Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

લગભગ 90% ક્રિપ્ટો રોકાણકારો ટેક્સથી વાકેફ છે, 66% કહે છે કે આ ખોટું છે: કૉઇનસ્વિચ સર્વેમાં જાણવા મળ્યું

રિપોર્ટમાં અનુમાનિત, બજારની દ્રષ્ટિથી ક્રિપ્ટો ટેક્સ ફ્રેમવર્કની માંગ પર ભાર મૂકવામાં આવ્યો છે

ગુજરાત, અમદાવાદ | ૨૭મી જાન્યુઆરી ૨૦૨૬ — ફેબ્રુઆરીમાં આગામી કેન્દ્રીય બજેટ પહેલાં કોઈનસ્વિચને દેશવ્યાપી સર્વે પરથી મળેલી માહિતી પ્રકાશિત કરી છે, જેમાં ભારતમાં ક્રિપ્ટો (વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ – VDA) પર ટેક્સ અને રેગ્યુલેશન પર રોકાણકારોની વિચારસરણીને દર્શાવવામાં આવી છે.

આ અંગે ટિપ્પણી કરતા કૉઇનસ્વિચના સહ-સ્થાપક શ્રી આશિષ સિંઘલે કહ્યું કે, “સર્વે પરથી ખબર પડે છે કે રોકાણકારો કર મુક્તિ નહીં પરંતુ ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માંગે છે. ઉત્તરદાતાઓ ઓછા કર દર, નુકસાન સેટ-ઓફ જોગવાઈઓ, ઘટાડેલા ટીડીએસ અને સ્થાપિત નાણાકીય બજારોની દ્રષ્ટિથી સ્પષ્ટ નિયમોની તરફેણ કરે છે. તારણો દર્શાવે છે કે રોકાણકારો જાણકાર છે, નિયમોનું પાલન કરવા માટે તૈયાર છે અને નિષ્પક્ષ અને અનુમાનિત માળખાની શોધમાં છે. જેમ જેમ કેન્દ્રીય બજેટ નજીક આવી રહ્યું છે, ક્રિપ્ટો કરવેરાને સરળ બનાવવા અને રેગ્યુલેટરી સ્પષ્ટતા આપવી, નિયમોનું પાલન કરનાર ભાગીદારીને સપોર્ટ કરી શકે છે અને વધુ પારદર્શક અને સારી રીતે રેગ્યુલેટેડ ડિજિટલ એસેટ ઇકોસિસ્ટમમાં ફાળો આપી શકે છે.”

સર્વે પરથી ખબર પડી કે ભારતના વર્તમાન ક્રિપ્ટો ટેક્સ ફ્રેમવર્ક અંગે લોકોમાં ઘણી જાગૃતતા છે. લગભગ 90% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે તેમને મુખ્ય જોગવાઈની માહિતી છે, જેમાં નફા પર 30% ટેક્સ, નુકસાનને સેટ-ઓફ અથવા કેરી-ફોરવર્ડ ન કરવા અને ટ્રાન્ઝેકશન પર 1% ટીડીએસનો સમાવેશ થાય છે. આ જાગૃતિ હોવા છતાં મોટાભાગના ઉત્તરદાતાઓએ વર્તમાન ફ્રેમવર્કની નિષ્પક્ષતા પર ચિંતા વ્યક્ત કરી હતી. 66% લોકોનું માનવું છે કે વર્તમાન ક્રિપ્ટો ટેક્સ સ્ટ્રકચર અન્યાયી છે.

કરવેરા પણ બજારના વ્યવહારને પ્રભાવિત કરી રહ્યા છે. મોટાભાગના ઉત્તરદાતાઓ (59%) એ પ્રવર્તમાન ટેક્સ સિસ્ટમને કારણે તેમણે ક્રિપ્ટો ઇન્વેસ્ટિંગ કે ટ્રેડિંગમાં પોતાની ભાગીદારીમાં ઘટાડો કરી દીધો છે. આ ટ્રેન્ડ સૂચવે છે કે વર્તમાન કર માળખું ભાગીદારીના પેટર્નને પ્રભાવિત કરી રહ્યું હોય તેવું લાગે છે, જેની સંભવિત અસરો ટ્રેડિંગ વોલ્યુમ, લિક્વિડિટી અને ઓનશોર માર્કેટ એક્ટિવિટી પર પડી શકે છે.

