Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પ્રયાગરાજમાં એરફોર્સનું ટ્રેની વિમાન ક્રેશ થઈ તળાવમાં પડ્યું

  • બંને પાયલોટને બચાવી લેવાયા
  • દુર્ઘટનાગ્રસ્ત એરક્રાફ્ટમાં કેટલાક લોકો સવાર હતા પરંતુ બધા સુરક્ષિત છે અને તેને બહાર કાઢી લેવામાં આવ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રયાગરાજ, તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૬ – ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સેનાનું ટ્રેની એરક્રાફ્ટ દુર્ઘટનાનો શિકાર બન્યું છે. એરક્રાફ્ટ વિદ્યાવાહિની સ્કૂલની પાસે સ્થિત એક તળાવમાં પડ્યું છે. સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
એરક્રાફ્ટમાં કેટલાક લોકો સવાર હતા, પરંતુ બધા સુરક્ષિત છે. એરક્રાફ્ટ કઈ રીતે પડ્યું તેની માહિતી હજુ સામે આવી નથી.
પ્રયાગરાજ શહેરમાં સેનાનું ટ્રેની એરક્રાફ્ટ દુર્ઘટનાનો શિકાર થયું છે. આ શહેરના તળાવમાં ક્રેશ થયું છે. આ દુર્ઘટના પી કોલેજની પાસે થઈ છે. ઘટનાની જાણકારી મળતા સેનાના હેલીકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી ગયા હતા.

શરૂઆતી જાણકારી અનુસાર એરક્રાફ્ટમાં કેટલાક લોકો સવાર હતા. પરંતુ બધા સુરક્ષિત છે અને તેને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પ્લેન ક્રેશ થવાનું કારણ સામે આવ્યું નથી. પ્રયાગરાજના જે તળાવમાં વિમાન પડ્યું છે, તેની ચારે તરફ જળકુંભ ઉગી નીકળ્યા છે. જેથી એરક્રાફ્ટ સુધી પહોંચવામાં મુશ્કેલી આવી રહી હતી.

પ્રયાગરાજમાં આ સમયે માઘ મેળો ચાલી રહ્યો છે. જેથી ત્યાં વધુ ભીડ રહે છે. આ સાથે જ્યાં એરક્રાફ્ટ ક્રેશ થયું તો વિસ્તાર શહેરની વચ્ચે છે. આ કારણે એરક્રાફ્ટ ક્રેશ થવાનો અવાજ સાંભળી લોકોમાં નાશભાગ જોવા મળી હતી.

સ્થાનીક લોકોએ ઘટનાની જાણકારી પોલીસ અને તંત્રને આપી હતી. ઘટનાસ્થળે પોલીસની સાથે સાથે સેનાના અધિકારી હાજર છે. સાથે સેનાના હેલીકોપ્ટર નજર રાખી રહ્યાં છે.

સેના તરફથી આ પ્લેનને લઈને કહેવામાં આવ્યું કે આ એરફોર્સનું માઇક્રોલાઇટ એરક્રાફ્ટ હતું. એન્જિન ફેલ થવાને કારણે તળાવમાં પડ્યું છે. હવામાં ઘણા સમય સુધી ફર્યા બાદ એરક્રાફ્ટ તળાવમાં પડ્યું છે. બે ક્રૂ મેમ્બર હતા. સેના પ્રમાણે બંને સુરક્ષિત છે.

Related posts

હડતાલના કારણે સતત ૪ દિવસ બંધ રહેવાની છે બેંકો

Master Admin

મહારાષ્ટ્રમાં ખેડૂતોની રૂ.૨ લાખ સુધીની લોન માફીની જાહેરાત

Master Admin

૧લી એપ્રિલથી નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ બંધ થશે

Master Admin
Translate »