Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પંજાબઃ ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ થયો

પોલીસ તપાસ શરૂ

આ ધડાકો સાંજે અંદાજે ૫ કે ૫ઃ૩૦ વાગ્યાની આસપાસ ભાજપ કાર્યાલયની બહાર પાર્ક કરેલી એક સ્કૂટીમાં થયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ચંડીગઢ, તા.૧ એપ્રિલ ૨૦૨૬ — પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. આ ઘટના ચંડીગઢના સેક્ટર ૩૭માં સાંજે ૫ઃ૩૦ કલાક આસપાસ ઘટી છે. પોલીસ ધડાકાના કારણોની તપાસમાં જોતરાઈ ગઈ છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થવાના સમાચાર નથી.

સૂત્રોનું કહેવું છે કે પંજાબમાં ભાજપ કાર્યાલય બહાર CRPFને ગોઠવી દેવામાં આવી છે. ઘટનાસ્થળેથી વિસ્ફોટમાં ઉપયોગમાં લેવામાં આવેલા છરા પણ કબજે લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બ્લાસ્ટના કારણોનો કોઈ અતોપતો મળ્યો નથી.
તસવીરોમાં ચંડીગઢ ભાજપ કાર્યાલય બહાર ગાડીઓ દેખાઈ રહી છે, પોલીસ ઉપરાંત ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે સમગ્ર વિસ્તારને હાલ સુરક્ષાના ભાગરૂપે સીલ કરી દીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ધડાકો સાંજે અંદાજે ૫ કે ૫ઃ૩૦ વાગ્યાની આસપાસ ભાજપ કાર્યાલયની બહાર પાર્ક કરેલી એક સ્કૂટીમાં થયો હતો. વિસ્ફોટ બાદ તરત જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. હાલ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નમૂનાઓ એકત્ર કર્યા હતા. પોલીસ માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ સ્કૂટી કોની હતી? ઘટનાની ગંભીરતાને જોતા SSP અને IG પુષ્પેન્દ્ર કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા પંજાબ ભાજપના નેતા વિનીત જોશીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભાજપ કાર્યાલયની બહાર આ પ્રકારે વિસ્ફોટ થવો એ અત્યંત ગંભીર અને ચિંતાનો વિષય છે. ધડાકો એટલો જોરદાર હતો કે પાર્કિંગમાં પડેલી અને ત્યાંથી પસાર થતી ગાડીઓને પણ નુકસાન થયું છે. અમે અત્યારે પોલીસ તપાસની રાહ જોઈ રહ્યા છીએ.
દિન-દહાડે અને તે પણ ભાજપ જેવા મહત્વના પક્ષના કાર્યાલયની બહાર આ પ્રકારની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થયા છે. શું આ કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી સ્કૂટી મૂકનાર શખ્સની ઓળખ થઈ શકે.

Related posts

AAP એ રાઘવ ચડ્ઢાને આપ્યો ઝટકો, ઉપનેતા પદેથી હટાવ્યા

Master Admin

બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી ૧૨ ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ

Master Admin

૫૪૦૦૦ કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ

Master Admin

Leave a Comment

Translate »