Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmiknational

ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં

પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર

આ વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જોવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરનાથ,તા.૧૪ એપ્રિલ ૨૦૨૬ — પવિત્ર અમરનાથ યાત્રા ૨૦૨૬ ની સત્તાવાર શરૂઆતને હજુ વાર છે, પરંતુ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીની પ્રથમ તસવીર સામે આવતા જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જોવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે.

વર્ષ ૨૦૨૬ માં અમરનાથ યાત્રાનો પ્રારંભ અને અંતની તારીખો જાહેર થઈ ચૂકી છે. ૩ જુલાઈ ૨૦૨૬ થી યાત્રાનો પ્રારંભ થશે. ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ (રક્ષાબંધનના દિવસે) ના દિવસે યાત્રાની પુર્ણ થશે. આ પવિત્ર યાત્રા કુલ ૫૭ દિવસ સુધી ચાલશે.

યાત્રામાં જોડાવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે રજીસ્ટ્રેશન એટલે કે નોંધણીની પ્રક્રિયા ૧૫ એપ્રિલ ૨૦૨૬ થી શરૂ કરવામાં આવશે. ભક્તો વિવિધ માધ્યમોથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ દ્વારા. પંજાબ નેશનલ બેંક (PNB), SBI અને જમ્મુ-કાશ્મીર બેંકની નિયુક્ત શાખાઓ દ્વારા.

માન્યતા છે કે, આ પવિત્ર ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય સંભળાવ્યું હતું, તેથી જ આ સ્થાનનું નામ અમરનાથ પડ્યું છે. અહીં બરફનું શિવલિંગ કુદરતી રીતે બને છે અને તે ચંદ્રના કદ મુજબ વધ-ઘટ થાય છે, જે વિજ્ઞાન અને આસ્થાનો અનોખો સંગમ છે. શ્રદ્ધાળુઓ માને છે કે અહીં દર્શન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

અમરનાથ યાત્રા ભૌગોલિક દૃષ્ટિએ અત્યંત કઠિન માનવામાં આવે છે. પહાડી રસ્તાઓ, કાતિલ ઠંડી અને ઓક્સિજનની અછત છતાં દર વર્ષે લાખો ભક્તો બાબા બરફાનીના દર્શને પહોંચે છે. શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્ર દ્વારા યાત્રિકો માટે મેડિકલ સુવિધાઓ અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે છે.

Related posts

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

Master Admin

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને હવે સડક માર્ગે બહાર કઢાશે

Master Admin

ક્રૂડનો પૂરવઠો જાળવવા ભારતે વૈકલ્પિક માર્ગો શોધવા શરૂ કર્યા

Master Admin

Leave a Comment

Translate »