- ચૂંટણી પહેલા ભાજપના સંગઠનમાં ફેરફાર
- આ સંગઠનમાં કૂલ ૨૧ સભ્યોની મુખ્ય બોડી જાહેર કરાઈ છે જેમાં આઠ ઉપાધ્યક્ષ અને આઠ મંત્રી સહિત ત્રણ મહામંત્રીની જાહેરાત કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૬: ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની યાદી જાહેર કરવામાં આવી હતી.આ યાદીમાં ખાસ કરીને વિશેષ આમંત્રિત સભ્યો અને જૂના જોગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે સાંજે ભાજપ દ્વારા દાહોદ, આણંદ જિલ્લા અને જૂનાગઢ શહેરના હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી હતી. હવે ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનના નામ જાહેર કર્યાં છે.
ગુજરાત ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે. જેમા સુરત, ડાંગ અને વલસાડમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. આ સંગઠનમાં કૂલ ૨૧ સભ્યોની મુખ્ય બોડી જાહેર કરાઈ છે. જેમાં આઠ ઉપાધ્યક્ષ અને આઠ મંત્રી સહિત ત્રણ મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાં ટૂંક સમયમાં હોદ્દેદારોની નિમણૂંક થાય તેવી શક્યતાઓ છે.
જૂનાગઢ શહેર ભાજપમાં ત્રણ મહામંત્રી, આઠ ઉપપ્રમુખ અને આઠ મંત્રી સહિત અલગ અલગ હોદ્દાઓ પર નામોની જાહેરાત કરાઈ છે.
જ્યારે દાહોદ જિલ્લામાં આઠ ઉપપ્રમુખ અને ત્રણ મહામંત્રી તેમજ આઠ મંત્રીઓની જાહેરાત કરાઈ છે. આ સિવાય આણંદ જિલ્લાની વાત કરીએ તો તેમાં પણ ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાં આવતીકાલ સુધીમાં હોદ્દેદારોની નિમણૂંક થાય તેવી શક્યતાઓ છે.

