Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

પક્ષપલટુ સીજે ચાવડાને કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ સંભળાવી દીધું

તમને મંત્રી ન બનાવાયા, એટલે સાવ નવરાધૂપ જ છો

સીજે ચાવડાએ નીશિત વ્યાસને વળતો જવાબ આપતા કહ્યું કે, તમારા જેવા નેતાઓના ત્રાસને કારણે જ કોંગ્રેસ પક્ષ છોડ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૬: કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અને સાઈડલાઈન થયેલા અનેક નેતાઓ હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. આવુ જ કંઈક ધારાસભ્ય સી.જે. ચાવડા સાથે થયું. અમદાવાદમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા હતા. ત્યારે કોઈએ ધારાસભ્ય સી.જે. ચાવડાને ટોણો મારતા તેઓ ગિન્નાયા હતા.

અમદાવાદમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી દરમિયાન ભાજપના ધારાસભ્ય સી.જે. ચાવડાને કડવો અનુભવ થયો હતો. એક લગ્નપ્રસંગમાં રાજકીય નેતાઓનો જમાવડો થયો હતો. તેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓની હાજરી હતી. તો કેટલાક એવા પણ હતા, જેઓએ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપની વાટ પકડી હતી. આવામાં કોંગ્રેસના આગેવાન નીતિન વ્યાસે જાહેરમાં વિજાપુરના ભાજપના ધારાસભ્ય સી.જે ચાવડાને ટોણો માર્યો હતો કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં તો ગયા, પરંતુ ભાજપમાં જનારા નેતાઓ સાવ નવરાઘૂપ જ છે, તેમને મંત્રી બનાવાયા નથી, મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું એટલે આ નેતાઓ પાસે સમય જ સમય છે. આ સાંભળીને સીજે ચાવડાએ નીશિત વ્યાસને વળતો જવાબ આપતા કહ્યું કે, તમારા જેવા નેતાઓના ત્રાસને કારણે જ કોંગ્રેસ પક્ષ છોડ્યો હતો. આમ, આ ચર્ચાએ ઉગ્ર બોલાચાલીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સામસામે શાબ્દિક ટપાટપી ઝરી હતી. જેને કારણે જોવા જેવી થઈ હતી.

ચર્ચા એટલી બધી ઉગ્ર બની ગઈ હતી કે કેટલાક નેતાઓએ મામલો શાંત કરવા પ્રયાસ કરવો પડ્યો હતો. આમ, નેતાઓએ બીજાના લગ્ન પ્રસંગમાં પણ રાજકારણની રમત ચાલુ રાખી હતી.

Related posts

લેન્ડ ફોર જોબ્સ કૌભાંડમાં લાલુ યાદવ સામે આરોપો નક્કી થયા

Master Admin

મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬ઃ મહાયુતિનો ભવ્ય વિજય અને ઠાકરે-પવારના ગઢમાં ઐતિહાસિક પરિવર્તન

Master Admin

વહેલી તકે પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા સરકારનો આદેશ

Master Admin

Leave a Comment

Translate »