Nirmal Metro Gujarati News
sports

ભારત ૧૦મી વખત અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં

અફઘાનિસ્તાનને ૭ વિકેટે કચડ્યું

આ જીત સાથે ભારતે અંડર-૧૯ વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬ – ભારતીય અંડર-૧૯ ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. બુધવારે રમાયેલી રોમાંચક સેમીફાઇનલમાં ભારતની યુવા બ્રિગેડે અફઘાનિસ્તાનને ૭ વિકેટે હરાવીને ૧૦મી વખત અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ખિતાબી જંગ ૬ ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે રમાશે.હરારે સ્પોટ્‌ર્સ ક્લબ ખાતે રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાન ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૩૧૦ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ફૈઝલ શિનોઝાદાએ ૧૧૦ રન અને ઉઝૈરુલ્લા નિયાઝઈએ અણનમ ૧૦૧ રન બનાવીને શાનદાર સદી ફટકારી હતી. વિશાળ સ્કોર છતાં ભારતીય બોલરોએ મધ્ય ઓવરોમાં અંકુશ રાખ્યો હતો. દીપેશ દેવેન્દ્રન અને કનિષ્ક ચૌહાણે બે-બે વિકેટ ઝડપી હતી.૩૧૧ રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આક્રમક રહી હતી. ભારતે માત્ર ૪૧.૧ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. ઓપનર આરોન જ્યોર્જે માત્ર ૧૧૫ રનની ઈનિંગ રમીને જીતનો પાયો નાખ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ ૬૮ રન અને કેપ્ટન આયુષ મ્હાત્રેએ ૬૨ રનનું યોગદાન આપીને ટીમને જીત તરફ દોરી હતી.આ જીત સાથે ભારતે અંડર-૧૯ વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ સાથે જ યુથ વનડે ક્રિકેટમાં પણ આ સૌથી મોટો ટાર્ગેટ ચેઝ બન્યો છે.આ સેમીફાઇનલ મેચ રનનો વરસાદ સાબિત થઈ હતી. મેચમાં બંને ટીમોના મળીને કુલ ૬૨૦ રન બન્યા હતા. યુથ વનડેના ઈતિહાસમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી કોઈપણ મેચમાં આ સૌથી મોટો સ્કોર છે. અગાઉનો રેકોર્ડ ૫૨૧ રનનો હતો, જે વર્ષ ૨૦૨૧માં દુબઈમાં નોંધાયો હતો.

Related posts

Juggernaut FC to represent Gujarat at AIFF Hero Futsal Club Championship

Reporter1

IndianOil UTT Season 6: Jaipur Patriots Beat Dabang Delhi to Reach Final as Sreeja Akula, Yashansh Malik Shine in Thrilling 8‑7 Win

Reporter1

ADIDAS AND BCCI UNVEIL THE ALL-NEW TEAM INDIA ODI JERSEY WITH THE INDIAN WOMEN’S CRICKET TEAM

Reporter1

Leave a Comment

Translate »