Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

બાંગ્લાદેશે ભારતનો ૯૬૦ કરોડનો પ્રોજેક્ટ રદ કરી નાખ્યો

મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી સરકારનો નિર્ણય

આ પ્રોજેક્ટ માટે ભારતે કરોડો રૂપિયાની ક્રેડિટ લાઇન મંજૂર કરી હતી, જે હવે અભરાઈએ ચડી ગઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૬ — બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં સતત ખટરાસ જોવા મળી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારે ભારતનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રદ કરીને ભારતને મોટો આર્થિક અને વ્યૂહાત્મક ફટકો માર્યો છે.બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓની જાહેરાત સાથે જ મોહમ્મદ યુનુસની વિદાય નક્કી થઈ ગઈ છે, પરંતુ સત્તા છોડતા પહેલા તેમણે ભારત સામે દુશ્મનાવટ કાઢવાનું કામ કર્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ચટગાંવના મીરસરાઈમાં પ્રસ્તાવિત ‘ઈન્ડિયન ઇકોનોમિક ઝોન’ ને સંપૂર્ણપણે રદ કરી દીધો છે. આ પ્રોજેક્ટ માટે ભારતે કરોડો રૂપિયાની ક્રેડિટ લાઇન મંજૂર કરી હતી, જે હવે અભરાઈએ ચડી ગઈ છે.ઢાકામાં આર્થિક ક્ષેત્ર સત્તામંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, જે જમીન પર ભારતની ટાટા અને અદાણી જેવી મોટી કંપનીઓ ફેક્ટરીઓ સ્થાપવાની હતી, હવે ત્યાં બાંગ્લાદેશ સરકાર ‘ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક’ બનાવશે. BEZA ના કાર્યકારી અધ્યક્ષ ચૌધરી આશિક મહમૂદ બિન હારૂને સ્પષ્ટ કર્યું કે હવે આ વિશાળ જમીન પર ભારતનો આર્થિક ઝોન નહીં, પરંતુ યુદ્ધ માટેના સાધનો અને ગોળા-બારૂદ બનાવવામાં આવશે.આ પ્રોજેક્ટ રદ કરવા પાછળ બાંગ્લાદેશ સરકારે એવો તર્ક આપ્યો છે કે દુનિયામાં અત્યારે જે રીતે યુદ્ધો ચાલી રહ્યા છે, તે જોતા દેશે આધુનિક ફાઇટર જેટ્‌સ કરતા પાયાના હથિયારો અને દારૂગોળાના ઉત્પાદનમાં સ્વનિર્ભર થવાની જરૂર છે. તેમણે કહ્યું કે વિદેશી રોકાણ કરતા અત્યારે દેશની રક્ષા માટે હથિયારો બનાવવા વધુ જરૂરી છે. જોકે, નિષ્ણાતો આ નિર્ણયને ભારત સાથેના સંબંધો તોડવાની ચાલ ગણાવી રહ્યા છે.

Related posts

રાહુલ ગાંધીનો ગંભીર આરોપ : અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે PM મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી

Master Admin

પાકિસ્તાનમાં ટ્રેક પર બ્લાસ્ટ, જાફર એક્સપ્રેસના ૩ ડબ્બા પાટા પરથી ઉતર્યા

Master Admin

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

Master Admin

Leave a Comment

Translate »