Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crime

ટુ-વ્હીલરમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રની ધરપકડ કરાઈ

  • રૂપિયા ૭.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત
  • પકડાયેલી આરોપી મહિલા સમીમબાનુ અગાઉ પ્રોહિબિશન અને એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ ખુલ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૬ — અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર MD ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ કાલુપુર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે, જેઓ ટુ-વ્હીલર પર ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા.વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ કલરના એક્સેસ પર એક મહિલા અને એક પુરુષ ફતેવાડી લોખંડવાલા પાર્ટી પ્લોટથી સવેરા હોટલ થઈ અંબર ટાવર તરફ ડ્રગ્સ લઈને પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે સવેરા હોટલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.આ દરમિયાન બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને અટકાવ્યું હતું અને ટુ-વ્હીલર પર સવાર સમીમબાનુ ઉર્ફે પપ્પી પઠાણ (ઉં.વ. ૫૪) અને મોમીનખાન પઠાણ (ઉં.વ. ૨૫)ની તપાસ કરતાં તેમની પાસેથી ૨૪૬ ગ્રામ ૮૦૦ મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રુપિયા ૭,૪૦,૦૦૦ થાય છે.પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટુ-વ્હીલર મળી કુલ ૭,૭૪,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આ ડ્રગ્સનો જથ્થો તેમને ફતેવાડીની સીરીન અલ્લારખા નામની મહિલાએ આપ્યો હતો. પકડાયેલી આરોપી મહિલા સમીમબાનુ અગાઉ સાણંદમાં પ્રોહિબિશન અને DCB પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં વેજલપુર પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

Related posts

ડિજિટલ એરેસ્ટના નામે વૃદ્ધ પાસે ૨૨ લાખ પડાવ્યા

Master Admin

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં ૩ની ધરપકડ

Master Admin

ડીસા તાલુકાના છત્રાલા ગામે બે ખેતરોમાંથી ગાંજાનું વાવેતર પકડાયું

Master Admin

Leave a Comment

Translate »