Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

“નમતું ઝાડ લાંબું જીવે,

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

સંબંધોને સાચવવા માટે ક્યારેક નમવું પડે તો નમી જજો, કારણ કે કિંમત સંબંધની વધારે હોય છે, અહંકારની નહીં!”(સંત સુરા)
આપણે ગામડામાં જોયું છે કે વાવાઝોડું આવે ત્યારે કયું ઝાડ પડે? જે અક્કડ ઊભું હોય એ. અને કયું બચે? જે નમી જાય એ. સંબંધ પણ એવો જ છે.
૧. અહંકાર એટલે શું?
અહંકાર એટલે “હું”. હું મોટો, હું સાચો, હું જ કેમ નમું? આ “હું” બહુ ભારે પડે છે. દુકાનમાં માલ ભરેલો હોય, પણ જો દુકાનદારનું મોઢું ચડેલું હોય તો ગ્રાહક બીજી દુકાને જાય. માલ સારો, પણ માણસ ખરાબ. એવું જ ઘરમાં. ઘર ભલે મોટું હોય, ગાડી બંગલો હોય, પણ જો ઘરના માણસોનો અહંકાર મોટો હોય તો એ ઘરમાં સુખ ન રહે.
મારા પાડોશી છે. બે ભાઈ. બાપની એક જ દુકાન. નાનો ભાઈ કહે “હિસાબ તું રાખ”. મોટો કહે “ના, હું કેમ ન રાખું?”. વાત વધી. છેલ્લે દુકાનના બે ભાગ થયા. દીવાલ ચણાઈ ગઈ. હવે બેય ભાઈની દુકાન ખાલી પડી છે. ગ્રાહક કહે છે “આ તો લડાઈની દુકાન છે”. અહંકારે ધંધો ખાધો અને ભાઈપો પણ ખાધો.
૨. નમવું એટલે હારવું નહીં
ઘણા લોકો સમજે છે કે નમી જઈએ એટલે આપણે નાના પડી ગયા. આ ખોટી વાત છે. માનો કે તમારી વહુ સાથે ઝઘડો થયો. વાત નાની હતી. ચા માં ખાંડ ઓછી હતી. હવે તમે મૂછ પર તાવ દઈને બેસી રહો કે “માફી તું માગ”. એ બિચારી પણ રાહ જુએ કે “આ જ કેમ ન બોલે?”. બે દિવસ મોઢું ચડેલું રહે. ઘરનું વાતાવરણ બગડે. છોકરા ડરી જાય.
આના કરતાં તમે હસીને કહો “લાવ, આજે હું ચાહ બનાવું. ખાંડ તારા હાથે જ નાખજે”. બસ, ઝઘડો પૂરો. ઘર હસતું રમતું થઈ જાય. તમે નમ્યા, પણ જીત્યા. ઘર જીત્યું, સંબંધ જીત્યો. આને કહેવાય ડહાપણ.
૩. મોબાઈલનો જમાનો અને અહંકાર
આજકાલ નવી બીમારી આવી છે. મોબાઈલ. ઘરમાં ચાર જણા છે. ચારેના હાથમાં મોબાઈલ. બાપ દીકરાને કહે “બેટા, પાણી આપ”. દીકરો મોબાઈલમાં જોઈને કહે “હા, બે મિનિટ”. એ બે મિનિટ બે કલાક થાય. બાપને ગુસ્સો આવે. એ પણ સામે મોબાઈલ લઈને બેસી જાય. વાતચીત બંધ.
