Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

દુનિયાના એવા ૫ાંચ ડ્રગ માફિયા, જેની સામે અમેરિકા જેવી મહાસત્તા પણ લાચાર બની!

પાબ્લો એસ્કોબારથી એલ મેંચો

મેક્સિકોનો વધુ એક ડ્રગ લોર્ડ ‘ઓસિએલ કાર્ડેનાસ ગુઈલેન’નો જન્મ ૧૮ મે-૧૯૬૭માં થયો. તેણે શરૂઆતમાં મિકેનિકલ તરીકે કામ શરૂ કર્યુ હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
મેક્સિકો, તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: મેક્સિકોની સિક્ટોરિટી ફોર્સે દેશના સૌથી મોટા ડ્રગ માફિયા એલ મેંચોને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ કારણે અનેક રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. ત્યારબાદ મેક્સિકોમાં ભારતીય દુતાવાસે ભારતીયોની સુરક્ષાને ધ્યાને રાખીને એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકા ઘણા સમયથી મેક્સિકો પર ડ્રગ્સની તસ્કરી રોકવા માટે દબાણ કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં મેંચોની મોતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ ડ્રગ માફિયો ખૂબ ચર્ચામાં આવ્યો છે, પરંતુ મેંચો સિવાય પણ વિશ્વમાં ટોપ-૫ ડ્રગ માફિયાઓ છે, જેમની અનેકવાર ચર્ચાઓ થઈ ચુકી છે. તો જાણીએ તે ટોપ-૫ ડ્રગ માફિયા કોણ છે?આપણે સૌથી પહેલા વાત કરીશું વિશ્વના સૌથી ખતરનાક શાતિર ડ્રગ માફિયા એલ ચાપોની… જે જેલમાં હતો છતાં વિશ્વભરમાં દહેશત ફેલાવતો. તેનું આખું નામ જોઆક્કિન આર્કિવાલ્ડો એલ ચાપો છે અને તે વિશ્વભરમાં ડ્રગ લોર્ડ નામથી ઓળખાય છે. મેક્સિકોના સિલાનોઆ શહેરમાં ચાર એપ્રિલ-૧૯૫૭ના રોજ એલ ચાપોનો જન્મ થયો. તેનો પિતા ગાંજો અને અફીણની ખેતી કરતો હતો એટલે કે જન્મ થતાં જ તેનો બાપના ડ્રગ કારોબાર સાથે સંબંધ જોડાઈ ગયો હતો. તે પોતાની પિતા સાથે ખેતીમાં કામ કરતો, તે નાનપણથી જ વિશ્વનો શહેનશાહ બનવાનો સપનું દેખતો હતો. તે ઈચ્છતો હતો કે, ડ્રગનો કારોબાર માત્ર મેક્સિકો પુરતો નહીં, પરંતુ વિશ્વભરમાં ફેલાય. તેણે ૧૯૯૮માં સિનાલોઆ નામથી પોતાનું ડ્રગ કાર્ટેલ એટલે કે એવું સંગઠન તૈયાર કર્યું હતું, જેનું અમેરિકા સહિત આખા યુરોપમાં નેટવર્ક ફેલાયેલું હતું.હવે વાત કરીશું કોલંબિયાના ડ્રગ્સના સૌથી મોટા સૂત્રધાર પાબ્લો એસ્કોબારની… જે વિશ્વનો સૌથી મોટો લોર્ડ મનાતો હતો. તે શરૂઆતમાં ‘કોકીનનો બાદશાહ’ તરીકે ઓળખાતો હતો. જોકે બાદમાં તે તમામ ડ્રગ્સનો ડીલર બની ગયો. પહેલી ડિસેમ્બર-૧૯૪૯ના રોજ તેનો જન્મ થયો હતો. ફોર્બ્સે ૧૯૮૯માં તેને વિશ્વનો સાતમો સૌથી મોટો અમીર જાહેર કર્યો, તેની અંદાજીત સંપત્તિ ૩૦ અબજ અમેરિકન ડૉલર હતી. તેણે ૧૯૮૯માં કોલંબિયાના રાજકારણમાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં સરકારે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી અને બે ડિસેમ્બર-૧૯૯૩માં તેને એક છત પર ઠાર કરી દેવાયો હતો.મેક્સિકોના ડ્રગ તસ્કરોની લિસ્ટમાં અમાડો કેરિલો પણ કુખ્યાત છે. કેરિલો અન્ય ડ્રગ ડિલર્સની તુલનાએ ચાર ઘણો વધુ કોકેઈન અમેરિકા ઘુસાડતો હતો. તેણે ડ્રગ્સ કારોબાર થતી ૨૫ અબજ ડૉલરથી વધુની સંપત્તિ ભેગી કરી. તે આકાશનો સ્વામી તરીકે ઓળખાતો હતો, કારણ કે તે કોલંબિયાઈ કોકેઈનને મેક્સિકોના જુદા-જુદા એરપોર્ટ સુધી પહોંચાડાવા માટે જેટ વિમાનનો ઉપયોગ કરતો હતો. તે ગ્વાડાજારા કાર્ટેલનો સભ્ય હતો અને મિગુએલ એન્જલ ફેલિક્સ ગૈલાર્ડો માટે કામ કરતો હતો. તેનો જન્મ ૧૯૫૬ થયો હતો અને તેનું મોત ૧૯૯૭માં થયું હતું.ડ્રગ લોર્ડની હત્યા કરી લીડર બન્યો ઓસિએલ કાર્ડેનાસમેક્સિકોનો વધુ એક ડ્રગ લોર્ડ ‘ઓસિએલ કાર્ડેનાસ ગુઈલેન’નો જન્મ ૧૮ મે-૧૯૬૭માં થયો. તેણે શરૂઆતમાં મિકેનિકલ તરીકે કામ શરૂ કર્યુ હતું. પછી તે ગલ્ફ કાર્ટેલના ગેરકાયદે ડ્રગ વેપારમાં આવી ગયો. ત્યારબાદ તેણે ૧૯૯૭માં ડ્રગ લોર્ડ સલ્વાડોર ગોમેજ હેરેરાની હત્યા કરી અને નેતા બની ગયો.

Related posts

યુદ્ધ શરૂ કરશો તો ખતમ અમે કરીશું : ઈરાનનો ખુલ્લો પડકાર

Master Admin

ગલવાનમાં ભારત સાથે અથડામણ પછી ચીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા

Master Admin

‘એમની પાસે પૈસા નથી, અમે આખો દેશ ખરીદી લઇશું’

Master Admin

Leave a Comment

Translate »