તેનાથી વિપરીત 17% લોકોએ કહ્યું કે ભાગીદારી વધી છે, જ્યારે 16% એ કહ્યું કે કરવેરાથી તેમની એક્ટિવિટી પર કોઈ અસર પડી નથી. તે જ સમયે ઉત્તરદાતાઓના આ ગ્રૂપ્સે ટેક્સ સિસ્ટમ હોવા છતાં સ્થિર કે વધેલી ભાગીદારીની વાત કહી. આ સૂચવે છે કે કેટલાક રોકાણકારો લાંબા ગાળાના રોકાણનો અભિગમ અપનાવી રહ્યા છે, ટૂંકા ગાળાના કરવેરાની વાતોની જગ્યાએ રેગ્યુલેટરી નિશ્ચિતતાને વધુ મહત્ત્તવ આપી રહ્યા છે.

મોટાભાગના ઉત્તરદાતાઓ ક્રિપ્ટોને ભારતની મેનસ્ટ્રીમ ફાઇનાન્સિયલ ટેક્સ સિસ્ટમમાં સામેલ કરવાની તરફેણ કરે છે. 61% લોકોનું માનવું છે કે ક્રિપ્ટો પર ઇક્વિટી અથવા મ્યુચ્યુઅલ ફંડની જેમ જ ટેક્સ નાંખવો જોઈએ. 17% અલગ ટેક્સ ફ્રેમવર્કને પસંદ કરે છે. આ સ્થાપિત ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટસની સાથે સમાન વ્યવહારની પ્રાથમિકતાને દર્શાવે છે.

જ્યારે માહિતી સોર્સની વાત આવે ત્યારે ઉત્તરદાતાઓ મુખ્યત્ત્વે ક્રિપ્ટો અને ટેક્સ સાથે જોડાયેલા અપડેટસ માટે ક્રિપ્ટો પ્લેટફોર્મ અને એક્સચેન્જ (30%) પર વિશ્વાસ કરે છે, ત્યારબાદ ન્યૂઝ મીડિયા (27%) અને સોશિયલ મીડિયા (25%)નો નંબર આવે છે. આ રોકાણકારોના શિક્ષણમાં પ્લેટફોર્મની ભૂમિકા અને સુસંગત, અધિકૃત રેગ્યુલેટરી કમ્યુનિકેશનના મહત્વને દેખાડે છે.

કરવેરા ઉપરાંત સર્વેમાં વ્યાપક નિયમનકારી સ્પષ્ટતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. 80% થી વધુ ઉત્તરદાતાઓ સ્પષ્ટ નિયમનને મહત્વપૂર્ણ માને છે, જેમાં 60% લોકોએ તેને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યું છે અને એ દ્રષ્ટિકોણ પર ભાર મૂક્યો છે કે લાંબા ગાળાના રોકાણકારોનો વિશ્વાસ બનાવવા માટે ફક્ત ટેક્સ રિફોર્મ પૂરતું નથી.
એકંદરે સર્વેમાં દર્શાવવામાં આવેલી પૉલિસી સેંટિમેન્ટ તરફ ઝુકાવ છે, જેમાં 51% ઉત્તરદાતાઓનું માનવું છે કે ભારતમાં ક્રિપ્ટોને એક નવા એસેટ કલાસ તરીકે પ્રોત્સાહન આપવું જોઈએ.

સંપૂર્ણ સર્વે રિપોર્ટ અહીં: https://coinswitch.co/switch/wp-content/uploads/2026/01/Tax-Survey-Report-2026-1.pdf

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡ 

Related posts

નાણાકીય વર્ષ 2026 માં જીવન વીમા ઉદ્યોગ નવા વ્યવસાય પ્રીમિયમમાં 15.7% વૃદ્ધિ સાથે બંધ થયો; કુલ કલેક્શન ₹4.6 લાખ કરોડની નજીક

Master Admin

Yamaha’s Chennai Factory Marks a Decade of Manufacturing Excellence; Rolls Out 5 Millionth Unit

Reporter1

Samsung QLED TVs Redefine Home Entertainment with Real Quantum Dot Tech, Knox Security, and Cadmium-Free Innovation

Reporter1

Leave a Comment

Translate »