Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

નવસારી ભાજપમાં ભડકો, બે મહામંત્રીઓએ આપ્યા રાજીનામા

અન્યાયનો લગાવ્યો આરોપ

સંગઠનમાં જલાલપોર તાલુકાને અન્યાય થતો હોવાનો આરોપ લગાવી બંનેએ રાજીનામા આપ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવસારી, તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. ૧૧ ફેબ્રુઆરી (બુધવાર) આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા રાજીનામું આપી દીધું હતું. હવે નવસારી ભાજપમાં ભૂકંપ આવ્યો છે. જિલ્લા સંગઠનમાં જલાલપોરને અન્યાય થતો હોવાના આરોપ સાથે બે નેતાઓએ રાજીનામા આપી દીધા છે.

નવસારી જિલ્લા સંગઠનમાં જલાલપોરને અન્યાય થતો હોવાના આરોપ સાથે જલાલપોર તાલુકા ભાજપના મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામા આપી દીધા છે.

જિલ્લા ભાજપ પ્રમુખને બંને નેતાઓએ રાજીનામા મોકલી આપ્યા છે. બંને નેતાઓએ સંગઠનમાં જલાલપોર તાલુકા સાથે અન્યાય થયો હોવાનો આરોપ લગાવ્યો છે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં બે નેતાઓના રાજીનામા ચર્ચાનો વિષય બન્યો છે. બંનેએ કહ્યું કે જલાલપોરમાંથી જિલ્લાના પ્રમુખ તો દૂર મહામંત્રી પણ કોઈને બનાવવામાં આવ્યા નથી. રાજીનામુ આપનાર કેતન પટેલે જણાવ્યું કે ભાજપને ઉભી કરવામાં જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલનો મોટો હાથ છે. તેમ છતાં વર્ષોથી તાલુકાને અન્યાય થઈ રહ્યો છે.

Related posts

માઇક્રોને ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું

Master Admin

સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી

Master Admin

યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ

Master Admin

Leave a Comment

Translate »