Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

મંદિરોમાં દાનપેટીની ચોરી કરનાર ટોળકીના બે સાગરિતો ઝડપાયા

દોઢ લાખ રૂપિયાથી વધુ રકમની રોકડ દાનની ચોરી થઇ

આકાશ વારકે સામે માંજલપુરમાં ચોરી તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા,તા.૨૧ માર્ચ ૨૦૨૬ — વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા બે મંદિરોમાં ચોરી કરી દાનપેટીમાંથી રોકડ રકમ ઉઠાવી જનાર ટોળકીના ચાર સભ્યો પૈકી બેને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે અનેક ગુનાઓમાં સંડોવાયેલા બેની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ માંજલપુર સ્મશાન પાસે આવેલ જલારામ મંદિર તેમજ જ્યુપીટર ચોકડી રસ્તા પરના સાંઇ મંદિરમાં મૂકેલી કુલ ત્રણ દાનપેટીઓમાંથી દોઢ લાખ રૂપિયાથી વધુ રકમની રોકડ દાનની ચોરી થઇ હતી. આ ચોરીની ફરિયાદના આધારે માંજલપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સો હોવાનું જણાયું હતું. જેના પગલે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું.
સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચાર પૈકી બે શખ્સો માંજલપુર જ્યુપીટર ચાર રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઝડપાતા બંનેની પૂછપરછ કરતાં બંનેએ અન્ય આરોપીઓ સાથે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોતાની પાસે ખર્ચના પૈસા નહી હોવાથી બે સાગરીતોના કહેવાથી ચોરીમાં ભાગ લીધો હતો. પોલીસે આકાશ ભગવાનભાઇ વારકે (રહે.જ્યુપીટર ચાર રસ્તા પાસે, વડસરરોડ) અને રાહુલ પ્રફુલ રાઠોડ (રહે.શિવરામનગર, અલવાનાકા, માંજલપુર)ની ધરપકડ કરી હતી. આકાશ વારકે સામે માંજલપુરમાં ચોરી તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો. ઝડપાયેલા બંને મંદિરચોરના સાગરીતોના નામ અનિલ ઉર્ફે પીન્ટુ લક્ષ્મણભાઇ બાવીસ્કર (રહે.અમરનગર, જીઆઇડીસીરોડ) અને અશ્વિન રાઠવા જાણવા મળ્યું હતું. અનિલ ઉર્ફે પીન્ટુ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં જ ચોરી, જુગાર સહિત ૧૪ ગુના દાખલ થયા છે. પોલીસે ફરાર બંનેની પણ શોધખોળ હાથ ધરી છે.

Related posts

યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

Master Admin

અમદાવાદ સહિત અનેક શહેરોનું વધશે તાપમાન

Master Admin

ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો વિરોધ કરી રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું

Master Admin

Leave a Comment

Translate »