Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalsports

પંજાબના ગુરિન્દરવીર સિંહે ૪૮ કલાકમાં બે વાર તોડ્યો નેશનલ રેકોર્ડ

ભારતને મળ્યો પોતાનો ઉસૈન બોલ્ટ!

પંજાબના સ્ટાર દોડવીર ગુરિન્દરવીર સિંહે પુરુષોની ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં બે વાર નેશનલ રેકોર્ડ કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાંચી, તા.૨૪ મે ૨૦૨૬ — રાંચીમાં આયોજિત ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન ભારતીય દોડવીરો (સ્પ્રિન્ટિંગ) વચ્ચે બે દિવસ સુધી એક ઐતિહાસિક મુકાબલો જોવા મળ્યો છે. પંજાબના સ્ટાર દોડવીર ગુરિન્દરવીર સિંહે પુરુષોની ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં બે વાર નેશનલ રેકોર્ડ પોતાના નામે કરીને નવો ઇતિહાસ રચી દીધો છે. શનિવારે ૨૩ મે, ૨૦૨૬ના રોજ યોજાયેલા ફાઇનલ મુકાબલામાં તેમણે માત્ર ૧૦.૦૯ સેકન્ડની શાનદાર દોડ લગાવીને ૧૦.૧૦ સેકન્ડની મર્યાદા પાર કરનારા પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ ઐતિહાસિક પ્રદર્શન સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સ (૧૦.૧૬ સેકન્ડ ક્વોલિફિકેશન માર્ક) અને એશિયન ગેમ્સ માટે પણ પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે.

તાજેતરના વર્ષોમાં ભારતીય એથ્લેટિક્સમાં આવી રોમાંચક હરીફાઈ ક્યારેય જોવા મળી નથી. ફાઇનલ મેચના બરાબર ૨૪ કલાક પહેલા એટલે કે શુક્રવારે સેમિફાઇનલ દરમિયાન પણ ગુરિન્દરવીર અને ઓડિશાના દોડવીર અમિનેશ કુજુર વચ્ચે રાષ્ટ્રીય રેકોર્ડ તોડવાની અદ્ભુત રેસ જામી હતી.

જોકે, શનિવારે રમાયેલી ફાઇનલમાં ગુરિન્દરવીરે બાજી મારીને અમિનેશ પાસેથી નેશનલ રેકોર્ડ પાછો છીનવી લીધો હતો. આ ફાઇનલ રેસમાં અમિનેશ કુજુર ૧૦.૨૦ સેકન્ડ સાથે બીજા ક્રમે અને પ્રણવ પ્રમોદ ૧૦.૨૯ સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.

નેશનલ રેકોર્ડને લઈને ચાલી રહેલી આ ઉથલપાથલ ૨૨ મેના રોજ સેમિફાઇનલ રાઉન્ડ દરમિયાન જ શરૂ થઈ ગઈ હતી. પ્રથમ સેમિફાઇનલ હીટમાં ગુરિન્દરવીર સિંહે ૧૦.૧૭ સેકન્ડનો સમય કાઢીને અમિનેશ કુજુરનો ૧૦.૧૮ સેકન્ડનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જોકે, પંજાબના આ દોડવીરની ખુશી માત્ર થોડી જ મિનિટો ટકી શકી હતી, કારણ કે તેના પછીની જ હીટમાં અમિનેશ કુજુરે ૧૦.૧૫ સેકન્ડમાં દોડ પૂરી કરીને ગુરિન્દરવીરનો રેકોર્ડ તોડીને ફરીથી ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું.

શુક્રવારની રેસમાં ઓડિશાના અમિનેશ કુજુરે કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય કરી લીધું હતું, પરંતુ પંજાબના ગુરિન્દરવીર સિંહ માત્ર ૦.૦૧ સેકન્ડના ખૂબ જ નાના અંતરથી ચૂકી ગયા હતા. આ અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે તેમણે શનિવારે ફાઇનલમાં જોરદાર વાપસી કરી. ગુરિન્દરવીરે મેદાન પર પોતાની ઝડપનો અદ્ભુત નમૂનો બતાવીને માત્ર ૧૦.૦૯ સેકન્ડમાં દોડ પૂરી કરી લીધી. આ સાથે જ તેઓ ૧૦.૧૦ સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં ૧૦૦ મીટરની રેસ પૂરી કરનારા ભારતના સૌથી પહેલા અને સવર્શ્રેષ્ઠ એથ્લીટ બની ગયા છે.

Related posts

WPL ની ફાઈનલ જીતતા જ માલામાલ થઈ ગઈ RCB

Master Admin

મહારાષ્ટ્રમાં ખેડૂતોની રૂ.૨ લાખ સુધીની લોન માફીની જાહેરાત

Master Admin

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, ૨૪ કલાક સતર્ક રહેજો

Master Admin

1 comment

Hazel577 May 26, 2026 at 4:35 am Reply

Leave a Comment

Translate »