું કહ્યું કે કોઈ પણ ઈરાની જે અમારા ઉપર કે શાંતિપૂર્ણ જહાજો પર ફાયરિંગ કરશે તેને નરકમાં મોકલી દેવાશે. આ દરમિયાન તેમણે એવી પણ જાહેરાત કરી કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં બીછાવેલી બારૂદી સુરંગોની પણ અમેરિકી સેના સફાઈ કરવા માંડશે.

Related posts

પીએમ મોદીએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ

Master Admin

અફઘાનિસ્તાનના હુમલાથી અકળાયેલા પાકિસ્તાને ફરીવાર એરસ્ટ્રાઇક કરી

Master Admin

ફ્લોરિડા એક વર્ષ માટે H-1B વિઝા હેઠળ ભરતી પર પ્રતિબંધ મુકવાની તૈયારીમાં

Master Admin

Leave a Comment

Translate »