પછી સ્ટેટસ મુકેઃ “હ્લટ્ઠદ્બૈઙ્મઅ ૈજ ીદૃીિઅંરૈહખ્ત”. અરે ભાઈ, સ્ટેટસમાં ફેમિલી લખવાથી ફેમિલી ભેગી ન થાય. મોબાઈલ બાજુ મૂકીને બે ઘડી વાત કરવાથી થાય. વહુ રસોઈ બનાવે ત્યારે એક વાર રસોડામાં જઈને ઊભા રહો. પૂછો “કંઈ મદદ કરું?”. એનો આખા દિવસનો થાક ઉતરી જશે. આ નમવું કહેવાય. એમાં તમારું કંઈ ઘટી નહીં જાય.
૪. ઉપાય એકદમ સીધા સાદા
૧. “સોરી” કહેતા શીખોઃ આ અંગ્રેજી શબ્દ નથી, દવાનું નામ છે. ભૂલ થાય તો તરત “સોરી, મારી ભૂલ” કહી દો. સામેવાળાનો ગુસ્સો અડધો થઈ જશે.
૨. “થેંક યુ” બોલોઃ તમારી બૈરીએ ચા આપી, દીકરાએ પાણી આપ્યું, મિત્રએ મદદ કરી. “થેંક યુ” કહી દો. સામેવાળાને એવું લાગશે કે એની કિંમત છે.
૩. વખાણ કરોઃ “આજે શાક બહુ સરસ બન્યું”, “તેં આ કામ બહુ સારું કર્યું”. આ બે શબ્દો સંબંધમાં મીઠાશ ભરે. પૈસા નથી લાગતા.
૪. જૂની વાત ખોદો નહીંઃ આજે ઝઘડો થયો તો આજની વાત પૂરી કરો. “ત્રણ વર્ષ પહેલાં તે આવું કર્યું હતું” એવું ઉખાણું ન કાઢો. જૂની ફાઈલ બંધ રાખો.
૫. સમય આપોઃ બાપને દવાખાને લઈ જવાના છે, મિત્ર બીમાર છે, બૈરીને પિયર જવું છે. “મારી પાસે ટાઈમ નથી” એવું ન કહો. ટાઈમ કાઢો. ટાઈમ એ જ પ્રેમ છે.
ખેર,
સ્મશાનમાં બધા એક સરખા. ત્યાં કોઈ અહંકાર કામ ન આવે. તો જીવતે જીવ શું કામ અક્કડ રહેવું? નદી નમે તો સમુદ્રને મળે. માણસ નમે તો માણસને મળે.
ઘરમાં શાંતિ જોઈતી હોય તો અહંકારને ઘરની બહાર કાઢો. ચંપલની જેમ બહાર ઉતારી દો. ઘરમાં ફક્ત પ્રેમ અને સમજણ લઈને પેસો.
સંબંધ સાચવો. એ બેંક બેલેન્સથી મોટી મૂડી છે. રૂપિયા ખૂટે તો કમાશે, પણ માણસ ખૂટે તો ક્યાંથી લાવશો?કિન્તુ,અત્રે ઉલ્લેખનીય અને નોંધકીય એ છે કે, “આત્મસન્માનને ઠેસ પહોંચે તો સંબંધ તોડી નાંખવો!”

Related posts

પ્રતિભાની શક્તિ વિરુદ્ધ શક્તિની પ્રતિભા – નોબેલ શાંતિ પુરસ્કારઃ પ્રતિષ્ઠા કે રાજકારણ? – વૈશ્વિક રાજકારણ, શક્તિનું સંતુલન, બદલાતી વિશ્વ વ્યવસ્થા, અને નેતૃત્વની નવી ભાષા

Master Admin

ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ ભંગઃ તેલના ભાવમાં વધારો, વેપાર અનિશ્ચિતતા,પ્રાદેશિક અસ્થિરતા અને વિશ્વ યુદ્ધનો ભય, મધ્ય પૂર્વમાં વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે વધતો ખતરો.

Master Admin

ભારતની સુરક્ષા વિરુદ્ધ કાવતરાં અને સતર્કતાનો વિજય. આતંકવાદના બદલાતા સ્વભાવ પર ગંભીર ચિંતન

Master Admin

Leave a Comment

Translate »