Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

બાંગ્લાદેશે ગંગા નદી પર ડેમ પ્રોજેક્ટનું કર્યું એલાન

ભારત સાથે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો

ભારતે ૧૯૭૫માં પશ્ચિમ બંગાળમાં બનાવેલા ફરક્કા બેરેજને કારણે બાંગ્લાદેશમાં સૂકી ઋતુમાં પાણીની અછત સર્જાય છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઢાંકા, તા.૧૪ મે ૨૦૨૬ — બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે. બાંગ્લાદેશે પદ્મા નદી (જે ભારતમાં ગંગા તરીકે ઓળખાય છે) પર એક વિશાળ ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનો મુખ્ય હેતુ ભારતના ફરક્કા બેરેજની અસરોને ઓછી કરવાનો છે.બાંગ્લાદેશમાં વડાપ્રધાન તારિક રહેમાનની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય આર્થિક પરિષદની કારોબારી સમિતિ એ પદ્મા નદી પર એક ભવ્ય ડેમ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત ૩૪,૪૯૭.૨૫ કરોડ ટકા (બાંગ્લાદેશી ચલણ) છે અને તે સંપૂર્ણપણે બાંગ્લાદેશ સરકારના ભંડોળથી નિર્મિત થશે.બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી શાહિદુદ્દીન ચૌધરી અનીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ડેમ બાંગ્લાદેશના પોતાના હિતનો વિષય છે અને આ મુદ્દે ભારત સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાની જરૂર નથી. જોકે, તેમણે ઉમેર્યું હતું કે ગંગાના પાણીને લઈને ભારત સાથે સામાન્ય વાતચીત ચાલુ છે.ફરક્કા બેરેજની અસરઃ બાંગ્લાદેશનું માનવું છે કે ભારતે ૧૯૭૫માં પશ્ચિમ બંગાળમાં બનાવેલા ફરક્કા બેરેજને કારણે બાંગ્લાદેશમાં સૂકી ઋતુમાં પાણીની અછત સર્જાય છે.કૃષિ અને ખારાશઃ પાણીનો પ્રવાહ ઓછો થવાને કારણે નદીઓમાં દરિયાનું ખારું પાણી ભળી રહ્યું છે, જેનાથી ખેતીલાયક જમીનની ફળદ્‌્રુપતા ઘટી રહી છે.પાણીનો સંગ્રહઃ આ નવો ડેમ પ્રોજેક્ટ બાંગ્લાદેશને પોતાની બાજુએ પાણીનો સંગ્રહ કરવામાં મદદ કરશે, જે રાજશાહી, ઢાકા અને બરીસાલ ડિવિઝનના જિલ્લાઓને આવરી લેશે.આ પ્રોજેક્ટ ૨૦૩૩ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ખાસ વાત એ છે કે, આ ડેવલપમેન્ટએવા સમયે આવ્યો છે જ્યારે ૧૯૯૬ની ભારત-બાંગ્લાદેશ ગંગા જળ વહેંચણી સંધિની મુદત આ વર્ષે ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહી છે.

Related posts

પિયર પક્ષેથી મળેલી મિલકત પર પતિનો કોઈ અધિકાર નથી

Master Admin

બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી ૧૨ ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ

Master Admin

યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો

Master Admin

Leave a Comment

Translate »