Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

પાટણમાં ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બાજી મારી

પાટણમાં કોંગ્રેસે ભાજપનો ગઢ તોડ્યો

ગારિયાધાર તાલુકા પંચાયત બેઠકની વાત કરીએ તો ભાજપની છઠ્ઠી બેઠક પર જીત થઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણ,તા.૨૮ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ મતગણતરી દરમિયાન મોટા ઉલટફેર સામે આવી રહ્યાં છે. અમરેલીમાં દામનગરમાં મોટો અપસેટ સામે આવ્યો છે. દામનગરમાં વોર્ડ નંબર પાંચમાં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારો જીતી ગયાં છે. દામનગર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી પાંચ બેઠકો પર જીત મેળવી છે.ગારિયાધાર તાલુકા પંચાયત બેઠકની વાત કરીએ તો ભાજપની છઠ્ઠી બેઠક પર જીત થઈ છે. પાટણમાં કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી છે.

પાટણમાં ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બાજી મારી છે. કુલ ૨૦ બેઠક માંથી ૧૩ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. પાટણ તાલુકા પંચાયત બની કોંગ્રેસની બની છે. પાટણ નગર પાલિકામાં કૂલ આઠ વોર્ડની ૩૨ બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપ ૨૧ અને કોંગ્રેસ ૮ બેઠકો પર જીત મેળવી છે. જ્યારે અપક્ષના ફાળે ત્રણ બેઠકો આવી છે.પેટલાદ નગર પાલિકામાં ભાજપે ૨૬ બેઠકો સાથે બહુમતી પ્રાપ્ત કરી છે. જ્યારે ૧૦ બેઠકો પર કોંગ્રેસ અને અપક્ષોનો વિજય થયો છે. પેટલાદમાં તમામ વોર્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. વાત કરીએ વડોદરાના શિનોરની તો શિનોર જિલ્લા પંચાયતમાં બે બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસને એક એક બેઠક મળી છે. મહેસાણાના વિજાપુર નગરપાલિકામાં ૨૮માંથી પાંચ બેઠકો બિનહરીફ થઈ હતી. જેમાં ભાજપે ૧૪ બેઠકો જીતી લીધી છે. ઉમરેઠ નગર પાલિકામાં ભાજપની જીત થઈ છે.

Related posts

કોંગ્રેસની મેલોની વાળી રમૂજ પર વિવાદ વધ્યો

Master Admin

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના સમર્થનમાં આવ્યા હિન્દુ સંગઠનો

Master Admin

BNI અમદાવાદ: વ્યવસાયથી પણ વિશેષ… એક જીવનશૈલી.

Master Admin

Leave a Comment

Translate »