Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારતમાં ૧૮૦ ફ્લાઈટ્‌સ રદ, મુસાફરો મુશ્કેલીમાં

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ

બેંગલુરુ અને કોલકાતામાં અનુક્રમે ૩૪ અને ૫ થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સ રદ્દ કરવામાં આવી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ માર્ચ ૨૦૨૬ — મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના એરસ્પેસ (હવાઈ માર્ગો) બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઈટ્‌સ રદ્દ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે ૪ માર્ચના રોજ ભારતના મુખ્ય એરપોર્ટ્‌સ પરથી આશરે ૧૮૦ ફ્લાઈટ્‌સ રદ્દ કરવી પડી હતી.

મુંબઈ એરપોર્ટઃ સૌથી વધુ ૯૩ ફ્લાઈટ્‌સ રદ્દ થઈ (૪૮ ડિપાર્ચર અને ૪૫ અરાઈવલ).
દિલ્હી એરપોર્ટઃ કુલ ૫૨ ફ્લાઈટ્‌સ પ્રભાવિત થઈ.

બેંગલુરુ અને કોલકાતાઃ અનુક્રમે ૩૪ અને ૫ થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સ રદ્દ કરવામાં આવી હતી.

ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું છે કે ૨૮ ફેબ્રુઆરીથી ૩ માર્ચ વચ્ચે તેમની ૫૦૦થી વધુ ફ્લાઈટ્‌સ રદ્દ થઈ છે. એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વના મોટાભાગના રૂટ્‌સ પરની ફ્લાઈટ્‌સ ૫ માર્ચ ૨૦૨૬ની રાત્રે ૧૧ઃ૫૯ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. જોકે, ફસાયેલા મુસાફરોને પાછા લાવવા માટે એર ઈન્ડિયા દ્વારા મુંબઈ-દુબઈ-દિલ્હી રૂટ પર મોટા મ્૭૭૭ વિમાન સાથે વધારાની ફ્લાઈટ ચલાવવાની યોજના છે. આ ઉપરાંત જેદ્દાહ માટેની કેટલીક ફ્લાઈટ્‌સ ૫ માર્ચથી ફરી શરૂ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્‌સ અને વિદેશી એડવાઈઝરી

કતરઃ દોહામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે એરસ્પેસ બંધ હોવાથી હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્‌સ અસ્થાયી રૂપે સ્થગિત છે.

UAE નો મોટો નિર્ણયઃ ફ્લાઈટ રદ્દ થવાને કારણે સમયસર દેશ ન છોડી શકનારા મુસાફરો માટે ેંછઈ સરકારે ’ઓવરસ્ટે પેનલ્ટી’ (દંડ) માફ કરી દીધી છે.

બ્રિટન અને અમેરિકાઃ બ્રિટનની ચાર્ટર્ડ ફ્લાઈટ ઉડી શકી નથી, જ્યારે અમેરિકા તેના નાગરિકોને બહાર કાઢવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્‌સની વ્યવસ્થા કરી રહ્યું છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઈરાનમાં ૧,૦૦૦ થી વધુ, લેબનાનમાં ૬૦ અને ઈઝરાયલમાં ૧૨ જેટલા લોકોના મોત થયા છે. આ જંગમાં અમેરિકાના ૬ સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ઈરાન પર હજારો બોમ્બ ઝીંક્યા હોવાથી સ્થિતિ વધુ વણસી રહી છે.

Related posts

ઇન્ડિગોએ ૨૩૦૦ રૂપિયા સુધી વધાર્યા ફ્લાઈટના ભાડા

Master Admin

કોંગ્રેસ PMના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા

Master Admin

૫૪૦૦૦ કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ

Master Admin

Leave a Comment

Translate »